એક એવું મંદિર જેની પૂજા કરવાથી લોકો ડરે છે અને ક્યારેય નથી કરવામાં આવી તેની પૂજા…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

એક એવી શિવલિંગ જેની પૂજા કરવાથી લોકો ડરે છે અને ક્યારેય નથી કરવામાં આવી તેની પૂજા…

આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવી શિવલિંગ વિશે. જેની ક્યારેય પૂજા નથી કરવામાં આવી અને લોકો પણ ડરે છે. તો આજે આપણે જાણીશું તેનું રહસ્ય કે આખરે શા માટે લોકો તે શિવલિંગની પૂજા કરતા ડરે છે ? એવું શું કારણ છે કે તે શિવલિંગની પૂજા ક્યારેય નથી કરવામાં આવી.

img source

 

લોકો મંદિરમાં સ્થિત શિવલિંગની પૂજા અર્ચના કરે છે તેમજ પોતાની મનોકામનાઓ અને ઈચ્છાઓ માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. તમે લગભગ દરેક મંદિરમાં સ્થિત શિવલિંગ માટે ભક્તો દ્વારા કરાતી ભક્તિ અને પૂજા જોઈ હશે અથવા તો ક્યારેક તમે પણ કરી હશે. પરંતુ ભારતમાં એક મંદિર એવું છે જ્યાં સ્થિત શિવલિંગની ન તો કોઈ પૂજા કરે છે તેમજ ન તો કોઈ જળ ચડાવે છે. તેનું કારણ છે એક ડર. લોકો તે મંદિરની પૂજા કરવામાં ડરે છે.

img source

આ શિવલિંગ ઉત્તરાખંડના હાથીયા દેવળ નામના સ્થાન પર સ્થિત છે. આ શિવલિંગને લઈને એક કથા ત્યાંના સ્થાનિક લોકોમાં ખુબ જ પ્રચલિત છે. આ ગામમાં ઘણા વર્ષો પહેલા એક મૂર્તિકાર રહેતો હતો. એક દિવસ તે મૂર્તિકારનો પોતાનો હાથ ભૂલથી કપાઈ ગયો અને ગામ વાસીઓ તેના પર હસવા લાગ્યા કે હવે તે એક હાથ વડે કંઈ રીતે મૂર્તિ બનાવશે.

img source

લોકોની આવી વાતો સાંભળીને તે ખુબ જ ચિંતિત રહેવા લાગ્યો અને એક દિવસ તે લોકોની વાતોથી કંટાળીને એક હથોડી અને પોતાની છીણી લઈને ગામની દક્ષીણ દિશા તરફ જવા લાગ્યો. ત્યાં એક ચટ્ટાન હતી ત્યાં મૂર્તિકારે તેને કોતરીને ત્યાં એક મંદિર  બનાવ્યું અને તેની અંદર એક શિવલિંગનું નિર્માણ કર્યું. ત્યાર બાદ ગામના લોકોએ જોયું તો તેઓ મંદિર જોઇને આશ્ચર્યમાં પડી ગયા અને તે શિલ્પકારને ગામમાં લોકો શોધવા લાગ્યા પરંતુ તે ક્યાંય મળ્યો નહિ.

img source

ગામના લોકો સમજી ગયા કે આ કામ તે જ શિલ્પકારનું છે જેની તે લોકો ખુબ હસી ઉડાવતા હતા. જ્યારે પંડિતોએ તે શિવલિંગનું  નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે શિવલિંગ વિપરીત દિશામાં હતી અને એવું તારણ કાઢ્યું કે જો  આ વિપરીત દિશા વાળા શિવલીંગની પૂજા કરવામાં આવશે તો ગામ પર અનિશ્ચિત સમસ્યાઓ આવશે અને આ જ ડરથી લોકોએ ક્યારેય તે શિવલિંગની પૂજા નથી કરી અને આજે પણ કોઈ તે શિવલિંગની પૂજા નથી કરતુ.

img source

આજે પણ આ મંદિર ભક્તો માટે તરસી રહ્યું છે કહેવાય છે કે તે મૂર્તિકાર વડે ચિંતામાં અને ચિંતામાં શિવલિંગ વિપરીત દિશામાં સ્થાપિત થઇ ગઈ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google