બનાવો આ ટેકનીકથી જલેબી માત્ર દસ જ મિનીટમાં બની જશે….. અને એ પણ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને  રસથી ભરેલી….. જાણો તેની રેસીપી….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બનાવો આ ટેકનીકથી જલેબી માત્ર દસ જ મિનીટમાં બની જશે….. અને એ પણ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને રસથી ભરેલી….. જાણો તેની રેસીપી….

મિત્રો જલેબીને જોઈને ઘણા લોકોના મોં માંથી પાણી છૂટી જતું હોય છે. પરંતુ જલેબી ઘરે બનાવથી દરેક લોકો ગભરાતા હોય છે. જલેબીને હંમેશા બધા લોકો બજારમાંથી લાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ખુબ જ સરળતાથી માત્ર 10 જ મિનીટમાં બની જાય તેવી ઇન્સ્ટન્ટ જલેબીની રેસેપી જણાવવા જઈ રહ્યા છીએ. આ રીતે જલેબી તો ઝડપથી બનશે પરંતુ સ્વાદમાં પણ એક દમ લાજવાબ અને ક્રિસ્પી બનશે. તો ચાલો જાણીએ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે જોઈતી  સામગ્રીઓ અને બનાવવાની રીત.

ઇન્સ્ટન્ટ સ્વાદિષ્ટ જલેબી બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:
ઇન્સ્ટન્ટ જલેબી બનાવવા માટે એક કપ એટલે કે 100 ગ્રામ મેંદાનો લોટ, ત્રણ ચમચી દહીં, ત્રણ કપ ખાંડ, 250 ગ્રામ ઘી અથવા તો તેલ, અડધી ચમચી ફૂડ કલર. અડધી ચમચી બેકિંગ પાવડર, બે કપ પાણી વગેરે સામગ્રીઓ લેવાની રહેશે.

ઇન્સ્ટન્ટ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી જલેબી બનાવવાની રીત:
મિત્રો જલેબી બનાવતા પહેલા આપણે સૌથી પહેલા જલેબી માટે ચાસણી બનાવવાની રહેશે. ચાસણી બનાવવા માટે એક કડાઈમાં બે કપ પાણી લો અને તેમાં ત્રણ કપ ખાંડ ઉમેરી દો. ખાંડ પાણીમાં ડૂબી જાય એટલું પાણી લેવાનું છે. હવે ખાંડને ચમચાની મદદથી હલાવીને ઓગાળી દો. હવે ગેસને ધીમા તાપે રાખો અને ચાસણીને સતત હલાવતા રહો ત્યાં સુધી જ્યાં સુધી એક તારની ચાસણી ન આવી જાય.

ચારથી પાંચ મિનીટ બાદ થોડી ચાસણી ચમચામાં લઈને આંગળી અને અંગુઠાની મદદથી જુવો એક કે તારની ચાસણી બની ગઈ કે નહિ. એક તારની ચાસણી બન્યા બાદ ગેસ બંધ કરી દો અને ચાસણીને ઢાંકીને મૂકી દો.

હવે જલેબીઓ બનાવવા માટેનું બેટર તૈયાર કરવાનું છે. બેટર તૈયાર કરવા માટે એક બાઉલમાં મેંદાનો લોટ લો. તેમાં ફૂડ કલર, બેકિંગ પાવડર અને દહીં ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી દો.  ત્યાર બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને હાથની મદદથી મિશ્રણને હલાવતા જાવ અને ભજીયા જેવું બેટર તૈયાર કરી લો. ત્યાર બાદ એક દૂધની કે છાસની કોથળી લો અને તેમાં બેટરને ભરી દો.

હવે જલેબીઓ તળવા માટે 250 ગ્રામ ઘી ગરમ કરવા મુકો. (ઘી ના બદલે તેલ પણ લઇ શકો છો પરંતુ ઘી નો ટેસ્ટ લાજવાબ આવશે માટે બને ત્યાં સુધી ઘી નો જ ઉપયોગ કરવો.) ઘી ગરમ થયા બાદ ગેસને ધીમો કરી દો અને  જે પોલીથીનમાં આપણે બેટર ભરેલું છે તેને એક બાજુના ખૂણેથી થોડું કાપી લો અને ત્યાંથી જલેબીઓ પાડી લો.

હવે જલેબીને બંને બાજુ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. જલેબીને ચિપિયાની મદદથી પલટાવવી. બંને બાજુ થોડી ક્રિસ્પી થઇ જાય અને તળાઈ જાય ત્યાર બાદ તેને તરત જ બહાર કાઢી લો. કાઢ્યા બાદ આપણે પહેલા બનાવેલી ચાસણીમાં તેને નાખી દો અને ચમચાની મદદથી ચાસણીમાં ડુબાડીને હલાવવી. જેથી બધી જલેબીઓ પર ચાસણી બરાબર ચડી જાય.

ત્યાર બાદ જલેબીને પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બધા બેટરની જલેબી તળીને તેને ચાસણીમાં ડુબાડ્યા બાદ તેને પ્લેટમાં કાઢી લો. તો આ રીતે ગરમા ગરમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી જલેબી તમે માત્ર 10 જ મિનીટમાં તૈયાર કરી શકો છો. મિત્રો તમને અમારી આ રેસેપી કેવી લાગી તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. તેમજ આ ઇન્સ્ટન્ટ જલેબી ઘરે એક વાર જરૂર ટ્રાય કરજો નાના મોટા દરેકને ભાવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment