આત્મવિશ્વાસ વિશેની આ માહિતી તમે જાણી લો, તમને આત્મવિશ્વાસ મેળવવામાં ખુબ મદદ મળશે.

0
1112
views

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👨‍💼 આત્મવિશ્વાસ…. 👨‍💼

 Image Source :

👨‍💼 વૈજ્ઞાનિકો દ્વારા રીચર્સ કરવામાં આવ્યું છે કે એક માણસની એવરેજ ઉમર ૭૮ વર્ષની ગણાય છે. આ ૭૮ વર્ષોમાં આપણી પાસે માત્ર ૯ વર્ષ અને ૬ મહિના જ કંઈક હાંસિલ કરવા માટેના હોય છે. એટલે કે આપણી પાસે માત્ર  ૮૪ હજાર કલાક હોય છે.

જેમાં આપણે આપણા જીવનને સાર્થક કરી બતાવવાનું હોય છે. બાકીના વર્ષો આપણા કંઈક આવી રીતે પસાર થાય છે. ૨૯ વર્ષ આપણા સુવામાં, ૩ થી ૪ વર્ષ ભણવામાં, ૧૦ થી ૧૨ વર્ષ રોજગારમાં, ૯ થી ૧૦ વર્ષ મનોરંજન માટે, ૧૫  થી ૧૮ વર્ષ આપણા બાકી બધા કામો માટે, જેમ કે ખાવા પીવા, નહાવા, દૈનિક ક્રિયા વગેરે….

 Image Source :

👨‍💼 આપણે જો જીવનમાં કોઈ પણ કામમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણી પાસે માત્ર 9 વર્ષ અને 6 મીહીના જ હોય છે. ૮૪ હજાર કલાકમાં જ કરી શકીએ છીએ. લોકો ખરેખર કેવા કેવા કામમાં પોતાનો સમય વેડફે છે જેનો કોઈ મતલબ જ નથી. જેમ કે મોબાઈલ વગેરે.

૮૪ હજાર કલાકનો જો તમે સારો એવો ઉપયોગ કરી લીધો હોય તો તમારી ધારેલી સફળતા આરામથી મળી શકે છે. અને તમારો પાછળનો સમય ખુબ જ સારો રહે છે. પણ તમારે તેના માટે ૮૪ હજાર કલાકનો સમય ખુબ જ બખૂબી નિભાવો પડે છે.

 Image Source :

👨‍💼 જો તમે એવું માનતા હોય કે કિસ્મતમાં જે લખ્યું હોય તે મળશે. તો તે લોકોનું  જીવન ઓટોપાઈલટ જેવું ચાલે છે. તેનો મતલબ એવો થાય કે આપણે કંઈ પણ નથી કરી રહ્યા જીવનમાં. પરંતુ આપણે ધક્કો મારીને કોઈક આપણે ચાલવે છે તેવું કહેવાય છે. તેનો મતલબ એવો પણ થાય કે જીવનનો કોઈ ચોક્કસ ગોલ નથી હોતો.

 Image Source :

👨‍💼 આપણે પાણી હોઈએ તો આપણા શરીરને આપણે ઢીલું મૂકી દઈએ છીએ અને પાણી જ્યાં આપણને લઇ જાય ત્યાં આપણે જઈએ છીએ. બસ એવી રીતે જીવન હોય છે. જ્યાં જીવન લઇ જાય ત્યાં જવાનું. કંઈ જ ખબર નથી કે આપણે શું કરીએ છીએ અને ક્યાં જવાનું છે. જેમ કે હું શું કરું છું, હું શું અભ્યાસ કરું છું ?, આવનારા વર્ષોમાં આપણે આ કરવાનું છે તે કરવાનું છે, કોઈ પણ પ્લાન નથી હોતો. અને જો પ્લાન હોય તો પણ આપણે કહીએ છીએ કે કિસ્મતમાં જે હશે તે થશે. આવું માની લઈએ છીએ.

 Image Source :

👨‍💼 તેનો મતલબ એવો કે આપણા જીવન પ્રત્યે આપણે વફાદાર નથી .અથવા તો આપણા જીવન વિશે આગળ વધાવનો કોઈ પણ પ્લાન ન હોવો. માનો  કે આપણે એક શહેરથી બીજા શહેરમાં જવું હોય તો આપણે અગાઉ પ્લાન કરતા હોઈએ છીએ. જેમ કે બસમાં જવું, ટ્રેનમાં જવું વગેરે આપણે પ્લાન કરવો જ પડે છે નહિતર આપણે ટાઈમ ટેબલ ચુકી જઈએ છીએ.

ત્યાં આપણે કોઈ પણ વાતને કિસ્મત સાથે નથી જોડતા. ત્યાં આપણે પરફેક્ટ પ્લાનીગ કરીએ છીએ. આપણે તે બધા ટાઈમ ટેબલનું મેનેજમેન્ટ કરીએ છીએ. પરંતુ આપણે આપણા સારા જીવન માટે ટાઈમ ટેબલનું મેનેજમેન્ટ નથી કરતા. અને કિસ્મત સાથે જોડી દઈએ છીએ. કે આવનારા સમયમાં મારે આ બનવું છે આ શીખવું છે. વગેરે કરવા પડતા હોય છે.

 Image Source :

👨‍💼 જો આ બધી વાતો આપણે જાણીને કોઈ પણ વિચાર પણ લઇ લે કે મારે આ બનવું છે. અને મારે આ કરવું  પડશે. કેમ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈ તો વિચારતો જ હોય છે. પોતાના સારા જીવન માટે.

આપણે ઘણી વાર નક્કી પણ કરી લેતા હોઈએ છીએ કે આપણે આ કામ કરવું જ છે. પરંતુ ત્યાં આપણેને બીજો પ્રોબલેમ આવી જાય. કે આપણને વિચાર આવે આ કામ મારાથી નહિ થાય તો. ત્યાં આપણો આત્મવિશ્વાસ ઘટે છે. અને તે કામ આપણે શરૂ નથી કરતા અને અટકી જઈએ છીએ.

 Image Source :

👨‍💼 પોતાના પર વિશ્વાસ કરવાનું એક સારું એવું ઉદાહરણ છે કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે એક ભમરો હોય છે તે ઉડી નથી શકતો. કેમ કે તેનો વજન તેના શરીરના પ્રમાણ કરતા વધારે હોય છે. પરંતુ આ વાત તે ભમરો નથી જાણતો. હું નથી ઉડી શકું એમ. એટલે તે ઉડી શકે છે. વાત થોડીક અટપટી છે પરંતુ ભમરાને પોતાના પર ખુબ જ વિશ્વાસ છે કે તે ઉડી શકે છે. એટલે પોતાના પર થોડો વિશ્વાસ રાખવો તે ખુબ જ મહત્વનું છે.

 Image Source :

👨‍💼 આપણી માત્ર ૮૪ કલાક જ છે તો આપણને જે સાચું લાગે તે કામ આપણે શરૂ કરી દઈએ કોઈ પણ વિચાર કર્યા વગર. ઘણી વખત એવું બને કે આપણે દરેક વસ્તુને શરૂઆતમાં જ પરફેક્ટ કરવા માંગતા હોઈએ છીએ. પરંતુ આપણે દરેક કામમાં  શરૂઆતમાં કોઈ પણ વસ્તુ પરફેક્ટ નથી કરી શકતા.

પણ આપણે એક વાર તે કામ શરુ કરી દઈએ તો આપણને ખબર પડે કે આ કામ આવી રીતે કરાય અને પેલું કામ એ રીતે કરાય. તેનું મેનજમેન્ટ ધીમે ધીમે આવે છે. તેની પાછળ આપણે વિચારીએ કે આપણે આમ ના કરવું જોઈતું હતું . તો તેવા વિચારોથી આપણો માત્ર સમય બરબાદ થાય છે. ત્યારે આપણે ભૂલ ક્યાં થઈને તે જાણવાનું છે. કેમ કે દરેક કામનું રીઝલ્ટ વિચારવાથી નહિ પરંતુ એક્શન લેવાથી મળે છે.

 Image Source :

👨‍💼 આપણે બધા જોઈએ છીએ કે સાયન્સના લેબમાં બધા એક્સ્પીરીમેન્ટ જ કરે છે વિચાર નથી કરતા. કેમ કે રીઝલ્ટ વિચારથી નહિ પણ એક્શન લેવાથી મળે છે. કોઈ પણ આપણે કામ કરાવનું હોય અને આપણે વિચારીએ કે મારી પાસે આ નથી, પેલું નથી તો આવા વિચારો કરીએ તો આપણે તે કામ ક્યારેય નથી કરી શકતા.

કેમ કે આપણે કામને અંજામ આપ્યા વગર જ તેની નિષ્ફળતા વિશે જ  વિચારવા લાગી જઈએ છીએ. પરંતુ આપણી પાસે કંઈ પણ વસ્તુ અવેલેબલ હોય તેનાથી આપણા કામની આપણે શરૂઆત કરી દેવી જોઈએ. ત્યાર પછી આપણી પાસે દરેક ઘટતી વસ્તુ ધીમે ધીમે આવતી જાય છે. અને આપણું કામ પણ આગળ વધતું જાય છે.

 Image Source :

👨‍💼 જો આપણે બધો સમય વિચારવામાં કાઢી નાખીએ તો તે કામ ક્યારેયું ન થાય. જે પણ આપણી પાસે મૂડી હોય તેનાથી આપણું કામ શરુ કરી દેવાનું. ઘણા લોકોને આપણે જીવનમાં જોતા હોઈએ છીએ કે એવું કહેતા હોય કે “મારી પાસે આ આવી જાયને તો હું આ કરીશ.” અને તે વિચારમાં જ તેનો સમય વીતી જાય છે. ઘણી વાર લોકો આપણેને એવી સલાહ આપતા હોય છે કે તમારી પાસે આ દરેક વસ્તુ હોય પછી જ કામ ચાલુ કરાય. નહિ તો તમે ફેલ થશો. પણ આવી કોઈ પણ વાત સાંભળ્યા વગર જ કામ ચાલુ કરી દો.

 Image Source :

👨‍💼 કોઈ પણ કામ આપણે કરાવનું હોય છે તે નાના કામથી મોટું થાય છે. આપનો ઈતિહાસ પણ એવું જ કહે છે કે રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણીએ એક નાની એવી શરૂઆત કરી હતી, દુનિયાની સૌથી પ્રભાવ શાળી કાર કંપની રોલ્સ રોયસના માલિક રોયસે પહેલા માત્ર એક જ કાર બનાવી હતી.

અને આજે એ વિશ્વની એક મહાન કાર કંપની માનવામાં આવે છે. દુનિયાનો દરેક બિઝનેસ મોટો થયો તે એક નાની શરૂઆત માંથી જ મોટો થયો હોય છે. હાલની એમેઝોન કંપનીએ માત્ર ઓનલાઈન બુક્સ વેહેંચવા માટે શરૂ કરી હતી અને અત્યારે તે કંપની દુનિયાની દરેક વસ્તુ વહેંચે છે. અને તેનો મલાઈ વિશ્વનો સૌથી વધારે ધનિક છે.  

 Image Source :

👨‍💼 એટલે જ કોઈ પણ કામ આપણે કરવું હોય તો તેના માટે વિચાર કરવો નહિ અને તે કામને અંજામ આપવો જોઈએ. સફળતા માટે નિષ્ફળતા સામે ન  જોવો તો જ તમારી સફળતા થશે. પણ જો તમે નિષ્ફળતાનો વિચાર કરશો તો સફળતા મળવી થોડીક મુશ્કેલ બની જાય છે. એક કહેવત છે કે “નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથીયું છે.” માત્ર આપણી પર ભરોસો રાખો અને કામની શરૂઆત કરો સફળતા જરૂર મળશે. પણ આપણો આત્મવિશ્વાસ 100% રાખવો.

 Image Source :

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here