માત્ર 10 રૂપિયામાં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ….. પણ આ એક વસ્તુ કરવાની હોય છે મનાઈ

માત્ર 10 રૂપિયામાં ભાડે મળે છે ભાડે ગર્લફ્રેન્ડ….. તેની આ એક વસ્તુ કરવાની હોય છે મનાઈ…..

આજના સમયમાં યુવાનોમાં ગર્લફ્રેન્ડ બનાવવાનો એક ટ્રેન્ડ ચાલે છે. આજકાલ કોલેજમાં અભ્યાસ કરતા અમુક યુવાઓને બાદ કરતા બાકીના યુવાનો પણ એક ગર્લફ્રેન્ડ હોવી, તેને પોતાની શાન સમજતા હોય છે. માત્ર પશ્ચિમી દેશોમાં જ નહિ પરંતુ આપણા ભારત જેવા ઋષિમુનિઓના દેશમાં પણ એક ગર્લફ્રેન્ડ રાખવી તે એક ફેશન બની ગઈ છે અને ખુબ જ સામાન્ય વાત થઇ ગઈ છે. પછી આગળનું ભવિષ્ય શું છે તેની કોઈ પરવાહ કર્યા વગર પોતાનો સંબંધ ચાલુ રાખે છે અને આગળ વધારે છે. પછી ભવિષ્યમાં લગ્ન કરશે જ કે નહિ તે વાતનું કંઈ નક્કી નથી હોતું.

એવામાં લગભગ યુવાનો એવું ઈચ્છતા હોય છે કે પોતાની એક સુંદર ગર્લફ્રેન્ડ હોય. પાર્કમાં બેઠેલા કપલ્સને જોઇને લગભગ યુવકોને એવું થતું હોય છે કે કાશ મારી પણ કોઈ ગર્લફ્રેન્ડ હોત, જેની સાથે તે પોતાના દિલની વાતો કરી શકે અને અમુક યુવકો તો માત્ર દિલની વાતો જ નહિ, પરંતુ ઘણું બધું કરવાની ઈચ્છા ધરાવતા હોય છે જે આપણી સંસ્કૃતિમાં લગ્ન પહેલા અમાન્ય ગણાય છે.

પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં સિંગલ યુવાનોએ ગર્લફ્રેન્ડ મેળવવા માટે કોઈ છોકરીને પટાવવાની કે રીજવવાની જરૂર નથી પડતી. અહીં માત્ર અમુક નજીવી કિંમત ચૂકવીને કોઈ પણ સિંગલ યુવક એક સુંદર છોકરીને થોડા સમય માટે ગર્લફ્રેન્ડ તરીકે મેળવી શકે છે. આ વાત સાંભળીને કદાચ પહેલી વાર તો તમારા માનવામાં પણ નહિ આવે. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. આજે અમે આ લેખ દ્વારા જણાવશું કે ક્યાં છે એ જગ્યા કે જ્યાં છોકરાઓ એક સુંદર ગર્લફ્રેન્ડ ભાડે પણ મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે ચીનના ગુઆડોંગમાં એક સ્ટોર છે, જ્યાં સુંદર યુવાન છોકરીઓ એક સાથે લાઈનમાં ઉભી રહે છે. અહીં કોઈ પણ પુરુષ આવીને પોતાની પસંદની છોકરીને ભાડા પર ગર્લફ્રેન્ડ બનાવીને તેની લઇ જઈ શકે છે અને તેના માટે પુરુષે દર 20 મિનીટ લેખે 10 રૂપિયા ચૂકવવાના રહે છે.

પોતાની પસંદની છોકરીને પોતાની સાથે લઇ જવા માટે સૌથી પહેલા પુરુષોએ પોતાના મોબાઈલમાં એક ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહે છે અને ત્યાર બાદ પૈસા ચુકવવામાં આવે છે. ક્યુઆર કોડ સ્કેન થઇ ગયા બાદ પુરુષ પોતાની મનપસંદ છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને પોતાની સાથે ફરવા લઇ જઈ શકે છે.

પરંતુ અહીં એક શરત પણ રાખવામાં આવે છે કે કોઈ પુરુષ તે છોકરીને તે જ સ્ટોરની આસપાસની નજીકની જગ્યાઓ પર જ લઇ જઈ શકે છે. તમે તેને શોપિંગ પણ કરાવી શકો છો. આ ઉપરાંત પુરુષ છોકરીને લંચ ડેટ પર પણ લઇ જઈ શકે છે. પરંતુ માત્ર 20 મિનીટ માટે અને જો તમે તે છોકરી સાથે તેનાથી વધારે સમય પસાર કરવા માંગો છો તો તમારે ફરીથી પેમેન્ટ ચુકવવું પડશે.

અહીં એક શરત એ પણ છે કે પુરુષ તેની પસંદની છોકરીને તેની મરજી વગર સ્પર્શ પણ નથી કરી શકતો. જો તે છોકરી પરવાનગી આપે તો જ પુરુષ તેનો સ્પર્શ કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર ગર્લફ્રેન્ડ જ નહિ, પરંતુ સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે લોકો બોયફ્રેન્ડ પણ આ રીતે ભાડા પર આપે છે અને તેના માટે પણ એ જ નિયમો લાગુ પડે છે, જે એક છોકરીઓ માટે પડે છે.

તો મિત્રો આ હતો ચીનનો એક એવો વિચિત્ર સ્ટોર જ્યાં વસ્તુઓ નહિ પરંતુ ગર્લફ્રેન્ડ ભાડે મળે છે. તો તમારું શું કહેવું છે આ બાબત પર તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google