પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જે ગુફામાં કર્યું હતું ધ્યાન તેનું એક દિવસનું ભાડું છે આટલું…

મિત્રો ભારતના અને આખા વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથની ગુફામાં ધ્યાન સાધના માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુફાની અંદર જઈને 17 કલાક સુધી ધ્યાન સાધના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા પર નીકળ્યા હતા. જેમાં શનિવારના દિવસે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પહોંચ્યા અને આધ્યાત્મિક રંગમાં નઝર આવ્યા હતા. પરંતુ મિત્રો જે ગુફામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આધ્યાત્મિક રંગે રંગાયા તે ગુફાનું એક દિવસનું ભાડું જાણીને તમે આશ્વર્ય થશે.  તો તે જણવા માટે આ લેખને અવશ્ય વાંચો અને જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ તે ગુફામાં સાધના કરવામાં માટે કેટલું ભાડું ચુકવવું પડ્યું.

હિમાલયના શિખરોની મધ્યમાં સમુદ્ર તટથી આશરે 11664 ફૂટની ઉંચાઈ પર શ્રી કેદારનાથ ધામ આવેલું છે. આ સ્થળનું હવામાન અને કુદરત સતત પરીક્ષા લેતું હોય છે. ખુબ જ ઠંડી અને બર્ફીલા પહાડો વચ્ચે આવેલા આ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાધના માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે આવા બર્ફીલા વાતાવરણમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા ચાલીને સીધા કેદારનાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી અને ત્યાંના મુખ્ય પૂજારીઓ દ્વારા ભગવાના કેદારનાથજીનો રુદ્રા અભિષેક પણ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ મંદિરના ગર્ભગૃહની પરિક્રમા કરી અને મંદિરની બહાર આવ્યા હતા. ત્યાર બાદ મોદીજીએ એક સેફ હાઉસ એટલે કે ખાસ વિશિષ્ટ અતિથી ગૃહમાં થોડા સમય માટે વિશ્રામ કર્યો અને દિવસના 1.40 વાગ્યે તેઓ ગુફામાં પોતાની ધ્યાન સાધના માટે રવાના થયા હતા. જેમાં તેમણે 300 મીટરનું અંતર ઓલ ટેરેન વ્હીકલથી કાપ્યું અને ત્યાર બાદ એક કિલોમીટર પગપાળા ચાલીને તેઓ કેદારનાથની એક ગુફામાં પહોંચ્યા હતા. આ ગુફા કેદારનાથ મંદિરના ચોરાબાડી ગ્લેશિયરથી જોડાતા માર્ગ પર આવેલી છે.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તે ગુફામાં ધ્યાન સાધનામાં લીન થયા હતા. ત્યાં ધ્યાન સાધના કરવા માટે પણ એ ગુફામાં ભાડું ચુકવવું પડે છે. જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ ચુકવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગુફાનું એક દિવસનું ભાડું 990 રૂપિયા છે. તો વિચારો કે તમારે જો એક મહિનો આ ગુફામાં પસાર કરવો હોય તો કેટલું ભાડું ચુકવવું પડે ! આ ગુફાનું ભાડું જેટલું વધારે છે તેટલી જ ત્યાં અત્યાધુનિક સુવિધાઓ પણ છે.

સામાન્ય રીતે ગુફાનું નામ આવે એટલે આપણા મનમાં એવો જ વિચાર આવે કે એક એવી જગ્યા હશે જ્યાં લાઈટ ન હોય, અંધકાર છવાયેલો હોય, જ્યાં પાણી વગેરે જેવી સુવિધાઓ પણ ન હોય અને ત્યાં ગુફામાં એક દિવસ પસાર કરવો પણ કઠીન હોય છે. પરંતુ આ ગુફામાં એવું નથી. અહીં વીજળી, પીવાનું પાણી અને વોશરૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહિ અહીં નિગમ તરફથી આવનાર પર્યટકોને નાસ્તો, બપોરનું તેમજ રાત્રિનું ભોજન અને દિવસમાં બે વખત ચા ની વ્યવસ્થા પણ રાખેલી છે. તમને જણાવી દઈએ કે આ ગુફા પથ્થરની બનેલી છે અને તેમાં લાકડાનો દરવાજો પણ છે. તો અટેઈડેંટ સાથે વાત કરવા માટે ગુફામાં કોલ બેલ પણ લગાવવામાં આવેલું છે.

ગયા વર્ષે કેદારનાથમાં ધ્યાન લગાવવા માટે ગુફાને લોકપ્રિય બનાવવાની રણનીતિ અનુસાર ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા ગુફામાં ધ્યાન સાધના કરવા માટે કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમના ધિકારીઓએ જણાવ્યું કે આ ગુફાનો પુનર્વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ધ્યાન માટે ગુફા બનાવવા માટેની સલાહ બાદ કરવામાં આવ્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે શરૂઆતમાં આ ગુફાની એક દિવસની કિંમત 3000 રાખવામાં આવી હતી. પરંતુ આગળ જતા ઓછી બુકિંગ થતા કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો. જ્યારે ગુફાની શરૂઆત હતી ત્યારે પર્યટકોનો વધારે રિસ્પોન્સ મળતો ન હતો. તે સમયે ગુફાને ઓછામાં ઓછી ત્રણ દિવસ માટે બુક કરવી અનિવાર્ય હતી. જ્યારે આ ત્રણ દિવસ માટે ફરજીયાત બુક કરવાની અનિવાર્યતા દુર કરી દેવામાં આવી. આ લેખ બાબતે કોમેન્ટ કરજો તમારું મંતવ્ય.

Source : “Live हिन्दुस्तान”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here