નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કાર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..

💁ગાડી અને મકાન ક્યારે ખરીદવા? શું લોન લઈને ખરીદવા કે નહિ ? 💁

🏡 મિત્રો આજે આપણે જાણીશું કે આપણા ખરેખર ગાડી બંગલો ક્યારે ખરીદવા જોઈએ. કેમ કે આપણા પૈસા ખુબ જ કમાતા હોઈએ અને તેને આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ તો આપણે ક્યારે આપણી વધારે સુવિધા માટે ગાડી બંગલો ખરીદવા જોઈએ ? તો આજે આપણે જાણીશું કે ક્યારે ખરીદવા જોઈએ ગાડી બંગલો.

🏡 સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે તમારો બંગલો અને ગાડીની કિંમત તમારા બધા આર્થિક નેટવર્કમાં 10 % કરતાં વધારે મોંઘી ન હોવી જોઈએ. જો તમે તમારા જીવનમાં આર્થિક સ્વતંત્રતા ઈચ્છતા હોવ તો . હવે તમે એવું વિચારતા હશો કે બાકીના 90% નું શું કરવું જોઈએ ? બાકીના 90% પૈસા તમારા બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટમાં રોકવા જોઈએ. જો તમે બિઝનેસ નથી કરતા તો તમારા 90% પૈસાનું આઉટસાઈડ ઇન્વેસ્ટમેન્ટ જરૂર હોવું જોઈએ. તેનાથી તમે આજીવન આર્થિક રીતે ફ્રી રહી શકો. કેમ કે ઘર અને ગાડી બંને એવી વસ્તુ છે જે આપણા ઘણા બધા પૈસા ખાઈ જાય છે અને તેનાથી આપણને એક રૂપિયાનું પણ રીટર્ન નથી મળતું. અને તે આપણા માટે દર મહીને જરૂર વગરના વધારાના ખર્ચા લઈને જરૂર આવે છે.

🏡 આજના સમયની વાત કરીએ તો કોઈ વ્યક્તિની કદાચ આર્થિક નેટવર્ક 1 કરોડનું હોય તો પણ તેના 10% એટલે કે 10 લાખ રૂપિયાથી ગાડી કે મકાન નથી ખરીદી શકતા. તો હવે તમારે શું કરવું જોઈએ. તેવો પ્રશ્ન થાય તો ત્યારે તમારે ખુદનું ઘર ન ખરીદવું જોઈએ. પરંતુ તમારે ઘરને ભાડા પર રાખવું જોઈએ અને તેમાં જ રહેવું. વાત રહી ગાડીની તો તમારે સસ્તી સેકંડ-હેન્ડ કાર લઇ લેવી જોઈએ તેનાથી આપણું કામ આગળ વધે.

🏡 બાકીના પૈસા વધે તે બધા પૈસાને બિઝનેસમાં  ઇન્વેસ્ટ કરવા જોઈએ અને આપણા પૈસાનો લગાતાર ગ્રોથ વધારવો જોઈએ. ત્યારપછી તમે ફરી તેના દસ 10% માંથી તમારું ઘર અને ગાડીનો ખર્ચ કાઢી શકો છો. પછી તમારે તમારા 10% માંથી થોડા થોડા પૈસાને દર મહીને બચાવવા જોઈએ. ઘરની ગાડી અને મકાન લેવા માટે આ એક ખુબ જ લાંબો સમયગાળો થઇ જાય છે પરંતુ તેનાથી આપણે આર્થિક ફ્રીડમ રહીએ છીએ. જો આ રૂલ્સને ખુબ જ સ્ટ્રીકલી ફોલોવ કરો તો.  

🏡 એક ઉદાહરણ જોઈએ. આજના સમયમાં મુકેશ અંબાણી ૬૦૦૦ કરોડના ઘરમાં રહે છે. અને તેની પાસે બે પ્રાઇવેટ જેટ પ્લેન પણ છે. જેની ટોટલ વેલ્યુ છે 1500 કરોડ હોય છે. પરંતુ જો તેની બધી જ કાર અને હેલિકોપ્ટર, ઘર બધું જ ગણીએ તો તેની કમાણી કરતા  કુલ 4.16% કિંમતની સુખ સુવિધાના સાધનો છે. કેમ કે તેનું ટોટલ નેટવર્ક છે 2 લાખ 40 હજાર કરોડ રૂપિયા. આજ વસ્તુ અપ્લાય થાય છે વોરન બફેટ પર બિલગેટ્સ પર અથવા દુનિયાના કોઈ પણ રીચ આદમી સાથે આ વાત જોડાયેલી છે. તમે તમારા એરિયાના સૌથી રીચ વ્યક્તિ વિશે જાણશો તો તેમાં પણ આ જ રૂલ્સ જોવા મળશે.

🏡 તો મિત્રો હવે તમારે સમજવાનું છે કે તમારે ગાડી અને મકાન ક્યારે લેવા જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment