ભારતમાં આજે પણ આ ગામ ગુલામી કરી રહ્યું છે….. જાણો તેનું કારણ ચોંકી જશો….જાણો કોની ગુલામી કરે છે ગામ?

ભારતમાં આજે પણ આ ગામ ગુલામી કરી રહ્યું છે….. જાણો તેનું કારણ ચોંકી જશો….

આજથી 70 વર્ષ પહેલા ભારત અંગ્રેજોનો ગુલામ દેશ ગણવામાં આવતો હતો. પરંતુ 15 મી ઓગસ્ટ 1947 આ  એક એવી તારીખ આવી જે દિવસે ભારતવાસીઓ અને ભારતના વીરો અને સૈનિકોની મહેનત રંગ લાવી અને આ જ દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું અને ભારત એક સ્વતંત્ર દેશ થયો. આ ગૌરવપૂર્ણ આઝાદી માટે ભારતના ઘણા લોકોએ લડાય અને ચળવળો કરી હતી. જેના પરિણામે આઝાદી મળી. આપણે બધા તે સ્વતંત્ર લડતો વિશે તો જાણીએ છીએ. પરંતુ આ લડાઈમાં એવા પણ લોકો હતા જેમણે સ્વાતંત્ર્યતાને પ્રાપ્ત કરવા માટે ઘણું બધું ગુમાવ્યું, પરંતુ તેના વિશે લોકો આજે પણ અજાણ છે.

તેવું જ એક ભારતનું ગામ છે જેણે દેશને આઝાદ કરાવવા માટે ઘણી લડાઈઓમાં ભાગ લીધો. જેના સહયોગથી દેશ તો આઝાદ થયો પરંતુ તે ગામ આજે પણ ગુલામ છે. ભારત દેશને આઝાદ થયા ને આજે 70 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હરિયાણા રાજ્યમાં આવેલ રોહનાત નામનું એક ગામ આજે પણ પોતાને સ્વતંત્ર નથી માનતા. આ ગામે દેશની સ્વાધીનતાના  સંગ્રામમાં સૌથી વધારે લોકોને ગુમાવ્યા હતા. તેથી આ ગામને ભારાતને આઝાદ કરાવવાના ક્રમમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આટલું યોગદાન હોવા છતાં પણ આજે આ ગામ ગુલામીના કલંકમાં જીવી રહ્યું છે. કહેવાય છે કે જ્યારે 15 ઓગસ્ટના દિવસે લોકો ખુશી ખુશી સ્વતંત્રતા દિવસ ઉજવે છે ત્યારે આ ગામના લોકોના ચહેરા પર દુઃખ અને ઉદાસી જોવા મળતી હોય છે. એક કહાની અનુસાર એવું કહેવાય છે કે 29 મેં 1857 માં એક મુઘલ શાસક બહાદુર શાહનો આદેશ મળ્યા બાદ આ ગામના વીરોએ અંગ્રેજો વિરુદ્ધ ખુબ ખૌફનાક લડાઈ લડી હતી અને તેમની હિંમતના બળ પર તેમણે બાર અંગ્રેજી ઓફિસરોને માર્યા હતા. આ ઉપરાંત અંગ્રેજોની જેલોમાં બંધ પોતાના સાથીઓને પણ છોડાવ્યા હતા.

ત્યાર બાદ અંગ્રેજો આ ગામથી હેરાન થઈને પુટી નામના ગામમાં પોતાની ટોપો લગાવી અને આ ગામને ખુબ જ ખરાબ અને ઘાતક રીતે માર્યું હતું. જેમાં તોપોથી ગામના લોકોના ઘરોમાં આગ લગાવી અને વિસ્ફોટ કર્યા હતા. તે ગામના ઘણા બધા લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં ગામના લોકો લડતા રહ્યા. આટલું કર્યા બાદ પણ અંગ્રેજોને ચેન ન પડ્યું, તો તેમણે ગામની મહિલાઓ અને બાળકોને કુવામાં ફેંકવાનું શરૂ કરી દીધું અને ઘણા લોકોને ગામના તળાવ પાસેના વૃક્ષ પર ફાંસી પર લટકાવી દીધા. તે વૃક્ષ અને કુવો આજે તે ગામમાં સ્થિત છે. જે ખુદ અંગ્રેજી હુકુમતની ક્રૂરતાના જીવતા જાગતા ઉદાહરણ છે.

મિત્રો એટલું જ નહિ આ ગામ પર અંગ્રેજોએ ખુબ જ અત્યાચાર કર્યા હતા. આ ગામના ઘણા લોકોને રોડ પર સુવડાવીને તેમના પર જીવતા બુલ્ડોજર ચલાવી દેવામાં આવ્યું હતું. જે સાંભળતા જ આપણા રૂવાંડા ઉભા થઇ જાય. આ જુલમ જેમના પર વીત્યો હશે તેનું શું થયું હશે ! કહેવાય છે કે આ ઘટના બાદ રસ્તા પર એટલું લોહી વહ્યું હતું કે આખો રોડ લોહીથી ખર્દાઈને લાલ રંગનો બની ગયો હતો. ત્યાર બાદ તે રોડને લાલ સડકના નામે ઓળખવામાં આવતો હતો.

તે ઘટનાને યાદ કરીને આજે પણ ગામના લોકો ખુબ જ દુઃખી થઇ જાય છે. એવું કહેવાય છે કે 14 સપ્ટેમ્બર 1857 ના દિવસે અંગ્રેજોએ આ ગામને બાઘી ઘોષિત કર્યું હતું અને 13 નવેમ્બરના દિવસે આખા ગામની નીલામીનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 20 જુલાઈ 1857 આવતા ગામની પૂરી 20,656 વીઘા જમીન તેમજ બધા મકાનોને માત્ર 8000 રૂપિયામાં નીલામ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અંગ્રેજોએ એક ફરમાન જાહેર કર્યું કે ભવિષ્યમાં પણ ક્યારેય આ જમીન રોહનાત ગામના લોકોને વહેંચવામાં નહિ આવે.

સમય પસાર થયો અને ધીમે ધીમે ત્યાંની સ્થિતિ સામાન્ય થવા લાગી. ત્યાંના લોકોએ પોતાના સગા સંબંધીઓના નામ પર ગામમાં જમીન ખરીદીને ફરીથી તે ગામને વસાવ્યું. પરંતુ અહીંના લોકો આજે પણ પૂરી રીતે સ્વતંત્રતાને નથી માની શકતા. તેમનું કહેવું છે કે જે દેશની આઝાદી માટે જે ગામે પોતાનું બધું જ કુરબાન કર્યું તે ગામના લોકોને તે જમીન આજ સુધી પોતાના નામે નથી મળી. જેના તે અસલી હકદાર છે અને ન તો સરકારે ગામ વાળા લોકોને કોઈ સહાય કરી છે. એટલા માટે આજે પણ તેવો એવું સમજે છે કે દેશ ભલે આઝાદ થયો પરંતુ હજુ અમારી જમીન સરકાર નામે નથી કરતી. જેના કારણે એ ગામના લોકો એવું જ સમજે છે કે અમે હજુ ગુલામ જ છીએ. કેમ કે અમને અમારી નથી મળતી અમને અમારા નામ પર,

તો મિત્રો તમને શું લાગે છે શું આ ગામના લોકોને તેની જમીન પાછી મળી જોઈએ કે નહિ ? શું તે જમીનના અસલી હકદાર તેના સગા સંબંધી છે કે તેઓ પોતે જ ગણાય ? કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google