જીવન ચરિત્ર તથ્યો અને હકીકતો ધાર્મિક પ્રેરણાત્મક

આ લેખ માં કિન્નર ના બધાજ રહસ્યો રહેલા છે.. તેનો જન્મ, મૃત્યુ, લગ્ન, અને તેમને મળેલાં વરદાન વિશે તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ગરુડ પુરાણ અનુસાર કિન્નર શા માટે જન્મે છે…. શું હોય છે કિન્નર તેમજ તેના અવનવા રહસ્યો… 💁

💁 આજે અમે તમને કિન્નરોથી જોડાયેલ દરેક સવાલનો જવાબ આપીશું જે તમને એક કિન્નરને જોયા બાદ મનમાં ઉદ્દભવતા હશે. આપણે શરૂઆત કરીએ એ સવાલથી કે કોઈ પણ બાળક ગર્ભમાં કિન્નર કંઈ રીતે બની જાય છે. શા માટે ગર્ભમાં રહેલા બાળકમાં મહિલા અને પુરુષ બંનેના ગુણ આવે છે ?

Image Source :

🤰 જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ વાત કરીએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના ખુબ નાજુક હોય છે. ગર્ભ રહ્યાના ત્રણ મહિનામાં સ્ત્રી કોઈ દવાનો હેવી ડોઝ લઇ લે અથવા તો કોઈ ખોટી દવા ખાઈ લે અથવા તેના શરીરમાં કોઈ હોર્મોનલ સમસ્યા સર્જાય કે પછી તે મહિલા સાથે કોઈ દુર્ઘટના બને તો તેવામાં ગર્ભમાં રહેલ બાળકના કિન્નર બનવાની સંભાવના વધી જાય છે. માટે પહેલા ત્રણ મહિના ગર્ભવતી મહિલાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

🤰 આ હતું વૈજ્ઞાનિક કારણ હવે જાણીએ આપણા શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે.

🤰 અધ્યાત્મિક દ્રષ્ટીથી જોઈએ તો તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાંથી મળી આવે છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે ક્યાં પાપોના કારણે વ્યક્તિને કિન્નરની યોની પ્રાપ્ત થાય છે. જે પુરુષ બળાત્કાર જેવો અપરાધ કરે છે તો તેને આગળના જન્મમાં કિન્નરની યોની પ્રાપ્ત કરે છે.જે લોકોએ તેના આગળના જન્મમાં કોઈ પણ સ્ત્રીની છેડતી, બળાત્કાર, કિન્નાખોરી, ચોરી, ખૂન જેવા અપરાધ કર્યા હોય તેવા લોકોને બીજા જન્મમાં કિન્નરની યોની મળે છે.Image Source :

👩‍💼 મિત્રો હવે વાત કરીએ કિન્નરોથી જોડાયેલ અન્ય રહસ્યોની. કોઈ પણ બાળક કિન્નર હોય તો કિન્નર સમાજ પોતે જ તે બાળકનું લાલન પાલન કરે છે. કોઈ પણ નવા સદસ્યોનું સ્વાગત કિન્નર ખુબ જ ધૂમ ધામથી કરે છે. ત્યારબાદ તે બાળક જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તે કિન્નરોથી જોડાયેલ પરંપરામાં જોડવા લાગે છે.

👩‍💼 તમે જોયું હશે કે કિન્નરો ખુશીના મોકા પર આવી જતા હોય છે અને નાચવા લાગતા હોય છે અને શુકન રૂપે પૈસા લેતા હોય છે જેમ કે લગ્ન પ્રસંગ વગેરે. તો તે તેમની એક પરંપરાનો ભાગ છે. તો તેની પાછળ પણ એક રોચક કથા રહેલી છે. જેનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાંથી મળી આવે છે. જ્યારે શ્રી રામ વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યાની પ્રજા અને કિન્નરો રામની પાછળ પાછળ જવા લાગ્યા. ત્યારે ભગવાન રામ તેમને બધાને પરત જવાનું કહીને વનવાસમાં જતા રહ્યા.

Image Source :

💃 ત્યારબાદ 14 વર્ષ બાદ ભગવાન રામ વનવાસ ભોગવીને પરત આવ્યા ત્યારે ત્યાં તેમની પ્રજા તો ન હતી. પરંતુ કિન્નર ત્યાં ઉભેલા હતા અને ભગવાન રામની પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. મતલબ 14 વર્ષ સુધી કિન્નરોએ ભગવાન રામની રાહ જોઈ. તેમની ભક્તિ અને શ્રધ્ધાથી ખુશ થઈને ભગવાન રામે તેમને એક આશીર્વાદ આપ્યા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહિ જાય. તેમને દરેક ખુશીમાં સામેલ કરવામાં આવશે. તેઓ જેને પણ આશીર્વાદ આપશે તેના પર તે આશીર્વાદની અસર જરૂર  થશે.

💃 મિત્રો તમને જણાવી દઈએ કે દરેક સમાજમાં કોઈને કોઈ ગુરુ અવશ્ય હોય છે. જે કિન્નર સમાજના ગુરુ હોય છે તેને બાકીના બધા કિન્નરોની જાણકારી હોય છે. એવું પણ કહેવાય છે કે કિન્નરોના ગુરુને એ પણ ખબર હોય છે કે ક્યાં કિન્નરનું મૃત્યુ ક્યારે થશે.

💃 પરંતુ મિત્રો કિન્નરોના મૃત્યુ પહેલા આપણે તેના લગ્ન વિશેની અદ્દભુત વાત પણ જાણી લઈએ. તમારા મનમાં સવાલ હશે કે શું કિન્નરોના પણ લગ્ન થાય છે ? તો તેનો જવાબ છે હા, કિન્નરોના પણ લગ્ન થાય છે. તેમના લગ્ન તેમના દેવ એરાવન સાથે થાય છે. તેના સંબંધિત પણ એક કથાનો ઉલ્લેખ મહાભારતમાંથી મળી આવે છે.Image Source :

💁 મહાભારતમાં જણાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને એરાવન સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી કિન્નરો પણ એક દિવસ માટે એરાવન સાથે લગ્ન કરે છે.

💁 તેની વિગતવાર કથા આ પ્રમાણે છે. એકવાર અર્જુનના દ્રોપદીથી લગ્નની શરતનું ઉલ્લંઘન કરવા માટે અર્જુનને ઇન્દ્રપ્રસ્થમાંથી એક વર્ષ માટે નિષ્કાષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ અર્જુન દક્ષીણ ભારતમાં જતા રહ્યા ત્યાં તેની મુલાકાત એક નાગ રાજકુમારી સાથે થઇ . તે નાગ રાજકુમારી પહેલી જ નજરમાં અર્જુનને પોતાનું દિલ આપી બેઠી હતી અને અર્જુનને પણ તે નાગ રાજકુમારી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બંનેએ લગ્ન પણ કરી લીધા અને બંનેને એક પૂત્ર પણ થયો.

💁 અને તે જ પૂત્ર હકીકતમાં એરાવન દેવ છે. જ્યારે એરાવન દેવ મોટા થયા ત્યારે તે પોતાના પિતા અર્જુનને મળવા નીકળી પડ્યા અને તે સમયે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે પાંડવોએ પોતાની જીત માટે માતા મહાકાલીને એક રાજકુમારની બલી આપવાની હતી. ત્યારે કોઈ પણ રાજકુમાર બલી આપવા માટે તૈયાર ન થયા. ત્યારે એરાવન દેવ બલી આપવા માટે તૈયાર થયા. પરંતુ તેણે એક શરત મૂકી કે તે કુંવારા બલી નહિ ચડે.

Image Source :

👩‍🏭 ત્યારબાદ એક મોટી સમસ્યા ઉભી થઇ કે કોઈ પણ પોતાની દીકરીના લગ્ન એરાવન દેવ સાથે કરવા માંગતા ન હતા. કારણ કે બીજા દિવસે તેની બલી ચડવાની હતી. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણએ એક દિવસ માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એરાવન દેવ સાથે લગ્ન કર્યા. ત્યાર બાદથી એક દિવસ માટે કિન્નરો પણ એરાવન દેવ સાથે લગ્ન કરે છે અને લગ્નના બીજા દિવસે તેઓ એવું માને છે કે એરાવન દેવની બલી ચડી ગઈ છે અને વિલાપ કરે છે. ત્યાર બાદ કિન્નરોની સામાન્ય જિંદગી શરૂઆત થઇ જાય છે.

👩‍🏭 મિત્રો હવે વાત કરીએ કિન્નરોના મૃત્યુ પર તો મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે કિન્નરોએ પોતાના જીવનમાં ઘણા દુઃખો ભોગવવા પડે છે. પરંતુ મૃત્યુ બાદ પણ તેમના અંતિમ રીતી રીવાજ ખુબ દર્દનાક હોય છે. કિન્નરોનું એવું માનવું છે કે કોઈ પણ મનુષ્ય એક કિન્નરની અંતિમ યાત્રા જોઈ લે તો આગળના જન્મમાં તે મનુષ્ય કિન્નર બને છે. માટે કોઈ પણ મૃત કિન્નરની અંતિમ વિધિ રાતના અંધકારમાં કરવામાં આવે છે.

Image Source :

👩‍🏭 અગ્નિ સંસ્કાર પહેલા મૃત કિન્નરના વાળ ખેંચવામાં આવે છે તેને બુટ અને ચપ્પલથી મારવામાં આવે છે જેથી તે આગળના જન્મમાં કિન્નર ન થાય. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ બધા કિન્નરો પોતાના દેવને એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આગળના જન્મમાં અમને કિન્નર બનાવીને અમારી જિંદગીને બર્બાદ ન કરતા. ત્યારબાદ તેઓ મૃત્યુનો જસ્ન મનાવે છે અને તે એટલા માટે કે તેમના સમાજનો કોઈ કિન્નર નર્ક રૂપી આ જિંદગીમાંથી મુક્ત થયો. તેથી બધા કિન્નરો તેના માટે ખુશ થઇ જાય છે અને ખુશીઓ મનાવે છે.

👩‍🏭 તો મિત્રો આવી રહસ્યમયી હોય છે કિન્નરોની જિંદગી. હજુ પણ ઘણા રહસ્યો જોડાયેલા છે કિન્નરોની જિંદગીમાં તેને જાણવા હોય તો કોમેન્ટ કરજો next part.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

5 Replies to “આ લેખ માં કિન્નર ના બધાજ રહસ્યો રહેલા છે.. તેનો જન્મ, મૃત્યુ, લગ્ન, અને તેમને મળેલાં વરદાન વિશે તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *