ખાલી પેટે ગરમ પાણીમાં નાખી પીવો આ 2 જાદુઈ દાણા.. આ દાણાના ઉપયોગથી શરીર રહેશે બીમારીમુક્ત

સવારે આ બે દાણા ખાઈ લો અને અનેક બીમારીઓને ભગાવો…

💁 આજે અમે તમને એવા બે દાણા વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેમાં તમે કબજીયાતની બીમારીથી લઈને મોટામાં મોટી કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકો છો. મિત્રો બધાના ઘરમાં હંમેશા આ દાણા તો હોય છે. તમે તમારા દૈનિક મસાલા તેમજ કોઈ ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવા માટે કોઈને કોઈ રીતે તેનો ઉપયોગ કરતા જ હોવ છો. તેનો આ રીતે ઉપયોગ કરવો તે પણ કોઈને કોઈ રીતે લાભદાયી છે પરંતુ જો તેને તમે સવારે ખાવ અને એ પણ માત્ર બે જ દાણા તો તમારી ઘણી બધી બીમારીઓ દૂર થઇ જશે. તેમજ અન્ય ગંભીર બીમારીઓ થતા બચાવશે તમને.

💁 મિત્રો આપણી હેલ્થ માટે આ કિંમતી  દાણા બીજા કોઈ નહિ પણ કાળામરી છે જેનો ઉપયોગ ભારતીય લોકો મસાલા તરીકે કરે છે. તેમજ તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે. તો ચાલો જાણીએ કે સવારે માત્ર કાળામરીના બે જ દાણાનું સેવન આપણને કેટલી બીમારીઓથી દૂર રાખે છે.

💁 કાળામરીમાં ઘણા બધા ખનીજો અને પોષક તત્વો રહેલા છે તેમાં વિટામીન ઈ, સી, બી, રહેલા છે. આ ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, ફોલ્લીક એસિડ જેવા તત્વો પણ મળી રહે છે.

💁 જો તમારો વજન વધી રહ્યો છે અને તે કન્ટ્રોલમાં નથી આવતો તો રોજ નિયમિત રૂપે એક ચમચી કાળામરીનું સવારે સેવન કરવાથી વજન કંટ્રોલમાં આવી જાય છે. કાળા મારી સ્વાદને ઉત્તેજિત કરે છે અને પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડને વધારે છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. સવારે ખાલી પેટ કાળામરીનું સેવન કરવામાં આવે તો પેટની સમસ્યા દૂર થાય છે. ગેસ, એસીડીટી, અપચો વગેરે જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

💁 ઘણા લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા થતી હોય છે તો તેવા લોકોએ સવારે બે કાળા મરીનું સેવન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી જીભના સ્વાદ ઉત્તેજિત થાય છે અને તમારી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે અને  તમને ભૂખ લાગવાનું ચાલુ થઇ જાય છે. જો તમારે ભૂખ વધારવી હોય તો ગોળ સાથે મરીનો ભૂક્કો મિક્સ કરી તેની ગોળી બનાવી લેવી ત્યાર બાદ સવારે તેનું સેવન કરવું તો પણ તે ભૂખ વધારશે.

💁 મિત્રો ખાસ વાત તો એ છે કે તે ભૂખને વધારે છે તેમ છતાં પણ તે વજન ઘટાડે છે. આવું કંઈ રીતે તો ચાલો જાણીએ કે કંઈ રીતે કાળામરી ભૂખ વધારવાની સાથે સાથે વજન પણ ઘટાડે છે. તીખા મરીની બહારની પરત કોશિકાઓને તોડવામાં મદદ કરે છે. 2010માં ઉંદરો પર કરેલા એક અધ્યયન અનુસાર જાણવા મળ્યું કે તે આપણી વસાસંચયને રોકે છે એટલે કે ચરબી જમા થવા દેતી નથી. તો મિત્રો જો તમે તમારા ભોજનમાં લાલ મરચું પાવડર નાખવાના બદલે જો તીખો સ્વાદ લાવવા માટે કાળા મરીનો ઉપયોગ કરો તો તે ખુબ જ ફાયદાકારક બનશે.

💁 મિત્રો તમને અપચો તેમજ પેટ ભારે ભારે રહેતું હોય તેવી સમસ્યા હોય તો તમારે એક ગ્લાસ છાસમાં ધાણાજીરું પાવડર અને બેથી ત્રણ કાળા મરીનો પાવડર નાખી રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી અપચો, ગેસ, એસીડીટી વગેરે જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે.

💁 કાળામરીમાં રોગાણું વિરુદ્ધ ગુણ હોય છે તેથી તે કફ, શરદી અને ઉધરસમાં પણ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો જ્યારે પણ શરદી ઉધરસ થયા હોય અને નાક બંધ થઇ ગયું હોય તો નીલગીરીના તેલમાં કાળામરી નાખી તેનો નાસનો શેક લેવાથી નાક ખુલી જાય છે તેમજ કફ છૂટ્ટો પડી જાય છે અને રાહત મળે છે. આ ઉપરાંત તમે રોજ સવારે ગરમ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો ભૂકો નાખીને ખાલી પેટ તેનું સેવન કરો તો કફથી થતી બીમારીઓથી પણ બચી શકાય છે.

💁 જે લોકોને સંધિવા હોય છે તે લોકોએ કાળામરીના તેલની માલીશ પ્રભાવિત જગ્યાએ કરવી જોઈએ કારણ કે તેના તેલની માલીશ ત્વચામાં ગરમાહટ પેદા કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેથી તેની માલીશ સંધિવાને નિયંત્રિત કરી શકે છે.

💁 કાળા મરીમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ રહેલા છે જે આપણને કેન્સરથી બચાવે છે. આ ઉપરાંત જે તત્વો કેન્સરની દવામાં જોવા મળે છે તેવા જ તત્વો કાળા મરીમાં પણ જોવા મળે છે. તેથી રોજ સવારે જો તમે કાળામરીનું સેવન કરો તો ક્યારેય પણ તમને કેન્સર થવાની સંભાવના રહેશે નહિ.

💁 કાળા મરીમાં એવા કમ્પાઉન્ડસ રહેલા છે જે આપણા માનસિક તણાવને દૂર કરે છે. તેથી કાળામરીનું સેવન અને તે પણ જો સવારે ખાલી પેટ કરવામાં આવે તો તે આપણને તણાવથી મૂકતી આપે છે.

💁 દાંત અને પેઢામાં મદદ આપે છે. પાણીના બેથી ત્રણ ટીપા લઇ તેમાં થોડું મીઠું અને કાળામરીનો પાવડર નાખી એક પેસ્ટ બનાવી લો અને ત્યાર બાદ તેનાથી દાંતને ઘસો તો પેઢામાંથી લોહી નીકળવા જેવી સમસ્યા દૂર કરી શકાય છે.💁 સાવધાની.. 💁

💁 કોઈ પણ વસ્તુની એક સીમા હોય છે. તેની ચોક્કસ માત્રા હોય છે જો તે ચોક્કસ માત્રામાં તેનું સેવન કરવામાં ન આવે અને જરૂરીયાત કરતા તેનું વધારે સેવન કરવામાં આવે તો તે આપણને નુંકશાન પહોંચાડી શકે છે માટે હંમેશા તેનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું જોઈએ.

💁 કાળામરીની તાસીર ગરમ હોય છે તેથી તેનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ નહિ તો તે તમારા પેટમાં બળતરા જેવી સમસ્યા ઉભી કરી શકે છે.

💁 ગર્ભવતી મહિલાઓએ કાળા મરીનું સેવન ન કરવું કારણ કે તે માતા અને બાળક બંને માટે નુંકશાન દાયક સાબિત થઇ શકે છે.

💁 જો મિત્રો તમે સવારે ખાલી પેટ તેનું સેવન ન કરવા માંગતા હોવ તો તમે તેનું સેવન અન્ય ચીજ વસ્તુઓ જેવી કે સોસ, સૂપ, પનીરની કોઈ સબ્જી, છાસ, લીંબુ પાણી વગેરે જેવી વસ્તુમાં ઉમેરી તેનું સેવન કરી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

6 thoughts on “ખાલી પેટે ગરમ પાણીમાં નાખી પીવો આ 2 જાદુઈ દાણા.. આ દાણાના ઉપયોગથી શરીર રહેશે બીમારીમુક્ત”

Leave a Comment