શું તમે માર્કેટમાંથી નકલી ચાર્જર તો નથી લાવ્યાને ? અસલી અને નકલી ચાર્જરની ઓળખ કરો આ રીતે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 શું તમે માર્કેટમાંથી નકલી ચાર્જર તો નથી લાવ્યાને ? અસલી અને નકલી ચાર્જરની ઓળખ કરો આ રીતે.. 💁

💁 મિત્રો કોઈ કારણોસર તમારા મોબાઈલનું ચાર્જર કામ આપતું બંધ થઇ ગયું છે અને તમે નવું ચાર્જર ખરીદવા માટે જાવ છો, તો શું તમને ખબર છે કે તમે જે પુરા પૈસા ચૂકવેલા છે તેના બદલામાં તમને ઓરીજનલ ચાર્જર મળ્યું કે નકલી ચાર્જર ? શું તમે જાણો છો કે તમારા ચાર્જરનું એડેપ્ટર અને ડેટા કેબલ અસલી છે કે નકલી ? મિત્રો ઘણી વાર એવું બને કે તમારી પાસેથી પૂરે પૂરા પૈસા લઇ લેવામાં આવે પરંતુ તે લોકો તમને નકલી ચાર્જર આપી દે જેનાથી આપણે અજાણ હોઈએ. કારણ કે આપણને ત્યારે તો ઓરીજનલ જ લાગે છે પરંતુ તેવું નથી.📞 હંમેશા ચાર્જર ખરીદતી વખતે આટલી બાબતો ખાસ ચકાસો. તો મિત્રો તમે છેતરાવાના બદલે અમારો આ આર્ટીકલ પૂરો વાંચી લો જેથી તમે ગમે ત્યારે ચાર્જર માર્કેટમાં ખરીદવા જાવ અથવા તો ઓનલાઈન ઓર્ડર કરો તો તમને ખ્યાલ આવી જાય કે ઓરીજનલ ચાર્જર કયું છે અને કોઈની છેતરપીંડીનો શિકાર બનતા અટકી જશો.

📲 ૧. મિત્રો જ્યારે પણ તમે ચાર્જર ખરીદવા જાવ ત્યારે તમારે કંપની તરફથી મળેલું ચાર્જર સાથે લઇ જવાનું અને તે બંને ચાર્જારને સરખાવવા. કારણ કે લોકલ અને ઓરીજનલ ચાર્જરમાં એક તફાવત હોય છે. ચાર્જરમાં જ્યાં આપણે usb ડેટા કેબલ અટેચ કરતા હોઈએ તેમાં તફાવત જોવા મળશે પહેલો તફાવત એ કે લોકલ ચાર્જરમાં જે અંદરનો હોલ વાળો ખાલી ભાગ હોય તે વધારે હોય છે જ્યારે ઓરીજનલ ચાર્જરમાં એકદમ માપનો પરફેક્ટ હોય છે.

📲 ૨. આ ઉપરાંત તે જગ્યાના કોર્નરો અને તેના એજીસ હશે તેનું ફીનીશીંગ બરાબર નહિ હોય તેમાં થોડી કટ તેમજ ખાંચ પણ જોવા મળશે જ્યારે તમે તેની સાથે તમારું ઓરીજનલ ચાર્જર સરખાવશો તો તમને ખ્યાલ આવી જશે કે તેનું ફીનીશીંગ એકદમ પરફેક્ટ હોય છે. આ તો થયો એક તફાવત હજુ અન્ય ટીપ્સ પણ છે જેના દ્વારા તમને અસલી અને નકલી ચાર્જર વચ્ચેનો તફાવત જોવા મળે. તો ચાલો જાણીએ અન્ય ટીપ્સ પણ.

📲 ૩. મિત્રો તમે usb ડેટા કેબલ દ્વારા પણ ઓળખી શકો છો. તમારે શું કરવાનું છે તે usb ડેટા કેબલને તમારા મોબાઈલમાં ટ્રાય કરવાનો છે જો તે ઓરીજનલ હશે તો તે એકદમ પરફેક્ટલી ફીટ બેસી જશે કનેક્ટર કનેક્ટ કર્યા બાદ આજુબાજુ કોઈ સ્પેસ નહિ રહે. પરંતુ જો તે નકલી usb ડેટા કેબલ હશે તો તે કનેક્ટ તો થઇ જશે પરંતુ તમને તેની આસપાસ થોડી સ્પેસ રહેશે અને તે એકદમ પરફેક્ટલી ફીટ નહિ થાય. આ ઉપરાંત એક હજુ નાનો તફાવત જોવા મળશે તે એ છે કે જો usb ડેટા કેબલ લોકલ હશે તો તેની સાથે જે કનેકટીંગ ડીવાઈસ હશે તે થોડી લાંબી હશે જ્યારે ઓરીજીનલ usb ડેટા કેબલની ડીવાઈસ તેનાથી થોડી નાની હશે. તો આ રીતે તમે usb ડેટા કેબલ તપાસી શકો છો કે તે અસલી છે કે નકલી.

📲 આ ઉપરાંત મિત્રો તમે બધા જાણતા જ હશો કે કોઈ પણ ઓરીજનલ વસ્તુ હોય તેની બનાવટ અલગ હોય છે. તો આપણે ચાર્જરની વાત કરીએ તો તમે ચાર્જરનું એડેપ્ટરતપાસો અને હાથમાં લઈને ચેક કરો તો ઓરીજનલ એડોપટરની સરખામણીમાં લોકલ એડેપ્ટરવજનમાં થોડું હળવું લાગશે. તે જ રીતે usb ડેટા કેબલની બનાવટ પણ તેવી જ હોય છે ઓરીજનલ usb ડેટા કેબલ થોડું હાર્ડ એટલે કે કડક હોય છે જ્યારે લોકલ usb ડેટા કેબલ સોફ્ટ એટલે કે ઢીલું  હોય છે.

📲 ૪. હજુ એક તફાવત જોવા મળશે તમને તેના ચાર્જરમાં તે છે તેના ચાર્જરની પીન પર બનાવેલો સિમ્બોલ.  કોઈ પણ લોકલ ચાર્જરના usb ડેટા કેબલની પીન પર બનેલો સિમ્બોલ મોટો અને ડાર્ક એટલે કે ઘાટો હશે જ્યારે ઓરીજનલ ચાર્જરમાં તે સિમ્બોલ થોડો ઝાંખો અને નાનો હશે.

📲 તો મિત્રો આ રીતે તમે ચાર્જરનું એડેપ્ટર તેમજ તેનો usb ડેટા કેબલ તમારા ઓરીજનલ ચાર્જર સાથે સરખાવીને તપાસી શકો છો અને ઓળખી પણ શકો છો કે તમે જે ચાર્જર ખરીદવા જઇ રહ્યા છો તે ઓરીજનલ છે કે પછી લોકલ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment