વિષ્ણુ ભગવાનનું મસ્તક શા માટે કપાયું ? જાણો એક રોચક કથા …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 વિષ્ણુ ભગવાનનું મસ્તક શા માટે કપાયું ? 🤴

🤴 હિંદુ ધર્મના આધાર ભૂત ગ્રંથો અનુસાર અને પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ પરમેશ્વરના ત્રણ મુખ્ય રૂપો માંથી એક માનવામાં આવે છે. પુરાણોમાં ત્રિમૂર્તિ ભગવાન વિષ્ણુને વિશ્વ પાલનહાર માનવામાં આવે છે. ત્રિમૂર્તિના બીજા બે રૂપ બ્રહ્મા અને ભગવાન શિવજીને માનવામાં આવે છે. બ્રહ્માને વિશ્વના સર્જનહાર માનવામાં આવે છે તો બીજી બાજુ ભગવાન શિવજીને સંહારક માનવામાં આવે છે.

Image Source :

🤴 પરંતુ શું તમે એ જાણો છો કે દેવતાઓની એક જ ભૂલથી ભગવાન વિષ્ણુનું મુખ કપાઈને ધડથી અલગ થઇ ગયું હતું. તો આજે આપણે તેના વિશે ખાસ માહિતી દ્વારા જાણીશું.

🤴 ઘણા સમય પહેલાની વાત છે કે એક દિવસ ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં શેષ પથારી પર આરામ કરી રહ્યા હતા અને દેવી લક્ષ્મી તેના પગ દબાવી રહ્યા હતા. થોડી વાર પછી ભગવાન વિષ્ણુએ આંખ ખોલી તો સામે બેઠેલી લક્ષ્મીને જોઇને હસવા લાગ્યા. ભગવાનની આ હરકત પર દેવી લક્ષ્મીને એવું લાગ્યું કે ભગવાન વિષ્ણુએ તેમની મજાક કરી. લક્ષ્મીને લાગ્યું કે ભગવાન વિષ્ણુએ તેની સુંદરતાનો ઉપહાસ કર્યો લક્ષ્મીજીએ ક્રોધમાં આવીને ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે “જે સુંદર ચહેરા પર તમને અભિમાન છે તે મસ્તક જ શરીરથી અલગ થઇ જશે.”

Image Source :

🤴 થોડાક દિવસો પછી એક યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુ ખુબ થાકી ગયા હતા અને થાકી જવાના કારણે ભગવાન વિષ્ણુને ઊંઘ આવી જાય છે. ઊંઘમાં વશીભૂત થઈને પોતાના ધનુષને ધરતી ઉપર સીધું ઉભું રાખ્યું અને તેના પર પોતાનું મસ્તકને ટેકવીને  સુઈ ગયા. થાકી ગયા હોવાથી ભગવાનને ખુબ જ સારી ઊંઘ આવી ગઈ અને તે દરમિયાન સ્વર્ગ લોકના સમસ્ત દેવગણોએ એક યજ્ઞનું આયોજન કર્યું.

🤴 બધા દેવ ગણને જ્ઞાન હતું તે પ્રમાણે ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ  યજ્ઞમાં દેવામાં આવતી આહુતિ ન સ્વીકારે ત્યાં સુધી કોઈ પણ યજ્ઞ પૂર્ણ નથી થતો. જ્યારે યજ્ઞ સમાપ્તિ તરફ વધી રહ્યો હતો ત્યારે યજ્ઞના પુરોહિતોએ દેવતાઓને આજ્ઞા કરી કે ભગવાન વિષ્ણુને નિંદ્રા માંથી ઉઠાડો નહિ તો આ યજ્ઞ પૂર્ણ નહિ થાય.

Image Source :

🤴 દેવતાઓએ જઈને ભગવાન વિષ્ણુને ઉઠાડવાની લાખ કોશિશ કરી પરંતુ તે નાકામ રહ્યા. પછી બધા દેવગણો નિષ્ફળ રહ્યા પછી તેણે ધનુષ્યની પ્રત્યંશા કાપી નાખી. જેના કારણે ભગવાન વિષ્ણુનું મસ્તક કપાઈ જાય છે. અચાનક જ થયેલી આ અઘટિત ઘટનાથી આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો. દેવતાઓએ આદિ શક્તિ પાસે ભગવાન વિષ્ણુને ફરીવાર જીવંત કરવાની પ્રાથના કરી અને ત્યાર પછી દેવી આદિ શક્તિએ દેવતાઓને ભગવાન વિષ્ણુના ધડ પર ઘોડાના મસ્તકને લગાડવાનું કહ્યું. દેવતાઓએ દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્માની મદદથી ભગવાન વિષ્ણુના ધડ પર ઘોડાનું  મસ્તક લગાવી દેવામાં આવ્યું.

Image Source :

🤴ઘોડાનું મુખ લગાવતા જ ભગવાન વિષ્ણુ જીવિત થયા અને આ નવા રૂપને હયગ્રીવ અવતારના નામે જાણવામાં આવ્યો. આ આખી ભગવાન વિષ્ણુની જ માયા હતી. કેમ કે તેના નવા અવતાર માટે એક નવી અને રોચક ઘટના હોય.

🤴 ખરેખર એક હયગ્રીવ નામનો રાક્ષસ હતો જેણે બ્રહ્માજી પાસેથી બધા જ વેદ છીનવી લીધા હતા. અને તેને એવું વરદાન હતું કે તેનું મૃત્યુ એના જ હાથે થશે જેનું મસ્તક ઘોડાનું અને અને શરીર મનુષ્ય હશે. હયગ્રીવ અવતાર લેવાનું ભગવાન વિષ્ણુનું મુખ્ય કારણ એ હતું કે તે રાક્ષસનો વધ કરીને બધા વેદો બ્રહ્માજીને પાછા સોંપી દે. જય શ્રી કૃષ્ણ 

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *