આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે માનવી નું જીવન (ભાગ-૧)

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 કળિયુગની શરૂઆત….. 🤴

🤴 પુરાણોમાં ચાર યુગનું વર્ણન જોવા મળે છે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આમ જોઈએ તો કળિયુગને એક શ્રાપ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૃથ્વી પર કળિયુગ કેમ આવ્યો અને કેવી રીતે થઇ કળિયુગની શરૂઆત ? તો આખરે હજી કેટલી હદે કલિયુગ જશે ? ક્યારે થશે કળિયુગનો અંત ? કોણ કરશે કળિયુગ નો અંત ? શું છે ભગવાન કલ્કી અવતાર ? કળિયુગ ના અંત પછી કેવું હશે પૃથ્વી પર નું જીવન ?તો આજે અમે આ લેખ દ્વારા જણાવીશું.

🤴 શું ક્યારેય આપણે એ વાત પર ધ્યાન આપ્યું છે કે ક્યાં કારણોસર કળિયુગને ધરતી પર આવવું પડ્યું. મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટના પુસ્તક આર્યભટ્ટમમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તે ૨૩ વર્ષના હતા ત્યારે કળિયુગનો ૩૬૦૦મું વર્ષ ચાલી રહ્યું હતું. આંકડા અનુસાર આર્યભટ્ટનો જન્મ ૪૭૬ ઈ.સ. માં થયો હતો. ગણતરી કરવામાં આવે તો કળિયુગનો જન્મ ૩૧૦૨ ઈ.સ. પૂર્વે થયો હતો.

Image Source :

🤴 જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બધો જ રાજપાટ રાજા પરીક્ષિતને સોંપીને બધા પાંડવો અને દ્રોપદી સાથે મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ નીકળી ગયા હતા. ત્યારે સ્વયં ધર્મ બળદનું રૂપ લઈને અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળ્યા. ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા. અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી. પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવે દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી તમે આ જોઇને તો નથી રડી રહ્યા કે  મારો માત્ર એક પગ જ વધ્યો છે, (કારણ કે ઘર્મ ના આ ચાર પગ હતા સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ હવે પેહલા ત્રણ પગ તો નષ્ઠ થઈ ગયા હતો અને માત્ર ૧ જ પગ વધ્યો છે એ કળિયુગ )  અથવા તો એ વાતથી દુઃખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી તાકાતોનું શાસન થશે ?

🤴 આ સવાલનો જવાબ આપતા પૃથ્વીદેવી બોલ્યા કે “હે ધર્મ તું તો બધું જાણે જ છે તો પણ મારા દુઃખોનું કારણ પૂછે છે, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, ત્યાગ, શાસ્ત્ર, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, નિર્ભીકતા, કોમળતા ધેર્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે. પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો મારા પર પડતા હતા જેના કારણે હું મને ખુબ જ સૌભાગ્યશાળી માનતી હતી. પરંતુ હવે એવું નથી હવે મારૂ સૌભાગ્ય સમાપ્ત થઇ ગયું છે. હવે હું કળિયુગ ના દાયરામાં આવી રહી છુ.

🤴 ધર્મ અને પૃથ્વી બંને વાત કરી રહ્યા હતા ત્યાં અસુરરૂપી કળિયુગ ત્યાં આવી પહોંચ્યો. અને બળદ રૂપી ધર્મ અને ગાય રૂપી પૃથ્વીને મારવા લાગ્યો.  ત્યાંજ  રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થતા  હતા અને આ દ્રશ્ય તેણે પોતાની આંખોથી જોયું  અને કળિયુગ પર ખુબ જ ગુસ્સે થયા . રાજા પરીક્ષિતે કળિયુગને કહ્યું કે દુષ્ટ પાપી તું કોણ છે, ગાય અને બળદને શા માટે સતાવે છે. તું મહાન અપરાધી છે અને તારો અપરાધ ક્ષમા પાત્ર નથી એટલે તારો વધ નિશ્વિત છે.

Image Source :

🤴 રાજા પરીક્ષિતે બળદ રૂપે ધર્મ  અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા. અને રાજા પરીક્ષિત તેને કહે છે કે “હે ધર્મ સતયુગમાં તમારા તપ, પવિત્રતા, દયા અને સત્ય એવા ચાર પગ હતા. ત્રેતાયુગમાં ત્રણ જ પગ રહ્યા, દ્વાપરયુગમાં બે જ પગ રહી ગયા. અને હવે આ દુષ્ટ કળિયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે. અને પૃથ્વીદેવી પણ આ વાત થી  દુઃખી હતા.

🤴 આટલું કહીને જ રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા. રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રુજવા લાગ્યો. અને કળિયુગ ગભરાયને પોતાના રાજર્ષિ વેશને ઉતારીને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને ક્ષમા યાચના કરવા લાગ્યો. અને રાજા પરીક્ષિતે પણ કળિયુગ પોતાના ચરણે આવ્યો એટલા માટે કળિયુગને મારવો તે ઉચિત ન લાગ્યું. અને તેને કહ્યું કે “કળિયુગ તું મારા ચરણમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છે. પરંતુ અધર્મ, પાપ, ખોટું, ચોરી, કપટ, દરિદ્રતા, વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ તું જ છે. તું મારા રાજ્ય માંથી અત્યારે જ નીકળી જા અને પછી ક્યારેય પણ અહિયાં નહિ આવતો.”

🤴 પરીક્ષિતની વાત સાંભળીને કળિયુગે કહ્યું કે “પૂરી પૃથ્વી પર તમારો નિવાસ છે. પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય. એટલા માટે મને રહેવા માટે એક ઉચિત સ્થાન પ્રદાન કરો.” કળિયુગના કહેવાથી રાજા પરીક્ષિતે ખુબ જ વિચારીને કહ્યું કે “અસત્ય, કામ, ક્રોધ, મદનો નિવાસ અહિયાં પણ થતો હોય તો આ ચાર સ્થાન પર રહી શકે છે.”

Image Source :

🤴 પરંતુ પછી કળિયુગ બોલ્યો કે “હે રાજન આ ચાર સ્થાન મારા રહેવા માટે અપર્યાપ્ત છે. મને હજુ  બીજી જગ્યા પણ પ્રદાન કરો.” આ માંગ પર રાજા પરીક્ષિતે કળિયુગને સુવર્ણના(સોનાના) રૂપમાં પાંચમું સ્થાન આપ્યું.

🤴 કળિયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે ચાલ્યો ગયો પરંતુ થોડોક દુર ગયા પછી અદ્રશ્ય રૂપમાં પાછો આવીને રાજા પરીક્ષિતના સોનાના મુકુટમાં નિવાસ કરવા લાગ્યો.

🤴 માર્કંડેય પુરાણમાં વર્ણન મળે છે કે કળિયુગ દરમિયાન શાસક જનતા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે શાસન કરશે. કળિયુગ આવતા નીચે ની બધીજ વાતો સાચી પડશે .

🤴 ઈચ્છા પડે ત્યારે તેની ઉપર જુલ્મ કરશે.  🤴 શાસક પોતાના રાજ્યમાં આધ્યત્મની જગ્યાએ ભયનો પ્રચાર કરશે. 🤴  મોટી સંખ્યામાં પલાયન શરૂ થઇ જશે.

🤴 લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવવા માટે પોતાનું ઘર છોડીને જવા માટે મજબુર હશે.

🤴 ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ સત્તા, પૈસા, બધાના મનમાં ઘુસી જશે.

Image Source :

🤴 લોકો કોઈ પણ પછતાવા વગર લોકોની હત્યા કરશે અને સંભોગ જ જીવનની સૌથી મોટી જરૂર બની જશે.

🤴 લોકો ખુબ સામાન્ય રીતે કસમ ખાશે અને તેને તોડી પણ નાખશે.

🤴 લોકો મદિરા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગશે.

🤴 ગુરુઓનું સમ્માન કરવાની પરંપરા પર નષ્ટ થઇ જશે. બ્રાહ્મણ જ્ઞાની નહિ રહે.

🤴 ક્ષત્રીયનું સાહસ ખોવાઈ જશે અને વૈશ્ય પોતાના વ્યવસાયમાં ઈમાનદાર નહિ રહે.

🤴 માણસની  ઉંમર  ધીમે-ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર 20 વર્ષ થઇ જશે.

🤴 આજે આ બધી વસ્તુ આપણી  જિંદગીમાં સાવ સાધારણ  થવા લાગી છે. તો આ હતી કળિયુગ ની શરૂઆત .તો ક્યારે થશે કળિયુગનો અંત ? કોણ કરશે કળિયુગ નો અંત ? કળિયુગ ના અંત પછી કેવું હશે પૃથ્વી પર નું જીવન ? આ બધા સવાલો ના જવાબ જાણવા માંગતા હોવ તો  કોમેન્ટ કરો Part-2 અને ઓછા માં ઓછા ૩ લોકો જોડે આ લેખ શેર કરો. વધારે કોમેન્ટ અને શેર મળશે એટલે અમે  આગળ નો આર્ટીકલ લખીશું . અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને પસંદ આવ્યો હશે અને આગળ ના પણ આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 Image Source: Google

 

One thought on “આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે માનવી નું જીવન (ભાગ-૧)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *