સફળ લોકો ગમે તેવા વિચાર કરીને સમય નથી બગડતા… આગળ વધવું હોય તો વિચારો સફળ બિઝનસ મેનની જેમ

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

🧠 જો તમે આ ૨ મેથડ થી વિચાર કરશો તો તમારો બીઝનેસ ખુબ આગળ વધી શકશે. 🧠 

💁 મિત્રો આજે આપણે આપણી વિચાર શક્તિ વિશે  જાણીશું. આપણા વિચારો કેવા હોવા જોઈએ, તેનાથી શું ફાયદો થાય, તેની કેટલી મુજબુતી છે તે બધું ખુબ જ મહત્વનું છે. એટલે આજે આપણે જાણીશું કે કોઈ પણ વિચાર હોય તેના માત્ર 2 જ આઈડિયાથી  ખુબ જ ફાયદો થશે. અને તમારા વિચારો ખુબ જ સ્માર્ટ બનશે.

 Image Source :

💴 આપણે વિચારીએ કે આપણા બેંક ખાતામાં 1 કરોડ રૂપિયા છે. અત્યારે તો લગભગ ઘણા લોકો પાસે હોય છે. પરંતુ તે 1 કરોડ રૂપિયામાંથી માત્ર આપણે 2 લાખ જ વાપરી શકીએ. તો તેનાથી આપણને ખરેખર બેંક પર ગુસ્સો આવે છે કેમ કે ખાતામાં 1 કરોડ રૂપિયા હોય અને આપણેને માત્ર 2 લાખ જ ફાળવવામાં આવે તો ખરેખર તકલીફ થાય જ છે. તો આ રીતે આપણી વિચારવાની શક્તિનો પણ આપણે માત્ર 2% જ ઉપયોગ કરીએ છીએ. અને બાકીના 98% પર કોઈ પણ વ્યક્તિ હોય તે મગજનો કોઈ પણ પ્રકારનો સારો ઉપયોગ જ નથી હોતો.

🧠 સારી વાત તો એ છે કે આપણા મગજમાં રહેલો ખજાનો અનલોક કરી શકાય  છે. આપણા મગજમાં 100 મિલિયન બ્રેન સેલ્સ હોય છે. અને એક સેલ્સની સાથે લગભગ 20 હજાર બીજા સેલ્સ જોડાયેલા હોય છે. બ્રેન એક્સપર્ટ ટોની બુજેનના મતે જો આપણે આપણા બધા જ  બ્રેન સેલ્સ જો યુઝ કરી શકીએ. તો આપણે દરેક યુનિવર્સમાંથી પણ આગળ નીકળી જઈએ છીએ. અને સૌથી વધારે આઈડિયા આપણે ક્રિએટ કરી શકીએ છીએ.

 Image Source :

🧠 આપણી પાસે ક્રિએટીવ ઓફ પાવરફૂલ આઈડિયા જનરેટ કરવા ખુબ જ ગજબનો પાવર છે. તે પાવરને અનલોક કરવા માટે માત્ર આપણે આપણી નજર બદલવી પડે છે. અને તે નજરને બદલવા માટે આપણે ખુલ્લા મગજ દ્વારા વિચારવું જોઈએ. તેનો મતલબ એવો કે એક પ્રકારના સ્પેશીયલ મગજથી વિચારવું જોઈએ. હવે આપણે આગળ બે મેથડ વિશે જાણીશું  અને આપણી વિચાર શક્તિ પર ખુબ જ અસર કરે છે.

🧠 તો આજે આપણે બે મેથડ જોઈશું જેનાથી આપણે સ્માર્ટ દેખાશું પણ ખરા અને અને આપણી વિચાર શક્તિ પણ ખુબ જ કામ આપશે.

 🕵 1] Flexible thinking : 🕵 (ફ્લેક્સીબલ થીંકીંગ)

🕵 આપણી દુનિયા ખુબ જ ગતિએ આગળ વધી રહી છે. માત્ર સાયન્સના ફિલ્ડમાં જ નહિ પરંતુ દરેક ક્ષેત્રમાં આપણી દુનિયા ખુબ જ આગળ વધી રહી છે. કીન્ડલ અને આઈપેડ ડિવાઈસીસ આવતા ઘણા બધા બુક પબ્લિશિંગ અને બુક રીટેઇલીંગના  ધંધા બંધ થઇ ગયા છે.

 Image Source :

💻 DTS આવ્યું એટલે કે કેબલ બહાર થઇ ગયું. એવું નથી કે ટેકનોલોજી જ બદલી રહી છે. વધારે જૂની વાત નથી આજથી ૩૦ થી ૩૫ વર્ષ પહેલા સિલાઈ કામનો ખુબ જ સારો એવો બિઝનેસ હતો. જે લોકો આ બિઝનેસ કરતા હતા તો તેને લોકો ખુબ જ સારો એવો બિઝનેસ ગણતા હતા. પરંતુ જેવું રેડીમેઈડ આવ્યા એટલે 90% સિલાઈ કામનો બિઝનેસ બંધ થઇ ગયો છે. 

👨‍⚕️ એટલા માટે આપણે આપણી વિચાર શક્તિને એક પ્રકારનો બદલાવ આપો અને ખુબ જ ગતિથી વધતી દુનિયા સાથે પોતાને શાર્પ રાખે છે. અને હંમેશા કંઈકને કંઈક આપણે શીખવું જોઈએ. નોબલ પ્રાઈઝ વિનર ઇકોનોમિકસ ગેરીબેકર્સના મતે અમેરિકામાં જે ટોપ ઓનર્સ છે તેમાંથી લગભગ 20% લોકોની સેલેરી દરેક વર્ષે લગભગ 11% ઇન્ક્રીમેન્ટ થાય છે.

👨‍💼 બાકીના 80% લોકો માત્ર ૩% ઇન્ક્રીમેન્ટ કરે છે. એવું કેમ થાય છે. ગેરીબેકર્સ બંનેમાં ખુબ જ તફાવત બતાવે છે. જે ટોપ 20% લોકો છે તે દરરોજ કંઈક નવું શીખતા હોય છે. અને બાકીના 80% લોકો હોય છે તે કંઈ પણ નથી શીખતા. તે લોકો પોતાની મેથડ પર જ ચાલે છે. તો આપણા ફ્રી સમયમાં આપણે આરામ કરીએ તે કંઈ ખરાબ નથી. પરંતુ તે ફ્રી સમયને આરામ કરવામાં જ કાઢી ન દેવો જોઈએ.

 Image Source :
📚 આપણા જીવનમાં બુકનું વાંચન અને તેમાંથી શીખવાનું પણ ખુબ જ લેવું જોઈએ. તેનાથી આપણા વિચારો શુદ્ધ રહે છે અને ફ્લેક્સીબલ રહે છે.

 2] 👩‍🍳 Creative thinking : 👩‍🍳 (ક્રિએટીવ થીંકીંગ)

👩‍🍳 જો આપણને ખાવાનું બનવતા આવડતું હોય અને પહેલા શીખતી વખતે જ્યારે ખાવાનું બનાવ્યું હોય ત્યારે કેટલું ખરાબ બન્યું હોય. પરંતુ જો કોઈ સારા એવા કુક હોય તો તે પોતાની ભૂલમાંથી નવું કંઈક શોધી કાઢે છે. વારંવાર મહેનત કરવાથી તે પોતાની કોશિશ કર્યા કરે છે અને પોતાની ફેવરીટ ડીશ બનાવી જ લેશે.

 Image Source :

👩‍🍳 ક્રિએટીવ થીંકીંગ પણ એવું જ હોય છે તેમાં સાહસ કરવું પડે છે, ભૂલ કરવી પડે છે. કેમ કે વારંવાર ભૂલ થાય તો તેમાંથી એક દિવસ સફળતા જરૂર મળે છે. અને તે બધી ભૂલોમાંથી એક અલગ ક્રિએટીવ રસ્તો શોધવો પડે છે. અને જો વિશ્વાસ હોય તો ક્રિએટીવ રસ્તો મળી જ રહે છે.

👩‍🍳 ખરેખર તો ક્રિએટીવ થીંકીંગ વાળા લોકો આ દુનિયા પર રાજ કરે છે. તે પોતાના ટાર્ગેટ પુરા કરવા માટે સતત તેજ, આસાન અને બેસ્ટ રસ્તાઓ શોધી લેતા હોય છે. તે લોકો જ રિસ્પોન્સીબલ હોય છે મોટા મોટા ટાર્ગેટ પુરા કરવા માટે. જેનાથી લગભગ પૂરી દુનિયાને ફાયદો થાય છે.

 Image Source :

👨‍✈️ તે લોકો કેનાઇ પ્રિન્સીપાલને અનુસરે છે. એટલે કે લગાતાર અને ક્યારેય પૂરું ન થાય. તેનો મતલબ કે મીકેનીકલ થીંકીંગ. મીકેનીકલ થીંકીંગનું મૂળ છે બીકમાં, ફેલ થવાનો ડર, ભૂલ કરવાનો ડર, સમય બગડવાનો ડર, સામાજિક ડર, એટલા માટે મીકેનીકલ થીંકર્સ મેથડમાં અટવાયેલા રહે છે. સામાન્ય રીતે તે લોકો ક્યારેય આગળ નથી વધતા. કેમ કે તે લોકો પોતાના કમ્ફર્ટેબલ જીવનમાંથી બહાર જ આવવા નથી માંગતા.

👨‍🍳 કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈને જાણી શકીએ છીએ કે એ એક મીકેનીકલ થીંકર્સ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા હોય છે. પહેલું  કે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં સૌથી પહેલા જુનું અને ખુબ જ ધૂળ વાળું મેનુ પડ્યું હશે. જેમાં ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ ફેરફાર નથી હોતો. અને ત્યાં મળતી વસ્તુ પણ એજ ટેસ્ટમાં રહ્યું હોય છે.  અને એટલા માટે જ ત્યાં વધારે ગ્રાહકો નથી આવતા. તેને મીકેનીકલ થીંકર્સ કહેવાય છે.

 Image Source :

👨‍🍳 બીજી બાજુ જે લોકો ક્રિએટીવ થીકર્સ થશે તે લોકો પોતાની કામની માટે તરત જ મહેનત કરવા લાગે છે. તે લોકો ખરેખર એક પ્રકારનો ટ્રેન્ડ સેટ કરે છે. અને તે લોકો હંમેશા કોમ્પીટીશનથી અલગ જ રહે છે.

👩‍🍳જો કોઈ રેસ્ટોરન્ટનો ક્રિએટીવ મેનેજર હોય તો ત્યાં કોઈકને કોઈ મેન્યુમાં નવી વાનગી ઉમેરે છે. પછી રેસ્ટોરન્ટની સાફસફાઈ પણ ખુબ જ રાખતો હોય તો તેનાથી ત્યાં કામ કરવા વાળા લોકોમાં પણ રસ વધે છે અને લોકો જમવા માટે પણ ત્યાં જવાનું વધારે પસંદ કરે છે.

ક્રિએટીવ થીંકીંગ માટે  ત્રણ આદત પાડો :

🎯 પોતાના ટાર્ગેટ નક્કી કરવા, અને પોતાના રસ્તો ગોતવા માટે હંમેશા તૈયાર રહો.

🤹‍♂️ કોઈ પણ કામ માત્ર એક જ કામ કરો અને પૂરે પૂરું ફોકસ તે કામ પર જ કરો.

📱 સૌથી મહત્વનું કે કામના સમયે પોતાનો મોબાઈલ દુર રાખો સોસિયલ મીડિયા પર સમય ન બગાડો અને પોતાના કામમાં કોન્સન્ટ્રેશન કરો.

📱 જો તમે આ બે મેથડને અપનાવશો તો હંમેશા તમારી પોતાની પર્સનાલીટી ખુબ જ પ્રભાવી બનશે. અને પોતાના મગજને ક્રિએટીવ રાખો તેનાથી આગળ ચોક્કસ વધી શકાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

1 thought on “સફળ લોકો ગમે તેવા વિચાર કરીને સમય નથી બગડતા… આગળ વધવું હોય તો વિચારો સફળ બિઝનસ મેનની જેમ”

Leave a Comment