એક ગરબી બાપ દીકરીએ બચાવ્યા 2000 લોકોના જીવ | આ ક્રિકેટરે ગણાવ્યા પિતા-પુત્રીને દેશના અસલી હીરો | શેર કરજો .

એક ગરબી બાપ દીકરીએ બચાવ્યા 2000 લોકોના જીવ….. જાણો તેની સત્ય ઘટના….

આજે અમે માનવતાનું એક ખુબ જ સરસ ઉદાહરણ લઈને આવ્યા છીએ. જેમાંથી દરેક વ્યક્તિએ શીખ લેવી જોઈએ કે સાચા અર્થમાં મહાનતા શું કહેવાય. આજે અમે એક ગરીબ પિતા અને તેની દીકરીની સત્ય ઘટના જણાવશું. જેની માનવતાએ બચાવ્યો 2000 લોકોનો જીવ. પોતાના જીવની પરવાહ બાજુ પર મુકીને બચાવ્યો 2000 લોકોનો જીવ. જે માનવતાની અદ્દભુત મિસાલ માંથી એક ગણી શકાય.
 

img source

મિત્રો આજકાલ તમે સમાચાર પત્રો વાંચો તો તે વાંચીને એવું લાગે દુનિયામાંથી હવે માણસાઈ લુપ્ત થતી જાય છે. પરંતુ આજનો અમારો આ લેખ વાંચીને તમને લાગશે કે હજુ પણ આપણા દેશમાં એવા લોકો છે જે માનવતા ખાતર કંઈ પણ કરી શકે છે. ત્રિપુરાના અગરતલ્લાના એક ગરીબ પિતા પુત્રીએ પોતાનો જીવ જોખમમાં મુકીને એક મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આ વાત જાણ્યા બાદ રાજનેતાઓ, ક્રિકેટરો પણ આ પિતા પુત્રીનો ફોટો શેર કરીને તેમને અસલી હીરો જણાવ્યા હતા. તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના કંઈ રીતે બની.

img source

ત્રિપુરાના અગરતલ્લામાં રહેતા સ્વપ્ન દેવ શર્મા લાકડા કાપીને ગુજરાન ચલાવતો અને ગરીબીમાં પોતાનું જીવન પસાર કરતો હતો. તેને એક સોમતી નામની પુત્રી પણ હતી. પરંતુ સોમતીની માતા નાનપણમાં જ મૃત્યુ પામી હતી. ત્યાર બાદ સ્વપ્નદેવ શર્મા માટે દીકરી સોમતી જ તેની દુનિયા હતી. તેથી સ્વપ્ન દેવ જ્યારે જંગલમાં લાકડા કાપવા જતા ત્યારે સોમતીને પણ પોતાની સાથે લઇ જતા હતા. લાકડા કાંપીને લાવે વહેંચે અને તેમાંથી મળતા પૈસામાં બંને બાપ દીકરી ગરીબીમાં પોતાનું જીવન પસાર કરતા હતા.

પરંતુ 15 જુન ના રોજ પિતા પુત્રી બંને લાકડા કાપવા ગયા ત્યારે એક વિચિત્ર ઘટના બની. પિતા જ્યારે લાકડા કાપી રહ્યા હતા ત્યારે પુત્રી રેલ્વેના પાટા પર રમતી હતી અને કાન લગાવીને ટ્રેન આવે છે કે નહિ તેનો અવાજ સાંભળી રહી હતી. ત્યારે પિતાની નજર પુત્રી પર પડી તો તેણે દીકરીને ત્યાંથી ખસવાનો ઈશારો કર્યો. પરંતુ તેમ છતાં દીકરી ત્યાં રમતી રહી. એવામાં દીકરીનો પગ રેલ્વેના પાટા પર તિરાડ પડી હતી તેમાં ફસાય ગયો.

img source

ભૂ:સ્ખલનના કારણે રેલ્વેના પાટમાં તિરાડ પડી ગઈ હતી. દીકરીનો પગ ફસાતા તેણે ચીસ પાડી એટલે પિતા તરત જ દીકરી પાસે ગયા અને તેનો પગ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ ત્યારે જ ટ્રેન આવી રહી છે તેનો આભાસ થયો. ત્યાર બાદ ઝડપથી પિતાએ દીકરીનો પગ કાઢ્યો અને તેને પાટાથી દુર કરી ત્યાર બાદ તેણે વિચાર્યું કે જો આ તિરાડ પર ટ્રેન આવશે તો ખુબ જ મોટી દુર્ઘટના બનશે. જેમાં ઘણા લોકોનો જીવ જશે. તમને જણાવી દઈએ કે તે ટ્રેનમાં આશરે 2000 લોકો સફર કરી રહ્યા હતા.

તેથી તે 2000 લોકોનો જીવ બચાવવા સ્વપ્નદેવે પોતાનો શર્ટ લહેરાવ્યો. પરંતુ ટ્રેનનો ડ્રાઈવર તે ઈશારો સમજી ન શક્યો. ત્યારે સ્વપ્નદેવના મનમાં એક જ સવાલ હતો કે આ ટ્રેન દુર્ઘટના થશે લોકોનો જીવ જશે તેથી તે પોતાના જીવની પરવાહ કર્યા વગર ટ્રેનની સામે દોડતો ગયો અને શર્ટ લહેરાવતો ગયો. ત્યાર બાદ ડ્રાઈવરને દેખાયું ત્યારે લાગ્યું કે આગળ કંઈક સમસ્યા છે તેથી તેણે આખરે ઈમરજન્સી બ્રેક લગાવી.

img source

બ્રેક લગાવતા જ સ્વપ્નદેવને શંતિ થઇ કે લોકોનો જીવ બચ્યો. ત્યાર બાદ તેણે ટ્રેન ડ્રાઈવરને જણાવ્યું કે આગળ રેલ્વેના પાટા પર તિરાડો પડી ગઈ છે જેના કારણે અકસ્માત થઇ શકે છે. તેથી તેણે ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો સ્વપ્નદેવની બહાદુરી અને માનવતા ખરેખર પ્રશંસનીય છે. તેની બહાદુરીને સલામ કરતા 21 જુનના રોજ ત્રિપુરા સરકારે પિતા પુત્રીને બંનેને સમ્માનિત કર્યા હતા. એટલું જ નહિ ત્રિપુરાના સ્વાસ્થ્ય મંત્રી સુદીપ રોયે બંનેને પોતાના ઘરે બોલાવીને નાસ્તો પણ કરાવ્યો હતો.

ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ પિતા પુત્રીની ફોટો શેર કરીને તેમને અસલી હીરો ગણાવ્યા હતા. અભિનેતાઓએ પણ માનવતા જ મહાન જેવા સ્લોગન સાથે ફોટો શેર કર્યો. મિત્રો આ ઘટના ખરેખર માનવતા માટેનો એક ખુબ જ સરસ સંદેશ છે.

img source

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment