તથ્યો અને હકીકતો ધાર્મિક પ્રેરણાત્મક

ધનતેરસના દિવસે લાવો આ વસ્તુ અને બનો પૈસા વાળા…. આ સમયે આ વસ્તુ ખરીદવાથી થાય છે લક્ષ્મીજી પ્રસન્ન

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ધનતેરસના દિવસે લાવો આ વસ્તુને અને બનો પૈસા વાળા…. 💁

🏺 ધનતેરસના દિવસે આપણે એવું તે  શું ખરીદવું કે જેથી આપણને ધન લાભ થાય?.  અને જો એમાય આપણે કોઈ પણ વસ્તુ ચોઘડિયા પ્રમાણે ખરીદીએ તો તેનું ૧૩ ઘણું આપણે મળે. તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુ અને ક્યાં સમયે ખરીદવાથી માતા લક્ષ્મી થાય છે આપણી પર પ્રસન્ન . આ વર્ષે ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર 2018 ના સોમવારના દિવસે ઉજવાશે.

Image Source :

🏺 ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી સાથે કુબેરની પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો તમને તેનું તેર ગણું વધારે ફળ મળશે. પણ વસ્તુ હંમેશા શુભ સમયમાં જ ખરીદવી જોઈએ એટલે કે સારું અને શુભ ચોઘડિયું હોય તો જ વસ્તુ ખરીદવી જોઈએ.

Image Source :

🏺 આ વર્ષે ધનતેરસનું શુભ મુહુર્ત છે સોમવારે સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી. આ સમય દરમિયાન વસ્તુ ખરીદવાથી તેર ગણો લાભ થશે અને લક્ષ્મીજી અને કુબેર મહારાજની કૃપા બની રહેશે. આ સમય દરમિયાન તમે પૂજા કરી શકો છો અને આ સમયે સોનું પણ ખરીદી શકો છો અને આ સમયે સોનું ખરીદવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

🏺 ધનતેરસના દિવસે પ્રોપર્ટી ખરીદવી શુભ માનવામાં આવે છે. પ્રોપર્ટી ખરીદવાથી લક્ષ્મીજીનો વાસ હંમેશા ઘરમાં રહે છે અને ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. લગભગ લોકો ધનતેરસના દિવસે ઘરેણા ખરીદતા હોય છે. તેનાથી આખું વર્ષે તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહેશે. કંઈ પણ ન ખરીદી શકો તો એક નાનો ચાંદીનો સિક્કો તો ખરીદવો જ જોઈએ.

Image Source :

🏺 તમે અન્ય કોઈ વસ્તુ એફોર્ડ ખરીદી શકો તો પૂજા માટેના જે વાસણો લેતા હોવ તે સ્ટીલ અથવા પિત્તળના લેવા તે પણ અતિ શુભ માનવામાં આવે છે.

🏺 મિત્રો ધ્યાન રાખવું કે ધનતેરસના દિવસે કાચનો સામાન ન ખરીદવો. કારણ કે કાચનો સંબંધ સીધો રાહુ સાથે છે. તેની જરૂર હોય તો પણ ન ખરીદવો. એલ્યુમીનીયમના વાસણ પણ આ દિવસે ન ખરીદવા જોઈએ. વધારે ધ્યાન આ વસ્તુઓ ખરીદતા સમયે રાખવું કે લોખંડના વાસણો કે અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ, કાતર વગેરે ન ખરીદવા જોઈએ.

Image Source :

🏺 ધનતેરસના દિવસે દીવા કોડિયા જરૂર ખરીદવા જોઈએ. આ વાત જાણીને પણ તમને આશ્વર્ય થશે કે આ એક એવો દિવસ છે કે તે દિવસે યમની પૂજા કરવામાં આવે છે, થયોને આશ્વર્ય. ખાસ કરીને કાચી માટીના કે પંચદ્રવ્યનો દીવો ખરીદવો શ્રેષ્ઠ છે. પંચદ્રવ્યથી બનેલા દીવાથી પૂજા કરવાથી જીવનમાં ઘણો બદલાવ આવે છે અને લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે.

🏺 આ દિવસે તમે કપડા પણ ખરીદી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું કે કાળા રંગના કપડા બિલકુલ ન ખરીદવા જોઈએ. ધનતેરસના દિવસે જો તમે જાપ કરતા હોવ તો તમે જાપ માટેની કમળકાકડીની માળા કે સ્ફટિકની માળા ખરીદવી અતિ શુભ માનવામાં આવે છે. આ માળાથી તમે જાપ કરશો તો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે.

Image Source :

🏺 ધનતેરસના દિવસે જો તમે સ્ફટિક યંત્ર ખરીદશો અને સ્ફટિક યંત્ર સિદ્ધ કરીને ઘરમાં મૂકી શકો છો. આ સ્ફટિક યંત્ર ખુબ જ પ્રભાવી છે તેને ઘરમાં મુકવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.

Image Source :

🏺 ધનતેરસના દિવસે જો તમે દક્ષિણાવર્તી શંખ ખરીદશો તો એ પણ ખુબ જ શુભદાયી રહેશે અને આ શંખને પૂજામાં મુકશો તો પૈસા આપોઆપ ખેંચાઈને આવશે. આ શંખમાં પીળા રંગના ચોખા ભરીને પૂજામાં મુકવા જોઈએ તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈને પૈસાનો વરસાદ કરશે.

🏺 આ દિવસે એક મોટું ગૌમતી ચક્ર અને એ ન મળે તો અગિયાર ગૌમતી ચક્ર લાવીને મૂકી શકો છો. જો ગૌમતી ચક્ર ન મળે તો પીળી કોડીઓ પણ ખરીદીને લાવી શકો છો. આ ખુબ જ પવિત્ર અને સિદ્ધ માનવામાં આવે છે.

Image Source :

🏺 આ દિવસે ઝાડું ખરીદવું તે પણ શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જતી રહે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે જૂની ઝાડું દિવાળીના દિવસે સવારે તમારે ઘરની બહાર કરવાની રહેશે.

🏺 ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. મીઠાને પણ ધન સમાન માનવામાં આવે છે. મીઠું ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધી રહે છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને ઘરમાં પોતું મારવાથી સકારાત્મકતા રહે છે. ખાસ કરીને દિવાળીના પાંચ દિવસ ધનતેરસથી ભાઈબીજ સુધી મીઠાનું પોતું લગાવવાથી લાભ થશે.

Image Source :

🏺 ધનતેરસના દિવસે એક મુઠ્ઠી આખા ધાણા જરૂર ખરીદવા જોઈએ. તેને ધનનું પ્રતિક કહેવાય છે. આ ધાણાની પૂજા કર્યા બાદ એ ધાણાને કુંડામાં નાખી દો પછી જે ધાણાના પાન ઉગે છે તેને રોજ ભોજનમાં વાપરો.

🏺 તમે તમારી આખી આર્થિક સ્થિતિ મુજબ ધનતેરસના દિવસે આમાંથી કોઈ વસ્તુ ખરીદશો. તમે ખરીદી શકો તો અહીં જણાવેલ તમામ વસ્તુઓ જરૂર ખરીદવી અને ન ખરીદી શકો તેમ હોવ તો મીઠું, સાવરણી અને ઘરેણા ખરીદશો તો પણ જીવન કમાલ થઇ જશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *