દુનિયાના પાંચ દેશો જ્યાં તમને ચપટી વગાડતા મળશે નોકરી… જાણો કયા દેશો છે, અને ત્યાં નોકરી મેળવવા શું કરવું.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 દુનિયાના પાંચ દેશો જ્યાં તમને ચપટી વગાડતા મળશે નોકરી… જાણો કયા દેશો છે….. 💁

🌆 દુનિયામાં દરેક લોકો એવું જ ઇચ્છતા હોય છે કે તે ખુબ જ પૈસા કમાય. કેમ કે તે દુનિયાની દરેક સુખ સુવિધા મેળવી શકે અને ખુબ જ ખુશ થઈને પોતાની જિંદગી વિતાવી શકે. એટલા માટે દરેક વ્યક્તિ એક ખુબ જ સારી નોકરી મેળવવા માંગતો હોય છે. પરંતુ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ જેવા  દેશોમાં જ્યાં હાઈ ઈનકમની નોકરી દુર પરંતુ નાની સામાન્ય પગાર વાળી પણ નોકરી નથી મળતી. કેમ કે ત્યાં નોકરીની સંખ્યા ખુબ જ ઓછી છે. તેનું એક કારણ એ પણ છે કે ત્યાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની માત્રા ખુબ જ છે. એટલા માટે ત્યાં મોટા ભાગના લોકો બે રોજગાર રહે છે અથવા તો ખુબ જ ઓછા રૂપિયાની આવકમાં પોતાની જિંદગી વિતાવે છે.

🌆 નોકરીની સંખ્યા એટલી વધારે છે કે ત્યાં નોકરી મેળવવા માટે કોઈ પણ મુશ્કેલી ભોગવવી નથી પડતી. તો ચાલો જાણીએ કે તે ક્યાં દેશ છે જ્યાં નોકરી મેળવવી ખુબ જ સરળ છે. તમારે પણ જવું હોય તો જાણો આ આર્ટીકલમાં તે દેશો વિશે.

Image Source :

🌆 કેનેડા.  કેનેડા ખુબ જ વિકસિત દેશ છે અને ત્યાં લોકોની આબાદી ખુબ જ ઓછી હોવાને કારણે ત્યાં લોકોને નોકરી ખુબ જ આસાનીથી મળી જાય છે. એટલા માટે ત્યાં ભારતીયની સંખ્યા ખુબ જ વધારે છે. કેમ કે ત્યાં ખુબ જ આસાનીથી નોકરી મળવાના કારણે ભારતીય લોકો અને ભારતના પાડોશી દેશના લોકો ત્યાં આવતા રહે છે. કેનેડાની ખાસ વાત તો એક છે કે ત્યાં નિર્ધારિત પગાર કરતા ઓછો પગાર આપીને કામ નથી કરાવી શકતા અને તેવું કરવામાં આવે તો કાનૂની અપરાધ માનવામાં આવે છે. એટલા માટે આ દેશમાં કામ કરવા માટેનો એક નિર્ધારિત સમય હોય અને કર્મચારીને પગાર પણ વધારે આપવામાં આવે છે.

Image Source :

🌆 ચાઈના. આખી દુનિયામાં ચાઈના બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ત્યાં આબાદી તો ખુબ જ છે પરંતુ તો પણ ત્યાં નોકરીની કમી નથી. આખી દુનિયામાં વહેંચાતા સામાનમાંથી કુલ 60%  માત્ર ચીનમાં બને છે. મોબાઈલ ફોનની વાત કરવામાં આવે તો આખી દુનિયાના 70% મોબાઈલ ચાઈનામાં બનાવવામાં આવે છે. આજ કારણ છે કે ત્યાં આખી દુનિયામાંથી લોકો નોકરીની તલાશમાં આવ્યા કરે છે.

Image Source :

🌆 UAE. UAE એટલે આરબના દેશો. અહિયાં લોકોની નોકરી માટે કોઈ કમી નથી ત્યાં દુબઈ અને અબુધાબી જેવા ખુબ જ ધનિક શહેર હોવાને કારણે ત્યાં કામ મળવું ખુબ જ આસાન હોય છે. તમને જાણીને ખુબ જ હેરાની થશે કે ત્યાં કામ કરવાવાળા 80% લોકો બહારના દેશોમાંથી આવેલા છે. ભારતના મુકાબલે ત્યાંની હાઈ કરન્સી અને ત્યાંના શહેરોના કન્સ્ટ્રકશનનું કામ ખુબ જ ઝડપથી થવાના કારણે ત્યાં ખુબ જ ઓછા સમયમાં સારા એવા પૈસા કમાઈ શકીએ છીએ. ત્યાં જવા માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ત્યાં કામ કરવા માટે કોઈ પણ ખોટી કંપની દ્વારા ત્યાં ન જવું. તમને ત્યાં લઇ જઈને ફસાવી પણ શકે છે. અને તેને ત્યાં અપરાધી માનવામાં આવે છે અને તમારા પર કસ્ટડી પણ કરવામાં આવે.

Image Source :

🌆 સ્વિઝરલેન્ડ એક ખુબ જ ખુબસુરત દેશ છે. અને તેની ખુબસુરતી માટે તે આખી દુનિયામાં એક અલગ જ ઓળખ ધરાવે છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટની કમી ન હોય તો તમે ત્યાં ખુબ જ સારી નોકરી મેળવી શકો છો. સ્વિઝરલેન્ડ ચોકલેટ અને ઘડિયાળ જેવી ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલા માટે ત્યાં પણ નોકરી તમને ખુબ જ આસાનીથી મળી જશે. અને આ દેશને દુનિયાના સૌથી અમીર દેશમાંથી એક દેશ માનવામાં આવે છે.

Image Source :

🌆 કુવેત. દુનિયાના નકશામાં કુવેત ખુબ જ નાનો દેશ છે પરંતુ જાણીને તમે હેરાન રહી જશો કે આ દેશ દુનિયાની સૌથી વધારે કરન્સી વાળો દેશ છે. અમેરિકાના ત્રણ ડોલર મળીને પણ એક કુવેતના દીનાર નો સામનો ન કરી શકે. એક કુવેતી દીનારની કિંમત ભારતના 221 રૂપિયાથી પણ વધારે હોય છે. ત્યાં પણ નોકરી માટે કોઈ પણ કમી નથી. આ દેશમાં કામ કરતા 70% લોકો બહારના દેશોમાંથી આવ્યા છે. તમે ઓછું ભણેલા હોવ તો પણ આ દેશમાં તમને કામ મળી જાય છે. ત્યાં ગાડી ચલાવવી, દુકાનોમાં રહેવું વગેરે ઘણા બધા કામો ત્યાં મળી રહે છે.

🌆 તો આ હતા દુનિયાના તે પાંચ દેશો જ્યાં ખુબ જ આસાનીથી તમે મેળવી શકો છો નોકરી.

આ માટે તમારે ફક્ત આટલું જ કરવાનું રહેશે, કે તમે જે નોકરી કરવા માંગો છો તેનું તમને તમામ નોલેજ હોવું જોઈએ, ત્યાર બાદ તમારી પાસે જે દેશમાં જવું છે તે દેશમાં કઈ રીતે જવું તેની વિઝા પ્રોસેસ તમારે જાણવાની રહેશે. ત્યારબાદ તમારે તે દેશમાં જવા માટે પહેલા કંપની ઇન્તેરવ્યું આપવું પડશે કે ત્યાં ગયા પછી આપવું પડેશે તે કંપની પર આધાર રાખે છે. આટલું કર્યા બાદ તમે તે કંપની માં નોકરી માટે એપ્લાય કરી તે દેશમાં જઈ શકશો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *