ચીનને માર્શલ આર્ટ શીખવનાર એક ભારતીય જ હતા… જાણો આ પાછળનો ઈતિહાસ જે તમને કોઈ નહિ જણાવે

ચીનને  માર્શલ આર્ટ શીખવનાર એક ભારતીય જ હતા…

આજે માર્શલ આર્ટસનો ક્રેઝ વધારે છે અને કેમ ન હોય કારણ કે ખુબ જ સરસ ટેકનીકથી બીજાને ધોબી પછાડ માર મારી શકીએ અને શારીરિક રીતે એકદમ મજબુત બનીએ તેવી વિદ્યા છે. મિત્રો સામાન્ય રીતે લોકો એવું માને છે કે માર્શલ આર્ટ ચીન પાસેથી શીખવા મળ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે તે ચીનને માર્શલ આર્ટ શીખવનાર વ્યક્તિ એક ભારતીય જ હતા. તો કોણ હતા તે મહાન યોદ્ધા અને કંઈ રીતે ચીન પહોંચ્યા તે જાણીએ. આ જાણકારી દરેક ભારતીયએ જાણવી જોઈએ.

img source

ચીનમાં એક શાઉ લીન મંદિર છે જ્યાં લોકો માર્શલ આર્ટ શીખવા માટે ઘોર તપસ્યા કરે છે. તે જગ્યાની એક મહત્વની વાત જે  ભારત સાથે જોડાયેલી છે. ભારતના એક મહાન વ્યક્તિ બૌધિ ધર્મા સાથે કે જેમણે પાંચમી સદીમાં ચીનમાં જઈને ચીનમાં માર્શલ આર્ટથી ચીનની દશા બદલી નાખી હતી અને તે જ કારણે ચીનમાં તેમને લીજેન્ડ ઓફ શાઉ લીન માનવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ ચીનમાં તેમની પૂજા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જાપાન જેવા અન્ય ઘણા દેશોમાં તે અલગ અલગ નામથી પૂજાય છે.

img source

બૌધિ ધર્મા જ એક એવા વ્યક્તિ હતા જેમણે ચીનને શાંતિ અને નિર્વાણનો સિધ્ધાંત શીખવ્યો હતો. બૌધિ ધર્મા કાંદીપુરમ જે દક્ષીણ આફ્રિકામાં છે ત્યાના રાજાના પૂત્ર હતા. તેમના ભાઈઓની કુટિલ રણનીતિના કારણે તેમણે નાની ઉંમરમાં જ રાજ છોડ્યું હતું અને તેઓ એક ભિક્ષુક બની ગયા અને ભારતથી નીકળીને તેઓ ચીનમાં પહોંચ્યા. તેઓ અલગ અલગ જગ્યાઓથી પસાર થતા થતા ચીનના નાનકીન ગામમાં પહોંચ્યા.

તે ગામના જ્યોતિષોનું કહેવું હતું કે તે ગામમાં ખુબ મોટું સંકટ આવશે અને ગામવાસીઓએ બૌધિ ધર્માને જ તે સંકટ સમજી લીધું અને તેને ગામની બહાર કાઢી મુક્યા. હકીકતમાં તે સંકટ એક રોગચાળાની મહામારી હતી જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામવા લાગ્યા. બૌધિ ધર્મા એક આયુર્વેદ આચાર્ય પણ હતા માટે તેમણે પોતાના જડીબુટ્ટીના જ્ઞાનથી ત્યાના લોકોનો ઈલાજ કર્યો.

img source

પરંતુ હજુ લોકો આ માહામારીમાંથી બહાર જ નીકળવા લાગ્યા હતા ત્યાં બીજું તેનાથી પણ મોટું સંકટ આવ્યું. ત્યાં એક લુટારાની  ટોળકીએ ગામ પર હમલો કર્યો. બૌધિ ધર્મા પ્રાચીન ભારતની કાલારીપયટ્ટુ(કહેવાય છે કે ભીમ અને પરુશુરામ જેવા મહાન યોધ્ધાઓ તેની નિયમિત પ્રેક્ટીસ કરતા)  વિદ્યામાં પારંગત હતા જેને આજકાલ માર્શલ આર્ટ કહેવામાં આવે છે અને પોતાની આ વિદ્યાનો ઉપયોગ કરીને લુટારાઓને હરાવીને ભાગવા માટે મજબુર કરી દીધા.

img source

ત્યાર બાદ તેઓ આગળ સફર કરતા કરતા શાઉ લીન નામના મંદિરે પહોંચ્યા પરંતુ ત્યાં તેમને પ્રવેશ ન મળ્યો કારણ કે ત્યાં કોઈ અન્ય દેશના લોકોને પ્રવેશ આપવાની મનાઈ હતી. તેના કારણે તેઓ એક ગુફામાં રહ્યા અને સતત નવ વર્ષ સુધી ત્યાં ધ્યાનયોગમાં રહ્યા. તે ગુફાને આજે દામોદુમના નામે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે તેમની ધ્યાનની શક્તિથી ગુફાની દીવાલ પર તેમની એક આકૃતિ છપાઈ ગઈ હતી જેને કાપીને આજે શાઉ લીન મંદિરમાં રાખવામાં આવી છે.

img source

તેમણે ચીનના લોકોને માત્ર માર્શલ આર્ટ જ નહિ પરંતુ તેની સાથે યોગા અને પ્રાણાયામને જોડીને બનાવેલી ચીન્ગુમ ટેકનીક પણ શીખવી હતી. પરંતુ આજે તે મહાપુરુષને તેમના પોતાના ભારત દેશના લોકો નથી જાણતા. ઘણા લોકો એવું સમજતા હોય કે માર્શલ આર્ટ કે જેમાં આજે ચીને મહારથ મેળવેલ છે તે તેમનો પોતાનો આવિષ્કાર છે. પરંતુ તે એક ભારતીય જ હતા જેમણે પોતાની મહાન વિદ્યાથી અને ધ્યાન સાધનાથી ચીનમાં માર્શલ આર્ટની દિશા જ બદલી નાખી. જો તે ભારતમાં જ રહ્યા હોત તો આજે ભારત દેશ ક્યાં હોત તેની કલ્પના પણ ન કરી શકાય.

અંતે તમારા માટે એક સવાલ કે શું તમે આ લેખ વાંચ્યા પહેલા બૌધિ ધર્મા વિશે જાણતા હતા કે નહિ ?  તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google