બધી જ વસ્તુઓ હોવા છતાં તમે નિરાશ છો? અને તમને એમ લાગે છે કે કઈ ઘટે છે? વાંચી લેજો આ લેખ.

બધી જ વસ્તુઓ હોવા છતાં તમે નિરાશ છો? અને તમને એમ લાગે છે કે કઈ ઘટે છે? વાંચી લેજો આ લેખ.

મિત્રો એવું કહેવાય છે કે નિરાશા તમારી સાથે હોય તો સફળતા મેળવવી ખુબ જ મુશ્કેલ છે. પરંતુ મિત્રો આ દુનિયામાં દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ હોય જ છે. એટલા માટે આપણે એ પ્રશ્ન પણ થયા કે નિરાશા માંથી નીકળવાનો પણ કોઈક રસ્તો હોય જ. તો મિત્રો આજે અમે તમને એવા જ રસ્તાઓ જણાવશું આ લેખમાં જેનાથી તમે તમારી નિરાશા માંથી બહાર નીકળી જશો. ઘણી વાર લોકો સાથે એવું બનતું હોય છે કે ઉત્સાહ સાથે આપણે કોઈ કામને અંજામ આપવા જતા હોઈએ ત્યાં જ આપણે એવું કરવામાં વિફળ થઇ જઈએ અથવા એવા હાલાતનો સામનો કરવો પડે કે જેના માટે આપણે તૈયાર જ ન હોઈએ. પરંતુ એક સારું જીવન જીવવા માટે એ ખુબ જ જરૂરી છે કે  નિરાશા તમારી સાથે બોવ લાંબા સમય સુધી જોડાય ન રહે. એટલા માટે જ નિરાશાના આ અહેસાસને ખુદથી દુર કરવો ખુબ જ આવશ્યક છે. તો ચાલો જાણીએ નિરાશામાંથી બહાર નીકળવાના એ તરીકાઓ વિશે. જે તમને એક દિવસ સફળતા પણ અવશ્ય અપાવે છે

પોઝીટીવ માહોલમાં રહેવું. આ વાત આપણને ઘણી વાર મહત્વ પૂર્ણ ન પણ લાગતી હોય પરંતુ વાસ્તવિકતા તો એવી જ હોય છે કે જેવો તમારો માહોલ તેવો જ તમારો સ્વભાવ. જો તમે નિરાશાથી ખુદને દુર રાખવા ઈચ્છો છો તો તમારી ચારેય બાજુ આશા, ઉમ્મીદ, પોઝીટીવ ઉર્જા અને પ્રેરણા હોવી જોઈએ. જો એવું ન હોય તો તમે તમારો માહોલ બદલો. સકારાત્મક ઉર્જાથી ભરેલો માહોલ જ તમને મુસ્કાન આપી શકે છે. બીજું છે પોતાના દિલનું સાંભળો. એવું બની શકે કે તમને આજ સુધી જે કામ કહેવામાં આવ્યું હોય અને તમે એ કામ ઓઉરું પણ કર્યું હોય. ભલે તે કામમાં તમને રૂચી ન હોય છતાં કહેવામાં આવેલા કામને કરી નાખ્યું હોય. પરંતુ તેવા કામમાં ખુશી મહેસુસ ન થાય અને સંતોષ પણ ન થતો હોય. જો તમારી સાથે આવું બન્યું હોય તો તમે અવશ્ય નિરાશાવાદી છવો અથવા નિરાશાની જાળમાં ફસાય ગયા છવો. પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે તમારે એ કામ કરવાનું છે જે તમને ખુબ જ પસંદ હોય. જે તમને સમજમાં આવતા હોય. અને જેને કરવાથી તમને ખુશી મળતી હોય. એવું બની શકે કે તમને શરૂઆતમાં થોડી મુશ્કેલી અનુભવાય. પરંતુ દિલના કહેવાથી કરવામાં આવેલા કામનું પરિણામ ખુબ જ સારું જ આવતું હોય છે. ત્રીજું છે જો બીત ગઈ સો બાત ગઈ. મિત્રો આ કહેવત તો તમે સાંભળી જ હશે.અને કેટલા આસાન શબ્દોમાં કહ્યું છે કે બીત ગઈ સો બાત ગયી. જે સમય ચાલ્યો ગયો છે એને જવા દો, તેને વિચારી વિચારીને કંઈ પણ પ્રાપ્ત નહિ થાય. જો વીતેલા સમયમાં તમે એવી ભૂલ કરેલી છે જે તમને આજ સુધી નિરાશ બનાવી રાખી છે. તો તમારે સચેત થઇ જવું જોઈએ. કેમ કે વીતેલા સમયની વાતો અને નિરાશા જ આજે આપણને સફળતા નથી આપવાતું. આજની નિરાશા તમને કાલે પણ નિરાશ બનાવી શકે છે. એટલા માટે વીતેલા કાલમાંથી આપણે એવું શીખવાનું છે કે થઇ ગયેલી ભૂલ હવે ન થાય. હજી મોડું નથી થયું. મિત્રો ઘણી વાર આપણે કોઈ ભૂલ કરી નાખતા હોઈએ તો આપણને એવું લાગે કે મેં ભૂલ કરી નાખી છે અને ખુબ જ મોડું થઇ ગયું છે. પરંતુ આ વિચારધારા ખોટી છે. કેમ કે જ્યારે પણ તમે નિરાશાનો હાથ છોડીને ખુશીનો હાથ પકડવા માંગતા હોવ તો ગમે ત્યારે પકડી શકો છો. કેમ કે તમારે તમારું જીવન કેમ જીવવું છે એ તમારા હાથમાં હોય છે. એટલા માટે ખુશ રહેવા માટે ક્યારેય મોડું નથી થતું. એટલા માટે જ્યારેથી ઈચ્છા થાય ત્યારથી નિરાશાને અલવિદા કહી દો ખુશ રહેવા લાગો. હવે છે હારવાથી ડર કેવો. ઘણી વાર આપણે આપણા સપનાઓને પુરા કરવાની કોશિશ કરી હોય છે. [અર્નતું તમે અસફળ થતા જતા હોવ. અને સમય રહેતા રહેતા તમને હારવાથી દર લાગવા લાગ્યો હોય તમે નિરાશ થઇ બેસી ગયા છવો. તો તમે ખુદ વિચારો કે નિરાશ થઈને તમે ખુશ રહી શકશો. અથવા હારના ડર સાથે જીવવું તમારા માટે આસાન હશે ?  તો મિત્રો તેવા સમયે નિરાશ થવાને બદલે પોતાનામાં ફરી હિંમત જગાવો અને ત્યાં સુધી લડો જ્યાં સુધી તમે જીતી ન જાવ. કેમ કે આજ સુધીમાં જેટલા પણ મહાન અવિશ્કારક થયા તમને ખુદને ત્યાં સુધી નિરાશ થવાની ઇજાજત ન આપી જ્યાંથી તે સફળ ન થયા. નિરાશાના શિકાર તમે એકલા જ નથી. કેમ કે તમે એકલા જ ઘણી વાર એવું વિચારીને પણ નિરાશ થઇ જતા હોઈએ કે આ બધી જ મુશ્કેલીઓ, અસફળતા અને તકલીફ માત્ર તમારા જીવનમાં જ આવી છે. પરંતુ મિત્રો એવું નથી હોતું. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવતી હોય છે. અને તેણે પણ નિરાશાનો સામનો કરવો પડે છે. પરંતુ સાચો સાહસી એને જ કહેવાય જે આ નિરાશા માંથી ડૂબવાની જગ્યાએ વિપરીત હાલાતમાં પણ સંયમ રાખતા હોય, પ્રયાસ કરવાનું ન છોડતા હોય. ખરેખર વિશ્વાસ રાખો તમે પણ સાહસી છવો, એક વાર કોઈ પણ નિરાશા સામે ફરી કોશિશ કરી જુવો. સફળતા અવશ્ય મળશે.

ખુદને જ મોટીવેટ કરો. મિત્રો ઘણી વાર આપણી આજુબાજુ એવો માહોલ ન હોય જેનાથી આપણે મોટીવેટ થતા હોઈએ. તો એવા સમયે તમારે ખુદને જ પોતાને મોટીવેટ કરવા જોઈએ અને પોતાની જ પીઠને થાબડવી જોઈએ. ખુદને જ કહેવું જોઈએ કે આ દુનિયાના વિચારો જે હોય તે ખુદના વિચારોને બહાર લાવ જીવવા માટે. જો તમે આ વિચારો સાથે ચાલો તો ક્યારેય નિરાશા તમારી નજીક નહિ આવે. તો મિત્રો અ હતા નિરાશા માંથી બહાર નીકળવાના રસ્તાઓ. આપણો ઉત્સાહ અને પોતાના પરનો વિશ્વાસ જ આપણને નિરાશા માંથી બહાર કાઢી શકે છે. જો એક વાર નિરાશા માંથી બહાર નીકળી જઈએ તો સફળતા હંમેશા તમારી રાહ જોતી હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment