જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

મિત્રો ક્યારેય પણ કોઈ પણ વાતને સમજ્યા વગર આપણે અમુક નિર્ણયો લઇ લેતા હોઈએ છીએ. તો આજે અમે તમને લેખમાં જણાવશું કે હંમેશા સમજી વિચારીને અને યોગ્ય માહિતી પછી જ કોઈ પણ સંબંધ ના નિર્ણય લેવા જોઈએ. તો મિત્રો આજની અમારી આ સ્ટોરી દરેક મહિલાઓ માટે છે અને દરેક મહિલાઓએ ખાસ વાંચવી તેમજ અન્ય લોકો સુધી પહોંચાડો તેવી આશા. શું ખબર કોઈના સંબંધો તૂટતા બચી જાય.સ્વરા અને આનંદ નામનું એક યુગલ હતું અને તે બંનેના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. આજે બંનેના કેસનો આજે ચુકાદો હતો. આનંદ વહેલા કોર્ટમાં આવીને ચિંતાતુર બેઠો હતો. કેમ કે આજના ચુકાદા બાદ સ્વરાને તે ક્યારેય મળશે નહિ. આનંદને ખુબ ચિંતામાં ડૂબેલો જોઇને એક કપલ તેની સામે આવીને હસ્યું. આનંદે પણ વળતું સ્મિત આપ્યું અને તેની માતાપિતાના ઉંમરના કપલને બેસવા માટે જગ્યા આપી.

આનંદની બાજુમાં બેઠેલા ભાઈએ જણાવ્યું મારું નામ ઇન્દ્રજીત છે અને હું રીટાયર્ડ DSP છું અને આ મારા ધર્મ પત્ની સોનલ છે. અમે બંને હવે વ્યવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઇ ગયા છીએ. હવે અમે સમાજ કલ્યાણનું કાર્ય કરીએ છીએ. જેમાં અમે કોઈનું લગ્નજીવન તૂટતા બચાવીએ છીએ. તમારા ચહેરાની ઉદાસી જોઇને અમારાથી રહેવાતું નથી. તું અમને જણાવીશ કે તું ક્યાં ચુકાદાની રાહ જોઈ રહ્યો છે. ત્યારે આનંદ પોતાની આખી વ્યથા કહેવાનું ચાલુ કરે છે, “મારા અને મારી પત્ની સ્વરાંના લગ્નને બે વર્ષ થયા અને આજે અમારું લગ્નજીવન સમાપ્ત થવાનો ચુકાદો થવા જઈ રહ્યો છે. ત્યારે સોનલ બેન પૂછે છે, “તમારી વચ્ચે એવી તો કેવી પરિસ્થિતિઓ આવી જેના કારણે તમારે બંનેએ છૂટાછેડા લેવાની નોબત આવી, તે જણાવી શકો ?”

ત્યારે આંનદ જણાવે છે, “હું એક સોફ્ટવેર એન્જીનીયર છું અને એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરું છું. બે વર્ષ પહેલા મારા લગ્ન સ્વરા સાથે થયા, જે એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. અમારું લગ્ન જીવન ખુબ જ સુખેથી ચાલી રહ્યું હતું અને અમે બંને આ લગ્નજીવનમાં ખુબ જ સુખી હતા. પરંતુ એક દિવસ હું ઓફિસેથી આવ્યો તો મારી પત્ની સ્વરા રડી રહી હતી, કંઈ પણ કારણ જણાવ્યા વગર પોતાનો સામાન પેક કરી લીધો અને જણાવ્યું કે, હું હંમેશાને માટે પિયર જાવ છું માટે મને તેડવા ન આવતા. આમ કહી તે પિયર જતી રહી.” ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું, બોલો પછી હું શું કરું હું સમજી શકું તે પહેલા તે નીકળી ગઈ.ત્યાર બાદ હું બીજે દિવસે સ્વરાના ગામે ગયો, તો ત્યાં પણ સ્વરા રડતી જ રહી, કંઈ પણ જવાબ ન આપ્યો. અને લાખ મનાવવા તેમજ માફી માંગવા છતાં પણ તે ઘરે આવવા માટે રાજી થઇ નહિ. હું પણ આશ્ચર્યમાં હતો કે બે દિવસ પહેલા તો હજુ અમે સુખેથી રહેતા હતા અચાનક આને શું થયું ! થોડા દિવસમાં બધું આપમેળે ઠીક થઇ જશે એવું વિચારી ઘરે આવતો રહ્યો.

પરંતુ થોડા દિવસ બાદ સીધી સ્વરા તરફથી છૂટાછેડાની નોટીસ આવી અને સ્વરાએ કોર્ટને જણાવ્યું હતું કે મારા (એટલે કે આનંદના) કોઈ અન્ય છોકરી સાથે પ્રેમ સંબંધ છે. તેથી તે છૂટાછેડા લેવા માંગે છે અને પુરાવામાં તેણે આંનદના ખીચ્ચામાંથી નીકળેલો કોઈ સ્વાતી નામની છોકરીનો પ્રેમ પત્ર આપ્યો હતો.સ્વાતિનો પત્ર જોતા જ મને સમજાયું અને તરત યાદ આવ્યું કે આ પત્ર મારી કંપનીમાં સ્વાતી નામની છોકરી કામ કરે છે તેણે જતા જતા મને આપ્યો હતો. પરંતુ આ પત્ર મારા માટે ન હતો. આ તો મારી કંપનીમાં કામ કરતા એક એમ્પ્લોય વિશાલ માટે હતો. સ્વાતિ અને વિશાલ બંને એક જ જ્ઞાતિના હતા, છેલ્લા ઘણા દિવસોથી વિશાલ સ્વાતિને પ્રેમ કરી રહ્યો હતો અને તેણે સ્વાતિને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ સ્વાતી મારી પાસે વિશાલના નામનો પત્ર લાવી અને મને જણાવ્યું કે મને પણ વિશાલ ખુબ જ પસંદ છે. પરંતુ મને બ્લડ કેન્સર છે, તેથી હું નથી ઇચ્છતી કે હું વિશાલના જીવનમાં આવું અને આમ પણ હું આ નોકરી છોડીને ઈલાજ માટે અમેરિકા જાવ છું, પણ હું આ વસ્તુ તેને કહી નથી શકતી, માટે હું જાવ છું અને પાછળ તું બધું સંભાળી લેજે.

આટલું કહી સ્વાતી વિશાલના નામના પત્રો મને આપતી ગઈ અને મેં ખીચામાં રાખ્યો, વિચાર્યું કે વિશાલને મળીશ ત્યારે તેને બધું સમજાવી દઈશ. પરંતુ સ્વાતિએ જોબ છોડ્યા બાદ વિશાલે પણ નોકરી છોડી દીધી. માટે આ પત્ર મારી પાસે જ રહી ગયો અને આટલી ગેરસમજના કારણે જ મારું લગ્નજીવન આજે સમાપ્ત થવાની કરગાર પર છે.આંનદની આખી વાત સાંભળી સોનલ બેનની આંખમાં આંસુ આવી ગયા અને તેણે જણાવ્યું કે, “તું જે વિશાલની વાત કરે છે ને બેટા એ વિશાલ મારો જ દીકરો છે. તેને જણાવ્યું કે સ્વાતિના જોબ છોડ્યા બાદ વિશાલને એવું લાગ્યું કે તેના પ્રપોઝ કરવાના કારણે સ્વાતિએ આટલી સારી જોબ છોડી દીધી અને આ વાતના કારણે તે ખુબ જ ડીપ્રેશનમાં આવી ગયો અને અને તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે તે કંપનીએ પણ આવી શક્યો નહિ.”

સોનલ બહેન જણાવે છે બેટા તારો કોઈ વાંક જ નથી, આજે અમે તારી સમસ્યાને દુર કરશું. ત્યાં જ ચુકાદા માટે સ્વરા પણ કોર્ટની બહાર આવી પહોંચે છે. સોનલબેન સ્વરાં પાસે જાય છે અને ખુબ જ સમજણ પૂર્વક અને ધીરજતાથી સ્વરાની ગેરસમજ દુર કરે છે અને આ રીતે તેઓ બંનેના લગ્નજીવનને સમાપ્ત થતા અટકાવે છે.ત્યાર બાદ સોનલ બેન આંનદને વિંનતી કરે છે કે જો શક્ય હોય તો મારા ઘરે આવજો અને વિશાલને સ્વાતીએ જે જણાવી એ વાત કહે તો કદાચ વિશાલની હાલત ઠીક થઇ જાય. ત્યાર બાદ આનંદ અને સ્વરાં સોનલ બેનના ઘરે જાય છે. તો વિશાલ એક રૂમમાં ઉદાસ થઇને બેઠો હોય છે ત્યાં આંનદ જાય છે અને તેને સ્વાતિની મજબૂરી સમજાવે છે. ત્યાર બાદ વિશાલ આનંદને ભેટી પડે છે અને તે તેની માનસિક બીમારીમાંથી બહાર આવે છે.

તો મિત્રો આ રીતે કોઈ પણ ગેરસમજને નિર્ણયમાં બદલતા પહેલા તે ગેરસમજનું યોગ્ય સમાધાન કરવું જોઈએ. શંકા અને શક કરતા પહેલા થોડું ધ્યાનથી તેને તપાસી લેવું જોઈએ. નહિ તો હસતા ખેલતા લગ્ન જીવનને બર્બાદ થતા વાર નથી લાગતી. આજે સમાજમાં બધા જ લોકો આવી સામાન્ય ભૂલોને કારણે ખુબ જ પછતાય છે.

Leave a Comment