વિક્રમ-વૈતાળ (વાર્તા- 13 )…નરભક્ષી પક્ષી કોને શિકાર બનાવશે ? રાજાને કે સંખચુડને ?…. જરૂર વાંચો આ રહસ્યમય વાર્તા.

ભાગ  ૧3  /  કલ્પવૃક્ષ ….

વિક્રમે વેતાળ સાથે લડી તેને પોતાના વશમાં કરી ખભા પર ઊંચકી તેને લઈને ચાલતો થયો. અને ફરી દરેક વખતની જેમ વેતાળે વાર્તા શરૂ કરી.

વાત છે પર્વતની ગોદમાં વસેલ રાજ્યની. તેનો રાજકુમાર હતો જીમુતવાહન. જીમુતવાહન ખુબજ વીર, સાહસી અને દયાળુ રાજા હતો. હંમેશા પ્રજાનું હિત જોવે તેવો મહાન રાજા હતો.  Image Source : 

એક દિવસ રાજા સાથે અદ્દભુત ઘટના બની. રાજા એક વાર તેના મહેલમાં ફરતા હતા. ત્યારે તેણે એક સુકાયેલું વૃક્ષ જોયું અને માળીને તેના સુકાવવાનું કારણ પૂછ્યું. માળીએ જણાવ્યું કે તે વૃક્ષ તેમ હતું. તો તેમાં પાંદડા આવે કે ફળ આવે. અને રાજાને કાપવા વિશે જણાવ્યું ત્યારે રાજાએ કહ્યું, “નહિ વૃક્ષ કાપશો નહિ કાથી હું તેની સાળ સંભાળ લઈશ.”

અને બીજા દિવસથી રાજાએ જણાવ્યું તે પ્રમાણે રાજા તેની ખુબ સાળ સંભાળ લેવા લાગ્યો અને ચમત્કાર થયો ઘણા સમયથી સુકાયેલું વૃક્ષ અચાનક ખીલવા લાગ્યું ધીમે ધીમે તે મોટું થવા લાગ્યું અને એક દિવસ તો તે ખુબ  મોટું થઇ ગયું. તે જોઈ રાજા ત્યાં ઉભો ઉભો ખુશ થઇ રહ્યો હતો. ત્યાં એક અવાજ આવ્યો, “રાજા હું તારી સેવાથી અંત્યંત પ્રસન્ન થયો છું બોલ તારે શું જોઈએ છે? હું તારી ઈચ્છા પૂર્ણ  કરીશ.”

Image Source :

રાજા તો આશ્વર્યમાં પડી ગયો કે કોનો અવાજ છે ત્યારે વૃક્ષે જવાબ આપ્યો, “હું કલ્પવૃક્ષ  છું હું તારી સેવાથી ખુબ ખુશ થયો. તારી જે ઈચ્છા હોય તે બોલ હું પૂરી કરીશ કારણ કે હું કલ્પવૃક્ષ છું.”

સાંભળી રાજાએ જવાબ આપ્યો કે,”હું તો રાજા છું મારે કંઈ વાતની ખોટ ના હોય. તેથી હું કંઈ માંગવા ઈચ્છતો નથી.” કલ્પવૃક્ષે કહ્યું, “તું વિચારી લે તારા માટે નહિ તો તારા પરિવાર, સગા સંબંધીઓ માટે માંગ.”

દયાળુ રાજાએ જવાબ આપતા કહ્યું કે, “હું રાજા છું, માટે મારો પરિવાર મારું રાજ્ય છે. બધી પ્રજા મારા સગાસંબંધી  છે. માટે તું કંઈ એવું આપ જેનાથી મારી સમગ્ર પ્રજા સુખી થઇ જાય.”

Image Source:

કલ્પવૃક્ષે તે સંભાળતા પૈસાનો વરસાદ વરસાવ્યો અને કહ્યું કે આને પ્રાપ્ત કરી પ્રજા સુખી થઈ જશે. રાજા ખુબ જ પ્રમાણિક અને દયાભાવ વાળો હતો. તે બીજા દિવસે સવારે તે ધન પ્રજામાં બાંટવા લાગ્યો. ત્યાં બાંટતા બાંટતા એક  ડોશીમાંને રાજા ધન આપવા ગયા તો ડોશીમાં ધનનો અસ્વીકાર કર્યો. રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે ડોશીમાં જણાવ્યું કે, “હું નાલિયન પર્વતમાળામાં રહું છું. અમે ભીલ જાતિના લોકો છીએ. ત્યાં એક ઘટક પક્ષી આવે છે અને તે રોજ એક માણસની બલી ચડાવે છે. જો રીતે રોજ ચાલતું રહેશે તો તે નગરમાં બધું લુંટાઈ જશે. મારા બધા પુત્રો અને સંબંધીઓ મરી જશે.”

ડોશીમાંની સમસ્યા સાંભળી રાજાએ ડોશીમાંને વચન આપ્યું કે રાજા ખુદ ત્યાં આવી તે લોકો રક્ષા કરશે.Image Source : 

બીજા દિવસે સવાર પડતાની સાથે રાજા મનાલીયન પર્વતમાળા પર પહોંચ્યો. ત્યાં જઈ તેણે જોયું તો તે ડોશીમાં બેઠા બેઠા રડતા હતા. ત્યારે રાજાએ તેના રડવાનું કારણ પૂછ્યું, ડોશીમાએ જણાવ્યું કે, “આજે મારા પુત્રની બલી ચડવાની છે. તેના માટે આજનો દિવસ છેલ્લો દિવસ છે. “રાજાએ પુત્ર વિષે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તેનું નામ સંખચુડ છે અને અત્યારે તે મંદિરે ગયો છે.”  રાજાએ ડોશીમાંને જણાવ્યું કે, “બલી ડાવવા માટે તે પોતે ઉભો રહેશે સંખચુડ નહિ.” સાંભળી ડોશીમાં ખુબ જ ખુશ થયાને રજાનો આભાર માનવા લાગ્યા. અને વાત જણાવવા પોતાના પુત્રને બતાવવા આતુરતાથી મંદિર તરફ જવા નીકળ્યા.

Image Source :

બીજી બાજુ રાજા બલી માટે પહોંચ્યા અને બધી ભીલ પ્રજા સહીત રાજા તે ઘટક પક્ષીની રાહ જોઈ રહ્યા હતા. તેટલામાં ડોશીમાંનો ભેટો પોતાના મંદિરે ગયેલા પુત્ર સાથે થયો. અને ડોશીમાં તેને જણાવ્યું કે તેના બદલે રાજા લી પર ચડી જશે અને તારો જીવ બચી જશે. પરંતુ વાત સાંભળી તે બલી ચડવા માટે આવ્યો તેની માતાએ ખુબ રોક્યો. પરંતુ તે એકનો બે થયો અને લી ચડવા માટે આવી પહોંચ્યો.

સંખચુડ રાજાને કહેવા લાગ્યો કે, “તમે અહીંથી જતા રહો. બલી હું ચડીશ.” પરંતુ રાજાએ કહ્યું, “હું ક્ષત્રીય છું તે ઘટક પક્ષી સાથે લડાઈ કરીશ અને તમને બચાવીશ.”  સંખચુડ ફરીથી રાજાને કહેવા લાગ્યો, “તમે લડાઈ કરશો પણ તે જીતી જશે અને પછી અમારા પર કહેર વરસાવશે અને અમે બરબાદ થઇ જશું માટે તમે જતા રહો. હું બલી ચડી જઈશ.”

Image Source :

આમ રાજા અને સંખચુડ બંને દલીલો કરતા હતા. ત્યાં તે ઘટક પક્ષી આવ્યું અને રાજાએ કહ્યું, તું મને બલી સ્વીકાર કર. તો સંખચુડે કહ્યું, તું મારી બલી સ્વીકાર કર.ઘટક પક્ષી કહેવા લાગ્યો બંને મૂરખ છે લી ચડવા માટે લડે છે.

આટલી વાર્તા કહી વિક્રમ રાજાને વેતાળે પ્રશ્ન પૂછ્યો કે, “રાજા જીમુતવાહન અને સંખચુડ બંને માંથી હિંમતવાન કોણ ? રાજા જે રાજા હોવા છતાં સામેથી લી ચડવા આવ્યો કે સંખચુડ ?” વિક્રમે જવાબ આપતા કહ્યું કે, બંને માંથી હિંમતવાન સંખચુડ ગણાય કારણ કે, રાજા તો પોતાનું કર્તવ્ય પાલન કરી રહ્યો હતો. જયારે સંખચુડ જાણતો હતો કે તેની બદલે રાજા લી ચડવા જઈ રહ્યો છે. તે બચી ગયો છે તેમ છતાં તે હિંમત કરી સ્વયં આહાર બનવા માટે ગયો માટે તે હિંમતવાન ગણાય.  Image Source :

વેતાળે જવાબ સંભાળતા તેની ચતુરાઈના વખાણ કર્યા.

મિત્રો તમને મનમાં એવું થયું હશે કે ઘટક પક્ષીએ કોને પોતાનો આહાર બનાવ્યો હશે રાજા કે સંખચુડ. પરંતુ જાણીને આનંદ થશે કે પક્ષીએ બંનેમાંથી એક પણને આહાર બનાવ્યો. કારણ કે રાજાએ પક્ષીને વચન આપ્યું કે  તે અહીંથી કોઈ માણસને આહાર બનાવે. પક્ષી માટે આહારની વ્યવસ્થા રાજા કરશે રાજા તે પક્ષીને મહેલમાં લાવ્યો અને કલ્પવૃક્ષને કહ્યું કે, પક્ષીને તેની ઈચ્છા પ્રમાણે ભોજન આપવું અને આમ પક્ષી પોતાનું પેટ ભરવા લાગ્યો. રાજા પણ બચી ગયો પ્રજા પણ  બચી ગઈ.Image Source : 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google