રસોઈ બગડી..? ગભરાશો નહિ, આ નાની નાની ટીપ્સ અપનાવો… એક મીનીટમાં જ રસોઈ સ્વાદિષ્ટ બની જશે.

🍲 રસોઈની એવી નાની- નાની ટીપ્સ જે તમારી બગડેલી રસોઈ એક મીનીટમાં જ સુધારી દેશે. 🍲

💁 આજે આ લેખ દ્વારા અમે તમને રસોઈની એવી ટીપ્સ બતાવવા જઈ રહ્યા છીએ. કે જેના કારણે તમારી નાની નાની સમસ્યાઓ દુર થઇ જશે. ક્યારેક જાણકારી ન હોવાથી રસોઈની નાની નાની સમસ્યાઓ ઘણી મોટી લાગતી હોય છે. ઘણા લોકો ભાત રાંધતા હોય તો એવી ફરિયાદ આવતી હોય છે. 

1) કે ભાત છુટા છુટા નથી થયા. તો ત્યારે ભાત બનાવતી વખતે થોડોક લીંબુનો રસ અને એક ચમચી તેલ ઉમેરી દો. તેવું કરવાથી ભાત એકદમ છુટા બનશે.

2) 🐜 આપણે જોયું હશે કે, ખાંડના ડબ્બા પાસે કીડીઓ આવી જતી હોય છે. કીડીઓથી બચવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે લવિંગ. ખાંડના ડબ્બામાં ૪ થી ૬ લવિંગ રાખવા કીડીઓ નહિ આવે.

3) 🥛 દુધને ઉકળતા વાસણના તળિયા પર દૂધ ચોટી જતું હોય તો ત્યારે સૌથી પહેલા તપેલીમાં થોડું પાણી લાગવી  ત્યાર બાદ તેમાં દૂધ ઉકાળો તમારા પ્રશ્નનો હલ મળી જશે.

4) 🥟 જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ ત્યારે તેમાં પાણીની સાથે સાથે જો થોડુક દૂધ ઉમેરી બાંધવામાં આવે તો તેનાથી પરોઠા અને રોટલીનો સ્વાદ ખુબ જ લાજવાબ થઇ જાય છે.

5) અમુક લોકોને ખાટું દહીં ભાવતું નથી હોતું. દહીં જ્યારે ખાટું હોય અને જો ખાવા લાયક ના હોય તો તેને ખાતરની જેમ લીમડાના ઝાડમાં નાખી દો… તેવું કરવાથી લીમડાને એક ખાતર મળી જાય અને તેના પાંદડાના  સ્વાદ અને સુગંધમાં અદ્દભુત વધારો થશે.

6) 🎂 કેક બનાવતી વખતે મીક્ષ્યરમાં પીસેલ બદામનો  પાવડર ઉમેરવામાં આવે તો કેક ખુબ જ સારી અને નરમ બને છે. 7) 🍚 મહિનામાં એક વાર મીક્ષ્યરમાં થોડું મીઠું નાખી તેને ચલાવો. તેવું કરવાથી મીક્ષ્યરની બ્લેડ તેજ અને ધારદાર બનશે.

8) 🍲 રસોઈ બનાવતી વખતે લસણ ફોલવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. લસણને સરળતાથી ફોલવા માટે તેને થોડું ગરમ કરી પછી ફોલવું તો ઝડપથી ફોલાઈ જશે.

9) 🍋 ઘણી વખત એવું થતું હોય છે કે જેવા બહાર મળે તેવા કરકરા સમોસા ઘરે નથી બનતા. પરંતુ તમે જ્યારે સમોસાનો લોટ ટીપતા હોય ત્યારે તેમાં થોડા લીંબુના ટીપા ઉમેરી દો. તો સમોસા બહાર મળે તેવા જ કરકરા અને સ્વાદિષ્ટ બનશે.

10) 🥛 મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે. પરંતુ વધારે મીઠું પડી જાય તો રસોઈ બગડી જાય છે. જો ક્યારેય રસોઈમાં મીઠું વધારે પડી જાય તો ગભરાવું નહિ. તેમાં દુધની બે ચમચી ઉમેરો મીઠાનો વધારે પડતો સ્વાદ જતો રહેશે. તમે તે કાચું બટેકુ નાખીને પણ કરી શકો છો.

11) 🥒 ભીંડાને સમારતી વખતે તેમજ તેનું શાક બનાવતી વખતે જોયું હશે કે તે ચોંટી જતો હોય છે. તેનાથી બચવા તેમાં થોડા ટીપા લીંબુના રસના ઉમેરી દો. તેનાથી ભીંડો ચોંટશે પણ નહિ તેમજ સ્વાદિષ્ટ બનશે.

12) 🍑 ડુંગળીને સાંતડવામાં વધારે સમય લાગતો હોય છે. તેમ છતાં તે કરવું પડે કારણ કે, તેનાથી લગભગ બધા વ્યંજનોમાં સ્વાદ વધે છે. માટે ડુંગળીને ઝડપથી સાંતડવા માટે એક ચમચી બેકિંગ સોડા અથવા ખાંડ ઉમેરો તો તે ઝડપથી સંતડાય જશે.

13) 🍋ઘણી વાર લીંબુ કડક થઇ જવાથી તેનો રસ કાઢવો મુશ્કેલ થઇ જાય છે. તે લીંબુને ગરમ પાણીમાં થોડી વાર રાખો ત્યાર બાદ તેને કાપીને રસ કાઢીએ તો વધારે રસ નીકળે છે.

14) 🍜નુડલ્સ ઉકાળ્યા પછી તેમાં જો ઠંડુ પાણી નાખી દેવામાં આવે તો તે  અરસપરસ ચોંટતા નથી.  15) 🍛દાળ બનાવતી વખતે તેમાં એક ચપટી હળદર અને બદામનું તેલ થોડા ટીપા દાળ બનાવતા સમયે ઉમેરવામાં આવે તો દાળ ઝડપથી ચડી જાય છે તેમજ સ્વાદિષ્ટ પણ બને છે.

16) 🌶મરચા થોડા સમયમાં સુકાય જતા હોય છે. પરંતુ મરચાના ડીટીયા કાપી તેને ફ્રીઝમાં રાખી દેવામાં આવે તો તે ઝડપથી સુકાતા નથી. 17) 😱રસોઈ બનાવતી વખતે જો તમે દાઝી જાવ તો તે સ્થાન પર બરફ ઘસવો, બટેટા પીસીને લગાવવા તેમજ ઘી અથવા નાળીયેર તેલ લગાવવું.

18) 🍑ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવી જતા હોય છે. તેનાથી બચવા પહેલા ડુંગળીને ઠંડા પાણીમાં પલાળો ત્યાર બાદ સમાંરવાથી આવી સમસ્યા નથી થતી.

19) 🍝દહીં વડા બનાવતી વખતે દહીં વડાની દાળમાં બેકિંગ સોડા ઉમેરવાથી દહીવડા એકદમ મુલાયમ અને ફૂલેલા બનશે.  20) 🍲હંમેશા શાક બન્યા બાદ જ તેમાં ખટાશ ઉમેરવી.

💁મિત્રો રસોઈ પણ એક કળા જ કહેવાય છે, કે હૃદયનો રસ્તો પેટથી થઈને નીકળે છે. તો મિત્રો અપનાવો આ  આર્ટીકલમાં આપેલ રસોઈ ટીપ્સ દ્વારા તમારી રસોઈ કળા વિકસાવો. તમને આ લેખ ગમ્યો તો અમને કોમેન્ટમાં ” ONCE MORE ” લખી જણાવો તો હજુ આવો એક લેખ આપ માટે લઈને આવીએ.

💁સરળતાથી રસોઈમાં આવતી મુશ્કેલીઓ નિવારો. તેમજ આ લેખ ગમ્યો હોય તો અન્ય ગૃહિણીઓ સુધી જરૂર શેર કરો. તેનાથી અમને પણ મોટીવેશન મળશે આવા બીજા લેખ લખવા માટે..  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment