શહીદીના ૫૦ વર્ષ બાદ પણ આ ભારતીય જવાનની આત્મા કરે છે બોર્ડર પર રખેવાળી | આજે પણ તેની ઓફીસમાં રહે છે તેની આત્મા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ દેશ પ્રેમી અને વિર સૈનિક કરે છે ભારત માતાની સેવાન મૃત્યુ બાદ પણ….આજે પણ તેની ઓફીસમાં રહે છે તેની આત્મા….. જાણો તેના વિશે રહસ્યમય વાતો….

મિત્રો તમે વિર સૈનિકોની એવી ઘણી બધી ગાથાઓ સાંભળી હશે જેમાં તે સૈનિકોએ પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશની રક્ષા કરી હોય અને ભારત માતા માટે પોતાનો જીવ આપીને ફના થઇ ગયા હોય. મિત્રો પુલવામા અટેકમાં આવા ઘણા સૈનિકો શહીદ થઇ ગયા. તો આ વાત પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે અત્યાર સુધી ભારત દેશ માટે શહીદ થનાર સૈનિકોની સંખ્યા સામાન્ય નથી રહી. અસંખ્ય વિર જવાનો શહીદ થઇ ગયા છે.

પરંતુ મિત્રો શું કોઈ સૈનિક મૃત્યુ પછી પણ પોતાની ફરજ બજાવી શકે છે ? શું મૃત્યુ બાદ પણ કોઈ સૈનિક દેશની સીમાની રક્ષા કરી શકે છે ? તમને આ સવાલો થોડા અજીબ લાગશે. તમને એવું થશે કે આ વાત શક્ય જ નથી. પરંતુ મિત્રો સિક્કીમના લોકો અને ત્યાંના સૈનિકોને આ વાત પૂછશો તો તે જણાવશે કે આ વાત બિલકુલ સત્ય છે.

એક ભારતીય સૈનિક મૃત્યુ બાદ પણ ભારત માતાની રક્ષાની જવાબદારી સંભાળે છે. એટલું જ નહિ મિત્રો તે સૈનિક પોતાની ફરજ મૃત્યુ બાદ પણ પૂરી નિષ્ઠા પૂર્વક નિભાવે છે અને નિયમ અનુસાર તેમનું પ્રમોશન પણ થાય છે. આ વાત વાસ્તવિક પરંતુ અવિશ્વસનીય વિરગાથા છે બાબા હરભજનસિંહની. જેને જાણવા માટે પુરેપુરો લેખ અવશ્ય વાંચો.

30 ઓગસ્ટ 1946 માં બાબા હરભજનસિંહનો જન્મ થયો હતો. હરભજનસિંહ 9 ફેબ્રુઆરી 1966 ના રોજ ભારતીય સેનાના પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે જોડાયા હતા. પરંતુ માત્ર બે વર્ષની નોકરી કર્યા બાદ સિક્કીમમાં થયેલ એક દુર્ઘટનામાં વર્ષ 1968 માં શહીદ થયા હતા. ત્રણ દિવસ સુધી તપાસ કર્યા બાદ પણ તેમનુ પાર્થિવ શરીર ન મળ્યું ત્યારે તે પોતાના મિત્રના સપનામાં આવીને પોતાના મૃતદેહની જગ્યા જણાવી.

સવારે જ્યારે સૈનિકોની એક ટીમ તેમનું પાર્થિવ શરીર શોધવા નીકળી ત્યારે હરભજનસિંહનું શબ ત્યાંથી જ મળી આવ્યું જે જગ્યા વિશે તેમણે સપનામાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે તેના મિત્રને સપનામાં પોતાની અંતિમ ઈચ્છા પણ જણાવી હતી કે તેમને સમાધિ આપવામાં આવે અને મૃત્યુ બાદ તેમની આત્મા દેશની રક્ષા કરશે.

તેમના માનમાં ત્યાં સમાધિ પણ બનાવવામાં આવી. પરંતુ લોકોની આસ્થા વધતા ભારતીય સેનાએ તેમની સમાધિને નવ કિલોમોટર નીચે બનાવી દીધી. જે આજે બાબા હરભજનસિંહ મંદિરના નામે ઓળખાય છે. જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. કહેવાય છે કે બાબા હરભજનસિંહ મૃત્યુ બાદ પણ નાથુલાની આસપાસ ચીન સેનાની ગતિ વિધિઓની જાણકારી પોતાના મિત્રોને સપનામાં આપે છે. જે હંમેશા સાચી જ પડી છે.

આ જ તથ્યોના આધારે મૃત્યુ બાદ પણ તેમને ભારતીય સેનામાં સ્થાન આપવામાં આવ્યું. તેમના મૃત્યુના આજે 50 વર્ષ થઇ ગયા છે તેમ છતાં પણ બાબા હરભજનસિંહની આત્મા ભારતીય સેનામાં પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. બાબાના મંદિરમાં બાબાના બુટ અને અન્ય સમાન રાખેલો છે. ભારતીય સેનાના જવાનો બાબાના મંદિરની ચોકીદારી કરે છે.

નિયમિત તેમના બુટ પોલીશ કરે છે,તેમની વર્દી સાફ કરે છે તેમજ તેમની પથારી પણ કરે છે. ત્યાંના સૈનિકોનું કહેવું છે સાફ થયેલા બુટમાં બીજા દિવસે કીચડ લાગી જાય છે તેમજ પથારી પણ વિખાયેલી હોય છે. જે એ વાતની સાબિતી આપે છે કે બાબા રાત્રે એક સૈનિક તરીકે પોતાનું કર્તવ્ય નિભાવે છે અને દેશની રક્ષા કરે છે. આ વાત માત્ર ભારતીય સૈનિકો જ નહિ પરંતુ ચીની સૈનિકો પણ માને છે. તેમણે પણ બાબા હરભજનસિંહના ચમત્કારોને જોયેલા છે.

સૌથી જબરદસ્ત વાત તો એ છે કે બાબા રજાઓ પર પણ જતા. રજા માટે બે મહિના સુધી તેમનો સામાન ટ્રેઈન મારફતે ઘરે પહોંચાડવામાં આવતો અને સાથે વર્ષનો પગાર પણ ઘરે મોકલવામાં આવતો. એટલું જ નહિ મિત્રો તેમના નામે ટ્રેઈનમાં એક ટીકીટ પણ બુક કરાવવામાં આવતી અને તે જ રીતે રજા પૂર્ણ થયા બાદ તેમનો સામાન ફરી સમાધી પર લાવવામાં આવતો. હજુ બાબાના મંદિરમાં ક્કોઈ રજા લીધા વગર અંદર પ્રવેશે તો તરત જ થપાટ ગાલ પર પડે છે.

પરંતુ થોડા વર્ષો પહેલા બાબા હરભજનને નિવૃત્તિ આપવામાં આવી અને ત્યાર બાદ તે પ્રથાને સમાપ્ત કરવામમાં આવી. આ પ્રકારની વાતો અને આસ્થાને ભલે અમુક લોકો અંધવિશ્વાસ સમજે પરંતુ ભારતીય સૈનિકોનું કહેવું છે કે તે જગ્યા પર તેમને અલગ જ શક્તિની અનુભૂતિ થાય છે. હજુ બાબા ત્યાં જ છે અને સેવા પણ બજાવી રહ્યા છે. ખાલી શરીર જ સાથ છોડે છે બાકી મન અને દિલથી ભારતીય સૈનિકો શહીદી બાદ આજે પણ ભારત માતાની રક્ષા માટે તૈયાર  છે , આવી વસ્તુ ખાલી ભારત ભૂમિ પર જ શક્ય બને ભાઈ…  તો આવા વિર સૈનિક માટે કોમેન્ટ કરો… જય હિન્દ…..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment