બચેલા ભાતમાંથી બનાવો બાળકોની ફેવરીટ મીઠાઈ ગુલાબ જાંબુ….. સાવ આસાનીથી બની જશે.

0
2688
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 બચેલા ભાતમાંથી બનાવો ગુલાબ જાંબુ… 💁

મિત્રો સામાન્ય રીતે તો આપણા ઘરમાં ભાત વધ્યા હોય તો તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ મિત્રો તમે વધેલા ભાતનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવી તમારા ઘરના સભ્યો અથવા તો મહેમાનને આશ્ચર્યમાં મૂકી શકો છો. ખુબ જ સરળતાથી માવા વગર જ બચેલા ભાતનો ઉપયોગ કરીને તમે ગુલાબ જાંબુ કંઈ રીતે બનાવી શકો ચાલો જાણીએ તેની રીત. આ ગુલાબ જાંબુ તમે ખુબ જ ઓછી સામગ્રીમાં ઇઝીલી બનાવી શકો છો.Image Source :

👉 બચેલા ભાતમાંથી ગુલાબજાંબુ બનાવવા માટે જોઈતી સામગ્રીઓ :-

એક કપ બચેલા ભાત, એક કપ ખાંડ, એક કપ પાણી, એક ચમચી એલચી પાવડર, ચાર ચમચી મિલ્ક પાવડર એટલે કે દૂધનો પાવડર,  તળવા માટે તેલ.

👉 બચેલા ભાતમાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત:-

સૌપ્રથમ તમારે ભાતને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લેવાની છે. ભાતને પીસતી વખતે તેમાં કોઈ પાણી કે દૂધ નાખવાની જરૂર નથી એકલા ભાતને જ પીસવાના છે.


Image Source :

હવે તમારે તે પેસ્ટને એક વાટકામાં કાઢી લેવાની છે. ત્યારબાદ તેમાં તમારે એક ચમચી એલચી પાવડર ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરવાનો છે.

હવે તેમાં બે ચાર ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે. મિલ્ક પાવડર ઉમેર્યા બાદ તેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો. (મિત્રો અહીં તમે જો મિલ્ક પાવડરનો ઉપયોગ કરવા ન માંગતા હોય તો તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.)

હવે ત્યારબાદ તમારે તેમાં થોડું જરૂરીયાત મુજબ એકથી દોઢ ચમચી તેલ નાખી લેવાનું છે. હવે તેને મસળીને લોટ જેવું બાંધી લેવાનું છે.Image Source :

લોટ બાંધ્યા બાદ હવે તમારે તમારા હાથ પર થોડું તેલ લગાવી દેવાનું છે. ત્યારબાદ તમે બનાવેલ લોટ પરથી નાના નાના બોલ એટલે કે ગુલાબજાંબુ બનાવી લેવાના છે. બધા લોટમાંથી ગુલાબજાંબુ બની જાય ત્યારબાદ તેને ઢાંકીને મૂકી દો.

હવે આપણે ચાસણી બનાવવાની છે. તેના માટે એક વાસણમાં એક કપ ખાંડ અને એક કપ પાણી નાખી દો. તેને ગેસ પર મૂકો અને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય ત્યારબાદ એક થી બે મિનીટ સુધી તેને પકાવો. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારીને ઢાંકીને મૂકી દો.

હવે તમારે ગુલાબ જાંબુ તળવાના છે. તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો. તેલ ગરમ થયા બાદ ગુલાબ જાંબુ તેલમાં નાખી દો અને ધીમા તાપે ગુલાબજાંબુને તળવાના છે.

ગુલાબજાંબુને ત્યાં સુધી તળવાના છે કે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરના ન થઇ જાય.Image Source :

ગોલ્ડન બ્રાઉન થયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે તે તળેલા જાંબુને ચાસણીમાં નાખી દો.

અડધી કલાક સુધી જાંબુને ચાસણમાં રહેવા દો જેથી ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બની જશે. જાંબુને તમારે ઓછામાં ઓછ અડધા કલાક માટે ચાસણીમાં રાખવાના છે.

ત્યારબાદ તૈયાર છે તમારા વેસ્ટ બચેલા ભાતમાંથી બેસ્ટ બનાવેલા ગુલાબ જાંબુ. હવે તમે તેને પ્લેટમાં કાઢીને કોઈને પણ પીરસી શકો છો અને મજા લઇ શકો એકદમ સિમ્પલ રીતે બનતા ગુલાબજાંબુની.

તો મિત્રો હવે જ્યારે પણ ભાત બચે તો તેના પહેલા એકવાર આ સ્વાદિષ્ટ ગુલાબજાંબુ અવશ્ય ટ્રાય કરવા. એકવાર કરશો તો દરેક વખતે ભાત બચશે તો તમને આ ગુલાબજાંબુ અવશ્ય યાદ આવશે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google