અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍿 હવે બંધ કરો બજારમાંથી કુરકુરે ખરીદવાનું અને ઘરેજ બનાવો હેલ્થી મલ્ટી ગ્રેઇન કુરકુરે.. 🍿
🍿 મિત્રો તમને ખબરજ છે કે લગભગ બાળકો તેમજ યુવાનોના ફેવરીટ હોય છે ચટાકા પટાકા કુરકુરે.જ્યારે કાઈ સ્પાઈસી ખાવાનું મન થયું નથી કે કુરકુરે ખાવાનું ચાલુ કર્યું નથી.બાળકોની તો ખાસ જીદ હોય છે કુરકુરે ખાવાની.પરંતુ મિત્રો કુરકુરે માં અમૂક એવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેનું સેવન આપણા સ્વાથ્ય માટે હાનીકારક છે.મિત્રો હવે તે હાનીકારક કુરકુરે ખરીદવાનું છોડો અને ઘરેજ બનાવો મલ્ટી ગ્રેઇન કુરકુરે જે સ્વાદમાં તો તમને પસંદ આવશે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહેશે કારણ કે તે મલ્ટી ગ્રેઇન છે માટે.તો ક્યારેય પણ તમારા બાળકો કે ઘરના અન્ય કોઈ સભ્ય કુરકુરે ખરીદી આપવાની જીદ કરે તો તમે તેને ઘરે જ તેવા ટેસ્ટી અને ચટપટા કુરકુરે બનાવીને આપી શકો છો.તો ચાલો જાણીએ કે કઈ રીતે આપણે ઘરેજ બજાર કરતા હેલ્ધી ટેસ્ટી કુરકુરે બનાવી શકીએ.
👩🍳 મલ્ટી ગ્રેઇન કુરકુરે બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🥣 એક કપ ચોખા
🥄 બે ચમચી ચણાની દાળ
🥄 બે ચમચી વટાણાની દાળ
🥄 એક ચમચી બેકિંગ પાવડર
🥄 અડધી ચમચી કાળા મરીનો પાવડર
🥄 મીઠું સ્વાદ અનુસાર
🥄 ચાર ચમચી ડુંગળીની પેસ્ટ
🥄 બે ચમચી તેલ
🥄 એક ચમચી હળદર
🥄એક ચમચી ધાણા જીરૂ પાવડર
🥄એક ચમચી ટોમેટો પાવડર
🥄એક ચમચી ચાટ મસાલો
🥄 ત્રણ ચમચી મકાઈનો લોટ
🥛 પાણી જરૂરીયાત મૂજબ
🍳 તેલ તળવા માટે
👩🍳 મલ્ટી ગ્રેઇન કુરકુરે બનાવવાની રીત :- 👩🍳
🍿 સૌપ્રથમ ચોખા અને ચણાની તેમજ વટાણાની દાળ ત્રણેય અલગ અલગ વાટકામાં રાત્રે પાણીમાં પલાળી દો.આખી રાત તેને પલળવા દો.
🍿 હવે ત્રણેય નું પાણી સવારે કાઢી નાખો અને ત્રણેયને એક કૂકરમાં નાખી દો.તેમાં એક ચમચી હળદર ,એક ચમચી ધાણા જીરૂ પાવડર,એક ચમચી ચાટ મસાલો,એક ચમચી બેકિંગ પાવડર ,અડધી ચમચી કાળા મરીનો પાવડર,એક ચમચી ટોમેટો પાવડર,મીઠું સ્વાદ અનુસાર,ચાર ચમચી ડુંગળીની પેસ્ટ,બે ચમચી તેલ આ બધું ઉલોટ મેરી દો અને તેને બરાબર હલાવી લો.
🍿 હવે તેમાં જરૂરીયાત મૂજબ પાણી નાખી દો અને તેને બાફી લેવાનું ચે.
🍿 પાંચથી છ સીટી વાગે ત્યાં સુધી તેને બફાવા દેવાનું છે.
🍿 હવે તમારે કૂકર ખોલીને જોઈ લેવાનું છે કે બધું બરાબર બફાઈ ગયું છેને .બધું બરાબર બફાઈ ગયું હોય ત્યાર બાદ તેમાં ત્રણ ચમચી મકાઈ નો લોટ નાખી દો અને ધીમા તાપે ગેસ રાખો અને તે મિશ્રણને બરાબર હલાવતા જાઓ અને તેને ત્રણ થી ચાર મિનીટ આજ રીતે સતત હલાવતા હલાવતા પકાવો જેથી મકાઈનો લોટ બરાબર પાકી જાય કાચો નાં રહે.
🍿 હવે તમારે એક પ્લાસ્ટિક ની કોથળી લેવાની છે.પ્લાસ્ટીકની કોથળી એટલેકે કોઈ પણ ખાદ્યપદાર્થની કોથળી હોય જેની એક બાજુ જ ઓપન હોય બાકી ત્રણેય સાઈડથી પેક હોય તેવી.
🍿 તેમાં નીચેના એક ખૂણો થોડો કાપી લો.હવે તે કોથળીમાં થોડું મિશ્રણ ભરી દો.
🍿 અને કોથળીને બરાબર પકડીને જે રીતે મેહ્ન્દીનો કોન ચલાવીએ તેજ રીતે આપને કુરકુરે પાડી લેવાના છે જ્યાં થી આપને કોથળીને કાપી છે ત્યાંથી.(આ ઉપરાંત તમે આ કુરકુરે વેફર પાડવાના મસીન એટલે કે સંચાની મદદથી પણ બનાવી શકો છો.)
🍿 હવે બધાજ મિશ્રણના કુરકુરે પાડી દો.હવે બધા કુરકુરેને ત્રણથી ચાર દિવસ તડકામાં સૂકવવાના છે.
🍿 સૂકાય ગયા બાદ તેને તળવાના છે.તો તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં કુરકુરે તળી લો.
🍿 હવે તૈયાર છે તમારા કુરકુરે.
🍿 હવે આપને ઉપરથી તેના માટે ટોમેટો સીઝલીંગ મસાલો બનાવી તેની પર છાંટવાનો છે જેથી તેનો સ્વાદ ખૂબજ સરસ આવે.
🍿 મસાલો બનાવવા માટે એક વાટકામાં અડધી ચમચી લસણનો પાવડર ,એક ચમચી દળેલી ખાંડ ,એક ચમચી ટોમેટો પાવડર ,અડધી ચમચી લાલ મરચું પાવડર,એક ચપટી સાઈટ્રીક એસીડ(લીંબુના ફૂલનો પાવડર)ઉમેરો.(મિત્રો સાઈટ્રીક એસીડનો ઉપયોગ વધારે નાં કરવો )
🍿 ત્યાર બાદ તે બધી વસ્તુ બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો.
🍿 હવે તૈયાર છે આપનો ચટપટો મસાલો.તેને બનાવેલા કુરકુરે પર છાંટો અને મજા લો એકદમ ચટપટા મસાલેદાર મલ્ટી ગ્રેઇન કુરકુરેની.
🍿 તો મિત્રો આ રીતે સરળતાથી તમે ઘરે જ માત્ર દાળ અને ચોખામાંથી બનતા હેલ્ધી કુરકુરે બનાવી શકો છો અને તમારા બાળકોને આપી શકો છો.એકવાર કુરકુરે બનાવો ત્યારબાદ તેને એક ડબામાં ભરીને મૂકી દો અને જ્યારે મન થાય ચટપટુ ખાવાનું તો ખાઈ લો.આ રેસેપી એક વાર જરૂર ઘરે ટ્રાય કરજો તેમ જ અમને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેવી લાગી તમને અમારી રેસેપી.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ