રાહુલ ગાંધી ચુંટણી જીતશે તો ગરીબોને 72000 મળશે… ? અને મળશે તો એ ક્યાંથી લાવશે…. જાણો આ લેખમાં….

રાહુલ ગાંધી ચુંટણી જીતશે તો ગરીબોને 72000 મળશે… ? અને મળશે તો એ ક્યાંથી લાવશે…. જાણો અ લેખમાં.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા લોકસભા ચુંટણી 2019 માં જાહેર કર્યું હતું કે જો તે આ ચુંટણી જીતી જશે તો દેશના ગરીબ પરિવારોને વાર્ષિક 72000 રૂપિયા આપવામાં આવશે. જેની જાહેરાત રાહુલ ગાંધી દ્વારા ચુંટણીની સમીક્ષાને લઈને કહ્યું હતું. તો મિત્રો શું તમારું કહેવું છે કે ગરીબ લોકોને વાર્ષિક 72000 રૂપિયા આપવા એટલા સહેલા છે. તો ચાલો જાણીએ તેનો સર્વે. અને એ પણ કે રાહુલ ગાંધી દેશના દરેક ગરીબ પરિવારને 72000 રૂપિયા આપશે કે નહિ આપે.

દેશન 20 % ગરીબી હેઠળ જીવતા લોકોના પરિવારને દર મહીને 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ જ્યારે આ યોજના અંગે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દેશના ગરીબોને દેવા માટે પૈસા ક્યાંથી આવશે ત્યારે તેના વિશે કોઈ પ્રતિક્રિયા ખાસ મળી ન હતી. રાહુલ ગાંધીએ પ્રતિક્રિયામાં સામાન્ય જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત વાત ચાલી રહી છે અને ચાર – પાંચ મહિનાથી તેના પર અભ્યાસ પણ થઇ રહ્યો છે. અને વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ સાથે પણ આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી આ યોજનાને આમ ઐતિહાસિક જણાવી રહ્યા છે પરંતુ આ મામલે કેટલાક સવાલો પણ ઉભા થાય છે. એટલે ક રાહુલ ગાંધીના મત અનુસાર ભારત દેશના ગરીબોને 72000 રૂપિયા મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વ્યક્તિની આવક વધારવાનો છે.

જો આ યોજના રાહુલ ગાંધી વડાપ્રધાન બને તો અમલમાં આવે તો ખરેખર ૭૨૦૦૦ રૂપિયાનો ભાર સૌથી વધુ તો માધ્યમ વર્ગીય પરિવાર કે કે ગરીબ નથી પણ ઇન્કમ ટેક્સ ભારે છે તેની ઉપર પડે, અને અમુક અર્થશાસ્ત્રી મુજબ ઇન્કમ ટેક્સમાં પણ વધારો કરવો પડે, જે માધ્યમ વર્ગની કમર તોડી નાખી શકે છે.

ત્યારબાદ, આ ૭૨૦૦૦ રૂપિયાની પૂર્તિ કરવા ભારત સરકારે વિશ્વબેંક પાસે હાથ ફેલાવવા પડે, કેમ કે આટલી અબજો રૂપિયાની રકમ કદાચ કોંગ્રેસ ભારતમાંથી ૨-૩ મહિના જ આપી શકે પછી વિશ્વ બેંક પાસે પૈસા માંગવા જ પડે.

જો આ યોજના અમલમાં આવે તો ગરીબો ને અપાતી અનાજ, કે બીજી યોજનાઓ પર રોક લગાવવી પડે કેમ કે સરકાર પાસે જો આ એક યોજના શરુ હોય તો  બીજી યોજના માટે સમય અને પૈસા વધે જ નહિ.

અમુક સર્વે દ્વારા કહેવાય રહ્યું છે કે જો આ યોજના લાગુ પડે તો ભારતમાં ફુગાવો વધી પણ શકે છે અને ભારતની સ્થિતિ વેનેઝુએલા દેશ જેવી પણ થવા લાગે કેમ કે તે દેશની સરકારે વધુ પૈસા બધા લોકોને આપવા લાગ્યા તો મોંઘવારી સાતમાં આસમાને પહોચી ગઈ, તો વિચારો ભારતની લાખો પબ્લીકને મફતના ૬૦૦૦ દર મહીને મળે તો શું થાય?

જો આ યોજના લાગુ પડે તો ગરીબીમાં ઘટાડો થવાના બદલે વધારો પણ થાય કેમ કે લોકો આ ૭૨૦૦૦ ના ભરોસે પણ બેસી રહે. અને બેરોજગારીમાં વધારો પણ થઇ શકે છે.

રાહુલ ગાંધી દ્વારા જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ભાજપના રાષ્ટ્રીય સચિવ રામ માધવે કોંગ્રેસની હારનો સંકેત ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “લોકો મુર્ખ નથી, લોકોને ચંદ્ર આપવાની વાત ન કરો તમે, તેને પછી ગંભીરતાથી કોણ લેશે.

આ મુદ્દાને લોકો દ્વારા કોઈ અવગણવામાં આવ્યો ન હતો પરંતુ લોકોનો અને સત્તાવાર પક્ષનો માત્ર એટલો જ સવાલ હતો કે જો કોંગ્રેસ આ ચુંટણી જીતે તો આ મુદ્દાને અમલમાં લાવવો પણ જોઈએ. તેની જવાબદારી કોણ લેશે. કેમ કે મધ્યપ્રદેશમાં ખેડૂતોને દેવા માફ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસની જીત થયા બાદ કોઈ પણ હિલચાલ આ મુદ્દા પર જોવા મળી નથી. એટલા માટે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે જો ચુંટણી જીતી જશે કોંગ્રેસ તો આ મુદ્દો ભટકી નહિ જાય ? તેની જવાબદારી કોણ લેશે.

જો આ યોજના લાગુ પણ કરી દેવામાં આવે તો ગરીબોને આપવા માટે આટલા બધા પૈસા ક્યાંથી આવશે. તો આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે વિશ્વના મહાન અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચાવિચારણા કરી રહ્યા છીએ, ચાર-પાંચ મહિનાથી તેના પર અભ્યાસ પણ ચાલી રહ્યો છે અને અમારી પાસે ગરીબોને પૈસા પુરા પાડવા માટે બધી જ ગણતરી છે.

તો મિત્રો તમારું શું કહેવું છે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશના ગરીબ લોકોને 72000 રૂપિયા મળશે કે નહિ તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google