ભારતની મહિલા બોડી બિલ્ડર…. પહેલવાન પણ ડરી જાય છે તેની પાસે….. જુવો તેના ફોટા અને જાણો કોણ છે એ મહિલાઓ…

ભારતની મહિલા બોડી બિલ્ડર…. પહેલવાન પણ ડરી જાય છે તેની પાસે….. જુવો તેના ફોટા અને જાણો કોણ છે એ મહિલાઓ…

બોડી બિલ્ડીંગને સામાન્ય રીતે પુરુષોનો જ ખેલ છે એવું માનવામાં આવે છે અને એ પણ ખાસ કરીને ભારતમાં. આપણા ભારતમાં મહિલાઓ માટે બોડી બિલ્ડીંગનો  ખેલ સ્વીકાર્ય જ નથી.પરંતુ છતાં પણ ભારતમાં બોડી બિલ્ડીંગનો ક્રેઝ અત્યારે ખુબ જ વધી રહ્યો છે. છતાં પણ અમુક મહિલાઓ એવી છે જે આજે ખુબ જ સુપ્રસિદ્ધ બોડી બિલ્ડર છે અને તે પણ આંતરરાષ્ટ્રીય લેવલ પર. અને ખાસ વાત એ કે એ આપણા ભારતની જ છે.

આજે અમે તમને જણાવશું આપના ભારતની એવી મહિલાઓ વિશે જે પોતાની મહેનત અને લગનથી બનાવી રહી છે બોડી બિલ્ડીંગ. તેમની બોડી બિલ્ડીંગ જોઇને પુરુષો પણ ડરી જાય છે. આ મહિલાઓએ સમાજના ઘણા નિયમોને તોડ્યા છે અને તે જ કારણે આજે એ ભારતમાં સર્વ શ્રેષ્ઠ મહિલા બોડી બિલ્ડર છે. આ મહિલાઓએ ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. તો ચાલો જાણીએ ભારતની ફીમેલ બોડી બિલ્ડર વિશે.

1 શ્વેતા રાઠોડ. શ્વેતા રાઠોડ ભારતની પહેલી એક એવી મહિલા છે. જેણે ઉજ્બેકિસ્તાનમાં થયેલી 49 મી એશિયાય ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યું હતું. શ્વેતા રાઠોડ એક ભારતીય બોડી બિલ્ડર મોડેલ પણ છે. આ એક એવી પહેલી મહિલા છે જેણે ભારત તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યું હતું. તેના સિવાય એ ફિટનેસ ફિઝીક 2014 માં મિસ વર્લ્ડ રહી ચુકી છે અને 2015 માં મિસ એશિયા પણ બની ચુકી છે. તેણે તેમના સપનાને પુરા કરવા માટે સમાજ સામે ખુબ જ અડગ રહેવું પડ્યું હતું. પરંતુ આજે તે એક સફળ વુમન બોડી બિલ્ડર છે.

2 યાસ્મિન માનક. 46 વર્ષની યાસ્મિન માનક હાલમાં જ મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં વુમન ફિટનેસમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ પ્રત્યોગીતામાં તેમણે વુમન ફીઝીકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મહિલાએ પણ સમાજ સામે ખુબ જ લડત આપી છે.  

3 મમોટા દેવી યુમ્નામ. 35 વર્ષની આ મહિલા ભારતની પહેલી અને ખુબ જ દિવસો સુધી એકલી એવી મહિલા હતી જેણે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મેડલ જીત્યું હતું. નવેમ્બર 2011 માં તેના પતિની સહાયતાથી મમોટા દેવીએ પોતાની ટ્રેનીગ લેવાનું ચાલુ કરી દીધું હતું અને આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.

4 દીપિકા ચૌધરી. જો તમે એવું વિચારો છો કે મસલ્સ અને એપ્સ છોકરાનું જ કામ છે તો એ તમારો ભ્રમ છે. કેમ કે 30 વર્ષની દીપિકા ચૌધરી સારા સારા બોડી બિલ્ડરને આ મામલામાં પાછળ છોડી દે છે. દીપિકા ભારતની પહેલી મહિલા છે જેણે અમેરિકામાં ફિટનેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને એવોર્ડ પણ જીત્યો હતો.

5 રબીતા દેવી. રબીતા દેવી એક બાયોકેમેસ્ટ્રી સ્ટુડન્ટ રહી ચુકી છે અને મમોટા દેવી પછી આ બીજી મહિલા હતી જેણે 2014 માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બોડી બિલ્ડીંગની કેટેગરીમાં કાંસ્યપદક જીત્યો હતો. પરંતુ રબીતાને પોતાના મિત્રો અને લોકો દ્વારા ખરાબ કોમેન્ટ્સ સાંભળવા મળતા હતા. પરંતુ તે પોતાના માર્ગમાં અડગ રહી અને આજે એક સફળ વુમન બોડી બિલ્ડર છે.  

6 અશ્વિની વસ્કાર. માત્ર બે વર્ષ પહેલા જ અશ્વિની વસ્કાર એક સાધારણ મહિલા હતી. જે એક સામાન્ય જિંદગી જીવી રહી હતી. તેને પહેલી વાર જીમ જવાની જરૂર ત્યારે પડી જ્યારે તેને લાગ્યું કે તે મોટી થતી જાય છે. પરંતુ માત્ર એક જ વર્ષના સમયમાં જ 32 વર્ષની મહિલા જાદુઈ રીતે પોતાના શરીરની કાયાને પલટી નાખી. આજે તે ભારતની પહેલી પ્રતિસ્પર્ધી મહિલા બોડી બિલ્ડર બની ચુકી છે. આ મહિલાની કહાની ખુબ જ પ્રેરણા આપી જાય તેવી છે.

મિત્રો આવું શરીર બનાવવા પાછળનું એક જ કારણ છે તેમનો અથાગ પરિશ્રમ અને મહેનત, લોકો શું કહે છે એ વિચારવાને બદલે તેમણે પોતાના નિર્ધારિત ગોલ પર જ ફોકસ રાખ્યું. તેમને પણ ઘણી મુશ્કેલીઓ  આવી હશે, ઘણી જવાબદારી હશે સમાજ શું કહેશે તેનું ટેન્શન હશે તો પણ  આ મહિલાઓ એ ભારતની ટોપ બોડી બિલ્ડર મહિલાઓમાં સ્થાન મેળવ્યું.

તો મિત્રો જણાવો આમાંથી તમને કંઈ મહિલા બોડી બિલ્ડર વિશે કઈ ખાસ લાગયું . કોમેન્ટ કરો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment