પહેલી નજરથી બરાબર લગતા કોયડાને અભણ ડોસાએ ઉકેલી બતાવ્યો. – ૧૦૦ % લોકો ભૂલ ખાઈ જશે આ કોયડામાં.

અહીં આપેલો કોયડો પૂરો ધ્યાનથી વાંચજો… આ કોયડામાં કરેલા ન્યાયને ધ્યાનથી જોજો અને જો લાગે કે કરેલો ન્યાય એકદમ બરોરબ છે તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.. તેમજ આ પોસ્ટને શેર પણ કરજો જેથી બીજા લોકોને પણ ખબર પડે કે, ભણતરની સાથે સાથે ગણતર પણ એટલું જ મહત્વનું છે. જે ગણતરની કોઠા સૂઝ વડે ભલભલા પ્રશ્નો પણ હલ થઇ શકે છે. તેથી બાળકો નાના હોય ત્યારથી જ તેમને ભણાવવાની સાથે સાથે થોડું ગણાવવાની પણ તકલીફ ઉઠાવજો…. ધન્યવાદ…

 

ઘણા સમય પહેલાની વાત છે… તે દિવસોમાં મુસાફરી કરવાના વાહનો બહુ હતા નહિ એટલે લોકો ચાલીને કે ઘોડા દ્વારા મુસાફરી કરતા. એક વખત એક મુસાફર ઉનાળાના સમયમાં એટલે કે ગરમીના સમયમાં એક ગામથી બીજે ગામ ચાલતા ચાલતા જતો હતો. તે મુસાફરી સારી બને તેમજ તરસ ના લાગે એટલે કુવામાંથી 5 શીશી ભરીને પાણી લઈને નીકળ્યો હતો.

જેમ જેમ આગળ આગળ ચાલતો ગયો તેમ તેમ તડકો પણ વધતો ગયો, હજુ થોડે દુર ગયો એટલે તેની સાથે એક બીજો મુસાફર પણ જોડાણો તે મુસાફર માણસ પણ તડકો ના લાગે તેથી તેની સાથે પાણીની ૩ શીશી ભરીને આવ્યો હતો. હવે તે મુસાફરો જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ તેની વચ્ચે મિત્રતા ભરી વાતો થવા લાગી અને આગળનો પંથ કાપતા ગયા. થોડી વાર બાદ હજુ એક ત્રીજો મુસાફર તેમની સાથે ભેગો થયો આ મુસાફર અજાણ્યો હતો તેથી તેને વિનંતી કરી કે, આપ બંને ભાઈઓ મને તમારી સાથે રાખો કેમ કે, મેં આ રસ્તે ક્યારેય મુસાફરી નથી કરી તેથી હું ભૂલો પણ પડી શકું છું. જો આપ બંને મને સાથે લઇ જાવ તો તમારો ખુબ ખુબ આભાર.

હવે આ બંને મુસાફરોને લાગ્યું કે ભાઈ એક કરતા બે ભલા અને બે કરતા ત્રણ તેથી હવે તે ત્રણેય લોકો મુસાફરી સાથે સાથે કરવા લાગ્યા. હવે વાત એમ બની કે, તડકો વધ્યો અને તે ત્રણેય લોકો એક ઝાડ નીચે આવીને ઉભા રહ્યા અને આ બંને ભાઈઓએ પોતાની પાસે રહેલી પાણી ની શીશીઓ કાઢી, એક વ્યક્તિએ 5 શીશી કાઢી અને બીજા વ્યક્તિએ ૩ શીશી કાઢી.. પણ ત્રીજો મુસાફર હતો તેને કહ્યું કે ભાઈઓ પંથ ખુબ લાંબો છે અને મારી પાસે પાણી નથી. જો મને તમે પાણી પાશો તો હું તમને પાણી ના બદલામાં અમુક સોના મહોરો આપીશ. પેલા બંને લોકો માની ગયા અને તેને પાણી પાવાનું નક્કી કર્યું અને બદલામાં જે સોના મહોર મળે તેનો ભાગ પડવાનું નક્કી કર્યું.

હવે પેલા બંને વ્યક્તિઓએ પોતાની પાસે રહેલી 5 શીશી અને ૩ શીશી મિલાવી દીધી અને કુલ 8 શીશીઓ કરી નાખી અને તે કુલ 8 શીશીઓનું પાણી સાથે મળીને પીવાનું ત્રણેય લોકોએ નક્કી કર્યું. આ ત્રણેય જ્યાં જ્યાં થાક ખાવા બેસતા ત્યાં ત્યાં આ 8 શીશીઓમાંથી પાણી પિતા હતા. ધીમે ધીમે પંથ કપાવવા લાગ્યો અને અંતે તે લોકો જે ગામ પહોચવાનું હતો તે ગામ પહોચી ગયા. આ ગામની અંદર પહોચ્યા અને ઉનાળો હોવાથી તે લોકો તેમની પાસે રહેલી તમામ પાણીની શીશી પી ગયા હતા. હવે ગામની અંદર પહોચ્યા એટલે પેલા ત્રીજા મુસાફરે કહ્યું કે, ભાઈઓ તમે મને પાણી પાયું તે બદલ તમારો ખુબ ખુબ આભાર, અને હું મારી પાસે રહેલ આ 8 સોના મહોર તમને આપું છું, અને મારે થોડું ઉતાવળથી બીજું કામ છે તેથી તમે બંને આ 8 સોના મહોરના તમને યોગ્ય લાગે તે રીતે ભાગ પડી લેજો. આમ કહી ત્રીજો મુસાફર હતો તે ચાલતો થયો.

હવે આ બાજુ રહેલી 8 સોના મહોરને પેલા બંને ભાઈઓ વહેચવા બેઠા પેલા મુસાફરે કહ્યું કે મારી 5 શીશી હતી અને તારી ૩ શીશી હતી એટલે 8 સોના મહોરમાંથી 5 સોના મહોર હું રાખી લઉં અને ૩ સોનામહોર તું રાખી લે. આમ કહી 5 સોના મહોર પોતે રહી ને ૩ સોના મહોર બીજા મુસાફરને આપી. પણ અહીં રહેલા બીજા મુસાફરને એમ લાગ્યું કે, મારી ભલે ૩ શીશી પાણી હતું પણ મને ૩ સોનામહોર કેમ મળી મને થોડી વધુ સોનામહોર મળવી જોઈએ. આમ વિચારી તે પેલા મુસાફર જોડે લડવા લાગ્યો. કે મને ૩ શીશી માટે ૩ સોનામહોર મળી એ ઓછી કહેવાય. પેલો મુસાફર બોલ્યો કે, ભાઈ મારી 5 શીશી સામે 5 સોનામહોર મેં રાખી અને તારી ૩ શીશી સામે તને ૩ સોનામહોર મળી એમાં ખોટું શું છે.

છતાં પણ બંને મુસાફરો સોના મહોરોના ભાગ માટે ઝઘડી પડ્યા. આ મુસાફરોને ઝઘડતા જોઈ બીજા નગરના ઘણા માણસો પણ ભેગા થઇ ગયા અને તમાશો જોવા લાગ્યા. અને જે કોઈ લોકોએ આ વાત સાંભળી તેને આ ન્યાય બરાબર લાગતો હતો પણ પેલો મુસાફર ૩ સોનામહોર મળી તે આનો વિરોધ કરતો હતો……….

શું મિત્રો તમને પણ આ ન્યાય બરોબર લાગે છે ? કે, 5 શીશી હોય એની 5 સોનામહોર અને ૩ શીશી હોય એની ૩ સોનામહોર..   હા…… કે……ના … શું તમારો જવાબ હા છે?

તો મિત્રો તમે ખોટા છો… જુઓ સાચો ઉકેલ અહીં અમે આપીએ છીએ….. જો તમને અમારો ઉત્તર સાચો લાગે તો કોમેન્ટ બોક્ષમાં તમે અમને ઉત્સાહ પૂરો પડતી કોમેન્ટ કરજો અને આ પોસ્ટને ચોક્કસ શેર કરજો જેથી આ ગજબનો કોયડો બીજા લોકો પણ વાંચી શકે..

આ બંને મુસાફરો ઝગડતા હતા એટલે ત્યાં રહેલા એક માણસે કહ્યું કે અમારા ગામમાં એક વૃદ્ધ દાદા રહે છે. તે જ અમારા ગામની અઘરામાં અઘરી સમસ્યાનું નિવારણ લાવતા હોય છે. તો તમે પણ જઈને તમારી આ વાત કરો તો તેમની પાસે તમારી કોઈ સમસ્યાનું નિવારણ ચોક્કસ થઇ જશે. આમ આ વાત માની બંને મુસાફરો તે વૃદ્ધ અભણ ડોસાની પાસે આવ્યા. ત્યા આવી બંને એ પોતાની પોતાની તરફથી વાત કહી તે બંને લોકોની વાત સંભાળીને આ વૃદ્ધ ડોસો થોડીવાર વિચારીને બોલ્યો…

હા, તમારી સમસ્યાનું સમાધાન હું કરી શકું છું. મારી વાત સાંભળો અને બંને શાંતિથી બેસો હું હમણાં જ તમારી સમસ્યાનું સમાધાન કરી આપું છું…

આમ કહી તે વૃદ્ધ ડોસો બોલ્યો કે, તમારી પાસે કુલ 8 બોટલ હતી બરોબર…. તમે ત્રણેય મુસાફરોએ તેમાંથી સરખા ભાગે પાણી પીધું બરોબર…. અને પેલા મુસાફરે તમને 8 સોનામહોર આપી. આ સાંભળીને પેલા બંને બોલ્યા કે હા બરોબર,

હવે તે ડોસો બોલ્યો, કે હવે તમે ધારો કે, તમારી પાસે રહેલી શીશીમાંથી ત્રણ ગ્લાસ પાણી ભરાય છે. તો હવે તમારી પાસે રહેલી કુલ 8 શીશીમાંથી 24 ગ્લાસ પાણી રહેલું કહેવાય. આ મુજબ 24 ગ્લાસ પાણી થયું તો હવે તમે તે પાણી ત્રણેય લોકો એ બરોબર હિસ્સાથી પીધું…. એટલે કે, દરેક વ્યક્તિએ 8 ગ્લાસ પાણી પીધું કહેવાય.

આ ગ્લાસના હિસાબ મુજબ પાણીની ગણતરી કરીએ તો પહેલા મુસાફર પાસે 5 શીશી પાણી હતું તો તેમાંથી પ્રત્યેક શીશીમાંથી ૩ ગ્લાસ ભરતા હતા એટલે તે 5 શીશીમાંથી 15 ગ્લાસ પાણી ભરાયું કહેવાય. તેમજ બીજા મુસાફર પાસે ૩ શીશી પાણી હતું એટલે તેની પાસેથી 9 ગ્લાસ પાણી નીકળ્યું કહેવાય.

 

તો હવે ત્રણેય મુસાફરોએ 8 ગ્લાસ પાણી પીધું તેથી પહેલા મુસાફરે તેની પાસે રહેલા ૧૫ ગ્લાસ પાણી માંથી 8 ગ્લાસ પોતે પીધું અને (15 – 8  = 7 ) સાત ગ્લાસ પાણી ત્રીજા મુસાફરને આપ્યું.

અને બીજા મુસાફર પાસે કુલ 9 ગ્લાસ પાણીમાંથી 8 ગ્લાસ પાણી પોતે પીધું અને ( 9 – 8 = 1 ) એક ગ્લાસ પાણી ત્રીજા મુસાફરને આપ્યું.

જો ત્રીજા મુસાફરે 8 ગ્લાસ પાણી પીધું અને તેના બદલામાં 8 સોનામહોર આપી હતી તો તેણે 7 ગ્લાસ પાણી તો પહેલા મુસાફરનું પીધું હતું એટલે 7 સોનામહોર તેને મળવી જોઈએ. અને ફક્ત 1 ગ્લાસ પાણી જ બીજા મુસાફરનું પીધું હતું એટલે બીજા મુસાફરને ફક્ત 1 સોનામહોર જ મળવી જોઈએ…

આમ, તે વૃદ્ધ ચતુર ડોસાએ પોતાના પાતાની કોઠા સુઝથી આ અજીબ અને અઘરો લાગતો કોયડો ઉકેલી આપ્યો… જોયું મિત્રો હવે ખબર પડી કે આ ભાગ પાડવાની સાચી રીત કહેવાય.

જો આ આર્ટીકલ ગમ્યો હોય તો જરૂરથી શેર કરો. અને અમારું પેજ લાઇક  કરવાનું ભૂલતા નહિ.

  મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

  

                                    મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

Leave a Comment