બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

“સફળતા” આજના સમયમાં એવો શબ્દ છે કે લોકો સૌથી વધુ તેની પાછળ ભાગે છે. પણ સફળતા સુધી પહોચવું એ એક સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ રૂપે નેપોલિયન હિલ દ્વારા લખાયેલ “સફળતાનો માર્ગ” બુકમાં આપેલ સફળતાના ૧૫ પગલા તમારી સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ. સફળતાની દુનિયામાં નેપોલિયન હિલનું નામ પ્રખ્યાત છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે નેપોલિયન હિલનું  નામ નહિ સાંભળ્યું હોય.

નેપોલિયન હિલ કે જે અમેરિકાના દક્ષીણ-પશ્ચિમ વર્જીનીયાના એક ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એક લાકડાના નાનકડા કેબીનમાં જન્મેલા નેપોલિયન હિલના અત્યંત ગરીબ ચહેરા પરથી ગરીબીની ઝલક સાફ દેખાતી હતી. આવા વિસ્તારમાંથી આગળ આવનારા નેપોલિયન હિલદ્વારા લખાયેલ સફળતાના ૧૫ પગલા દરેકના જીવનમાં ઉતારી શકાય એવા છે.

ટૂંકમાં કહીએ તો આ ૧૫ પગલા ચોક્કસ રીતે વાંચ્યા પછી કોઈ તેને અમલમાં મુકે તો તેની સફળતા પાક્કી જ સમજો.      

પગલું – ૧ [ જીવનમાં એક ટાર્ગેટ બનાવો ]

જીવનમાં કોઈ પણ એક લક્ષ્ય કે ટાર્ગેટ બનાવો. ટાર્ગેટ બનાવશો તોજ તમને ખબર પડશે કે કઈ દિશા તરફ આગળ વધવું. નહિતર જીવન એક ટોળામાં ચાલતા ઘેટાં જેવું થઇ જશે. જીવનમાં કોઈ મોટો ટાર્ગેટ બનાવવો જ ફરજીયાત નથી, તમે નાના ટાર્ગેટ(૧ વર્ષનો, ૧ મહિનાનો, કે ૧ અઠવાડિયાનો) પણ બનાવી શકો છો. નાના-નાના ટાર્ગેટ પુરા કરશો તો મોટા ટાર્ગેટ પુરા કરવાનો આત્મવિશ્વાસ પણ આવશે.    

આજના યુવાધન પાસે કોઈ ચોક્કસ ટાર્ગેટ જ નથી હોતો, એજ આજના યુવાધનની સમસ્યા છે. આજ ૧૦૦% લાકોને પૂછવા જાઓ તો એમાંથી ૨૦% જ લાકો એવા હોય જે તટસ્થપણે તેનો ટાર્ગેટ બોલી શકતા હોય અને એમાંથી પણ ૧૦% જ કદાચ નીકળે કે જે પોતાની જીવનશૈલી નક્કી કરેલા ટાર્ગેટ મુજબ જીવતા હોય.

 

પગલું -૨ [આત્મવિશ્વાસ]

દરેક માનવીએ સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જોઈએ. પણ વર્તમાન સમયમાં આ ઉલટું છે અહીં દરેક વિદ્યાર્થી પણ પરીક્ષા પછી ભગવાનને વિનંતી કરતો હોય છે કે, હે ભગવાન પાસ કરાવજો. ગ્રેજુએટ થયેલો વિદ્યાર્થી પણ પ્રાથના કરતો હોય કે હે ઈશ્વર એક સારી જોબ અપાવી દો. આ પરિસ્થિતિ શું સૂચિત કરે છે? આત્મવિશ્વાસ નો પૂરેપૂરો અભાવ.

જ્યાં સુધી તમે પોતાનામાં આત્મવિશ્વાસ ન રાખો ત્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિઓ પણ તમારામાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ રાખી ના શકે. આદર, સંપત્તિ અને શક્તિ અકસ્માતે રળ્યા વગર તથા નિમંત્રણ વગર ક્યાય પણ મળી શકે છે જો તમને તમારા પોતાનામાં શ્રદ્ધા કે વિશ્વાસ હોય તો.

માણસની સમગ્ર શક્તિ તેની અંદર જ પડેલી છે. માણસને ફક્ત તે તરફ આત્મવિશ્વાસના ભાવથી જોવાની જરૂર છે. નેપોલિયન હિલ આત્મવિશ્વાસ વિષે કંઇક આવું લખે છે. ” કોઈ મહાન કાર્ય કરવા માટે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો. તમે તમારી જાત પર વિશ્વાસ રાખીને બીજાને તમારામાં વિશ્વાસ રાખવાની ફરજ પાડી શકો છો.” એમ આત્મવિશ્વાસ રાખો કે તમે જ દુનિયાની સૌથી મહત્વની વ્યક્તિ છો. તમારામાં જ અગાધ શક્તિ નો ધોધ વહે છે. તમારી અંદર એ બધા સુષુપ્ત બળો પડેલા છે જે તમને તમારી સફળતાની તથા

આત્મવિશ્વાસ ના કેટલાક ઉદાહરણો.

  •  ગાંધીજી છેક સુધી સત્ય અને અહિંસાના માર્ગે ચાલ્યા કેમકે તે પોતાનામાં વિશ્વાસ રાખતા.
  •  ધીરુભાઈ અંબાણી એક પેટ્રોલપંપ પર નોકરી કરતા આજ રિલાયન્સના સ્થાપક છે.
  •  અબ્રાહમ લિંકને લાકડા ની ઝુપડીમાંથી જીવવાનું શરુ કરેલું અને વ્હાઈટ હાઉસે જઈ ને અટક્યા.
  •  હેન્રી ફોર્ડ એક ગરીબ ખેડૂતના પુત્ર તરીકે જનમ્ય હતા. આજે ફોર્ડ મોટર્સના સ્થાપક છે.

હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે તમે શું ઈચ્છો છો? તે તમે કેમ નક્કી નથી કરતા, અને પછી નીકળી પડીને તેને લઇ કેમ નથી લેતા.   – નેપોલિયન હિલ.

પગલું -૩ [આત્મનિર્ભરતા]

આત્મનિર્ભરતા એટલે પોતાના પર નિર્ભર રહેવું…. એટલે કે, કોઈ વસ્તુ તમારી જવાબદારી હોય કે તમારે કોઈ કામ કરવાનું છે. તે જવાબદારી કે કામ તમને કોઈ કરવાનું કહે તે પહેલા જ કરી લેવું એને આત્મનિર્ભરતા કહેવાય છે.

આજની યુવાપેઢી પોતે આત્મનિર્ભરતાની વાતમાં ખાસ્સી એવી પાછળ છે. વાત-વાતમાં વડીલો તરફથી કહેવામાં આવે છે કે, તમારા કપડા શોધી નાખો, પુસ્તકો વ્યવસ્થીત કરી નાખો, સમયસર જમવા બેસો વગેરે.. કોઈ સામાન્ય માનસ જ્યાં સુધી પોતાનામાં આત્મવિશ્વાસ અને પોતાના કામ પ્રત્યે આત્મનિર્ભર ના રહે ત્યાં સુધી સફળતાની આશા રાખવી ઠગારી છે.

સફળતાના માર્ગે કલ્પના એક અગત્યનું પગલું છે કલ્પના નો ઉપયોગ દરેક મનુષ્યએ કરવો જ જોઇએ કલ્પના વડે જ દરેક મનુષ્ય એ જોઈતી ઇચ્છાઓ પૂર્ણ કરી શકે જો કલ્પના આવે જ નહિ તો …. ના  આવું ન બની શકે…. તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કલ્પના શોધો તમને વિચાર આવશે જ અને યોગ્ય આવે , કંઈક નવો રસ્તો દેખાય એ જ કલ્પના ની શક્તિ છે. કલ્પનાને માત્ર તમારા જીવનની એક સામાન્ય ઈચ્છા ન બનાવી રાખો પરંતુ તેને એક મહાન પ્રક્રિયાના રૂપમાં અમલમાં લાવો. આવી મહાન પ્રક્રિયા કે જે પૂરી કરવા જ તમારું અસ્તિત્વ ઘડાયું હોય આવી ઈચ્છા રાખો.

આવું “ THE SECRET BOOK “ માં કહેવાયું છે કે જયારે તમે કોઈ વસ્તુ તરફ એકાગ્ર થઈ તેની માંગણી આંતરિકમન અને બાહ્ય મન ને કરો છો . ત્યારે સમગ્ર બ્રહ્માંડ તે વસ્તુ ને તમારા તરફ ખેંચે છે. એટલા માટે જ સફળતા એ ખુબ જ જીવન મહત્વનું એવું પાસું ગણાય છે      

પગલું – 4 [ઉત્સાહ]

નેપોલિયન હિલ ઉત્સાહ ને પણ એક અગત્યનું  પરિબળ ગણે છે.

ઉત્સાહ તમારા કામને એક હવામાં ઉડતા પીંછા ની જેમ જ હળવું બનાવી દેછે. અને થાક, હતાશા કે આળસ ને દુર ભગાડી દે છે.

તમારા કામ પ્રત્યે અણગમો રાખશો તો તે તમારા પર ભારે થઈ પડશે , પણ જો તમારા કામમાં ઉત્સાહ બતાવશો તો તમે તેના નિપુણ બની જશો. તમારું કામ જે હોય તે સરકારી નોકરી, પ્રાઈવેટ નોકરી, નાની દુકાન,મોટી કંપની કે પછી એક ચાની લારી જ કેમ ન હોય .

જો તમે તમારા કામમાં યોગ્ય સમય , મહેનત સાથે ઉત્સાહને રેડી દયો તો  તમારું કામ તમારા માટે એક ગમતી વિડીયો ગમે બની જશે . ઉદાહરણ તરીકે તો ઘણા દાખલા લઇ શકાય પણ આપણે સામાન્ય વ્યક્તિ ઓનીજ વાત કરીએ તો, આપણા  ગુજરાતમાં ઘણાજ ચા-વાળા, ભજીયા વાળા, નાના પાનના ગલ્લા વાળા પણ એક સારી નોકરી કરતા વ્યક્તિઓ કરતા વધુ આવક ધરાવે છે અને ગાડી, સારું ઘર અને સમાજમાં વ્યવસ્થિત જીવન પસાર કરે છે…

વાત એમની સફળતાની નથી પણ જ્યાંથી તેમને  શરૂઆત કરી ત્યાંથી લઈને સફળ થયા ત્યાં સુધીની સફરના  ઉત્સાહી ની છે.

આ ઉત્સાહ સવારે વહેલા જાગવાનો હોઈ શકે, ગ્રાહકને સૌથી સારી સેવાકે વસ્તુ આપવાનો હોઈ શકે, પોતાને હરીફો કરતા આગળ નીકળવું એવો થોડો અભિમાનનો પણ હોઈ શકે.

જીવનમાં કોઈ પણ ક્ષેત્ર હોય જો તેમાં નિપુણ બનવું હોય તો તેમાં ઉત્સાહ પણ એટલોજ જરૂરી છે કે જેટલા જરૂરી આત્મા વિશ્વાસ અને લક્ષ્ય છે.

 

પગલું – 5 [ક્રિયા ]

અહી ક્રિયા એટલે કાર્ય કોઈ એવું કાર્ય કે જે સતત પણે થતું હોય, અનંત જુસ્સાથી અને તનતોડ મહેનત દ્વારા થયેલ કાર્ય ને અહી ક્રિયા રૂપમાં લીધું છે. બધીજ મહાન વસ્તુ ઓ સહેલાઇ થી પૂરી થઈ જાય છે- જે ગણાય છે તે છે તૈયારી ના વર્ષો , કલાકો અને ક્ષણો . થોમસ આલ્વા એડીસને અગ્નિ થી પ્રકાશિત પ્રકાશ નું મુલ્ય સાબિત કરવામાં ૨૦ મિનીટ લીધી પણ તેણે શ્રેષ્ઠ ફિલામેન્ટ ની  શોધમાં આખો જીવન કાલ વિતાવ્યો હતો.

સફળતાનો માર્ગ તો સંઘર્ષ નો માર્ગ આ સંઘર્ષ જયારે નાના નાના હોય તે વખતે તેને સંપૂર્ણ ધ્યાનથી પુરા કરો. જયારે સફળતાની ક્ષણ આવશે ત્યારે તમે તૈયાર હશો. અને ત્યારે તમને આ સંઘર્ષનો અને સફળતાનો સંગમ નો અમૂલ્ય વરસો મળશે .

જીવનના સંપૂર્ણ રસ્તામાં તમને અઢળક અવરોધો મળશે – વારંવાર નિષ્ફળતા તમને ઝલક બતાવવાની કોશિશ કરશે પરંતુ એ વાત યાદ રાખો કે તમે જે પણ અવરોધને પસાર કરો છો અને તેમાંથી બહાર આવો છો તે તમારી કરેલ અસંખ્ય ક્રિયા ઓનું પરિણામ છે. કરેલી ક્રિયા નું ત્યારે સાચું મહત્વ આપણને સમજાય છે.

પગલું – 6 [ સ્વનિયંત્રણ ]

આ નિશાની દ્વારા નેપોલિયન હિલ કહે છે કે, માણસનું પોતાના પરનું નિયંત્રણ જ સર્વ યોજના ને પાર ઉતારે છે. એક સફળ માણસ તેના જીવન માં ૧૦ વર્ષ માં સફળ થયો હોય કે ૫૦ વર્ષમાં સફળ થયો હોય, પણ તે ચોક્કસ સ્વનિયંત્રણ ના ગુણના પાયા પરજ સફળ થયો હશે. તો સમજવાનું તે છે કે કોઈપણ માણસ  સ્વનિયંત્રણ લાવી કઈ રીતે શકે? અત્યારના આધુનિક યુગમાં સ્વનિયંત્રણ રાખી શકે તેવો મનુષ્ય ભાગ્યેજ જોવા મળે.

આજના સમયમાં કોઈ માણસ જંકફૂડ કે ફાસ્ટ ફૂડ ન ખાવા માટેનો  રસ્તો પસંદ કરે છે પણ સ્વનિયંત્રણ ના અભાવે તે રસ્તા પરથી ઉતરી જાય છે .

સ્વનિયંત્રણ સફળતા માટે પણ જરૂરી છે, કારણ કે સફળતા મળ્યા પહેલા ક્યારેક નિષ્ફળતા પણ મળતી હોય તે નિષ્ફળતાને પચાવવા માટે સવ્નીયંત્રણ ખુબજ જરૂરી છે.

નેપોલિયન હિલ કહે છે કે ઘોડા ને જેમ  ચાલ માટે તાલીમ આપવામાં આવે છે તેમ એક સામાન્ય માણસને પણ સ્વનિયંત્રણ માટે મન અને તન ને ચાલ શીખવવી પડે છે.

વધુમાં કહે છે કે , હું મારા કઠોર પરિશ્રમ અને મારા શ્રેષ્ઠ નિર્ણયની કવાયત કાર્ય વગર તથા ખાસ આયોજન કાર્ય વગર ક્યારે ય કઈ જીત્યો નથી. સ્વનિયંત્રણ સફળતા અને સફળ જીવન માટે અનિવાર્ય છે.

આગળના પગલા ભાગ – ૨ વાંચવા માટે અહી ક્લિક કરો -> success-formula-by-napoleon-hill-part-2

લેખ વાચવા માટે ધન્યવાદ. facebook.com/gujaratdayro

9 thoughts on “બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ”

  1. સરસ માહિતી આપી છે, આવા અને બીજા ટોપિક પર લેખો લખી ને શેર કરતા રહો સર.

    Reply

Leave a Comment