મકરસંક્રાંતિ પર કરો આ ઉપાય…. સૂર્યદેવ તમારા પર થશે અતિ પ્રસન્ન.. જાણો શું કરવાનું છે?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

મકરસંક્રાંતિ પર કરો આ ઉપાય…. સૂર્યદેવ તમારા પર થશે અતિ પ્રસન્ન…

મિત્રો આપણા દેશમાં દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ખુબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તહેવાર સૂર્યનું ઉત્તર દિશા તરફ પ્રયાણ થવાના કારણે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. img source
અને આપણે તેને મકરસંક્રાંતિના પર્વ તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાનું વિધાન પણ છે અને તેનું ખુબ જ મહત્વ છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિનાં કારણે જ સફળતા અને અસફળતાની પરિસ્થિતિ નક્કી થાય છે અને આ દિવસે જો સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કંઈક વિશેષ કરવામાં આવે તો સૂર્યદેવ પ્રસન્ન થાય છે. સાથે જ તેનું ફળ પણ મળે છે. તેથી સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઉપાય હોય છે જે આજે અમે તમને જણાવીશું એટલા  માટે આ લેખને અંત સુધી વાંચો.

img source
જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચેની સ્થિતિમાં હોય તેણે મકરસંક્રાંતિના દિવસે સુર્ય યંત્રની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરવી જોઈએ. જેથી કુંડળીમાં રહેલા સૂર્યના દોષ દૂર થાય છે અને એ વિશેષ લાભ પણ મળે છે. સુર્ય યંત્રની સ્થાપના કરીએ ત્યારે સવારમાં સ્નાન કરીને સૂર્યદેવને નમન કરવા જોઈએ. ત્યારબાદ સૂર્ય યંત્રને ગંગાજળ અને ગાયના શુદ્ધ દૂધથી પવિત્ર કરવું જોઈએ. આ વિધિપૂર્વક પૂજન થઇ ગયા બાદ સૂર્યનું આ મંત્ર “ઓમ ધૃણી સૂર્યાય નામ:” થી જાપ કરવો જોઈએ. જાપ કર્યા બાદ સૂર્ય યંત્રને પૂજા કે મંદિરની જગ્યાએ મૂકી દેવુ જોઈએ. આ રીતે સુર્ય યંત્રની પૂજા કરવાથી સૂર્ય સંબંધિત સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે.

img source
મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રાંબાના લોટાથી જળ અર્પિત કરવું જોઈએ. જળમાં લાલ રંગ અને લાલ ફૂલ હોય તો વધુ સારું. સાથે જ જળ અર્પિત કરતા સમયે “ઓમ ધૃણી સૂર્યાય નમઃ” મંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું. આવી રીતે સૂર્ય દેવને જળ ચઢાવવામાં આવે તો મનમાં રહેલી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને ભાગ્ય પણ ખુલી જાય છે.

img source
મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલ દાનનું પુણ્ય સો ગણું પ્રાપ્ત થાય છે. મકરસંક્રાંતિના દિવસે શાલ કે ચાદર, ગરમ વસ્ત્રો, દાળ અને ચોખાની કાચી ખીચડી, ઘી જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ. સાથે જ ગરીબોને ભોજન કરાવવામાં આવે તો ખુબ ઝડપથી મનોકામના પૂરી થાય છે.

તંત્રશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે વેહતા પાણીમાં ગોળ અને ચોખા પ્રવાહિત કરવા એ શુભ રહે છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો રાંધેલા ભાતમાં ગોળ અને દૂધ નાખી ખાવા જોઈએ આ ઉપાય કરવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને વિશેષ ફળ પ્રદાન થાય છે.

img source
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબુ એ સૂર્યની ધાતુ છે જેથી મકરસંક્રાંતિના દિવસે તાંબાનો સિક્કો અથવા તો તાંબાનો ટુકડો વહેતા પાણીમાં અર્પિત કરવાથી કુંડળીમાં રહેલ સૂર્યના દોષ દૂર થાય છે. તેની સાથે જ લાલ કપડામાં ગોળ અને ઘઉં બાંધીને કોઈને દાન આપવામાં આવે તો દરેક ઈચ્છા પુર્ણ થાય છે.

મકરસંક્રાંતિના દિવસે સવારના સ્નાન કર્યા બાદ પૂર્વ દિશામાં મુખ રાખીને બાજોટ પર સૂર્યદેવની છબી રાખીને  સૂર્યદેવની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવી અને ગોળ ધરવો જોઈએ. પૂજામાં લાલ ફૂલનો ઉપયોગ જરૂરથી કરવો. ત્યારબાદ લાલ ચંદનની માળાથી “ઓમ ભાસ્કરાય નમ:” મંત્રનો પાંચ વાર જાપ કરવો. આમ કરવાથી તમારી કુંડળીમાં રહેલ સૂર્ય ગ્રહ શુભ પરિણામ આપશે.

img source
જો મિત્રો તમારા વેપાર ધંધોમાં થતા નુકસાનના કારણે તમે પરેશાન છો તો મકરસંક્રાંતિના દિવસે શુભ મુહરતમાં એક તાંબાનાં સિક્કાને તમે તમારા દુકાન કે વ્યવસાયના સ્થળે તમારું મુખ્ય વસ્તુ હોય તેના પર આ સિક્કાને સાત વાર ફેરવીને લાલ કપડામાં બાંધીને વહેતા પાણીમાં પધરાવી દો. આમ કરવાથી તમારા ધંધામાં આવી રહેલી સમસ્યાનું નિવારણ થઇ જશે.

તો મિત્રો તમે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરશો તો તમને ફળ અવશ્ય મળશે અને તમે જો અમે જણાવ્યા તે ઉપાયમાંથી ક્યારેય ઉપાય કર્યો હોય અથવા કરતા હોવ તો જણાવો કોમેન્ટમાં.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google