અભિમન્યુ અને ચક્રવ્યુહની સંપૂર્ણ કથા…. જરૂર વાંચો અને જરૂર શેર કરો.

મહાભારતમાં અને તેના ચક્રવ્યૂહ ની કહાની

મિત્રો તમે અર્જુનપુત્ર અભિમન્યુ વિશે ઘણું જાણ્યું હશે કે તે પણ  તેના પિતા અર્જુન જેવો પરાક્રમી વીર યોદ્ધા હતો. અમુક લોકો એમ માને છે કે અભિમન્યુએ માતાના ગર્ભમાંથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. માત્ર તેને ચક્રવ્યૂહ તોડવાનું જ્ઞાનપ્રાપ્ત ન હતું……. પણ….થેન્ક્સ ભારત યુ-ટુબ ચેનલે મહાભારતના શ્લોક વાતચીત અને તથ્યોને આધારે સાબિત કર્યું છે કે, અભિમન્યુએ જયારે મહાભારતનું યુદ્ધ લડ્યું ત્યારે તેની ઉંમર 50 વર્ષોની આસપાસ હતી. તેમ જો ઈચ્છો તો તે વીડિઓ પણ જોઈ શકો છો તેની લીંક આર્ટીકલના અંતમાં આપેલી છે.

તો આજે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે મહાભારતના એક યોદ્ધા અભિમન્યુ સાથે જોડાયેલી ચક્રવ્યૂહની કહાની… તો ચાલો આપણે કેટલાક પ્રશ્નો ના જવાબ મેળવીએ કે, કેવી રીતે અભિમન્યુ ચક્રવ્યૂહમાં ગયો? અને ત્યારબાદ શું થયુ?  શું અભિમન્યુ ગર્ભમાંથી જ ચક્ર્વ્યુંહનું જ્ઞાન લઈને જનમ્યો હતો? કે જન્મ બાદ કોઈએ તેને આ કળા શીખવી હતી? અભિમન્યુ કેમ ચક્ર્વ્યુંહમાં મૃત્યુ પામ્યો શા માટે તેને તોડી ના શક્યો?

મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણનો ખુબ જ મહત્વનો ભાગ રહ્યો છે. કેમ કે, જો શ્રી કૃષ્ણ ના હોત તો મહાભારત એક મહાકાવ્ય ક્યારેય ના બની શકત અને ધર્મનો વિજય પણ ક્યારેય ના થાત. અભિમન્યુની વાત પણ શ્રી કૃષ્ણ સાથે જ જોડાયેલી છે. અને અભિમન્યુના જીવનમાં શ્રી કૃષ્ણનું પણ એક મામા તરીકેનું મહત્વનું યોગદાન રહ્યું છે. અને શ્રી કૃષ્ણ અભિમન્યુના મામા થાય એટલે તેમને અભિમન્યુ ના શરૂઆતના જીવનમાં ખુબ જ મહત્વનું યોગદાન આપેલું છે.

મહાભારતના યુદ્ધમાં ફક્ત ત્રણ જ યોદ્ધા હતા કે જે ચક્ર્વ્યુંહનો તોડ જાણતા હતા. તેમાં  1.ગુરુ દ્રોણાચાર્ય 2. અર્જુન ૩. શ્રીકૃષ્ણ આ ત્રણ યોધ્ધા સિવાય કોઈ આનો ઉકેલ જાણતું ના હતું.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું કૌરવએ ચક્રવ્યૂહની રચના કરી દીધી હતી. કૌરવો પાંડવોને લલકારી રહ્યા હતા. વાત હવે આન પર આવી ગઈ હતી બધા પાંડવો ચિંતામગ્ન હતા. તેમને ચુનૌતી મળી હતી કે કાંતો ચક્રવ્યુહ તોડો અથવા હાર માની લો. ચક્રવ્યૂહમાં કોને મોકલવામાં આવે એ વિષય પર વાત ચાલી રહી હતી. ત્યાં એક વીર યોદ્ધા આવ્યો. જેની કોઈને આશા પણ ન હતી, આ યોદ્ધા હતો અર્જુન પુત્ર અભિમન્યુ.

અભિમન્યુ પાંડુ પુત્ર અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા. સુભદ્રા શ્રીકૃષ્ણ અને બલરામ અને બહેન હતા. કહેવામાં આવે છે કે એ સમયના બધા દેવતાઓએ પૃથ્વી ઉપર પોતાના પુત્રોને અવતાર રૂપે ધરતી પર મોકલ્યા હતા ચંદ્રદેવ પોતાના પુત્ર રૂપે અભિમન્યુનો જન્મ થયો.

અભિમન્યુ નામનો આર્થ એ થાય કે, અભી એટલે “નિર્ભય” અને મન્યું એટલે “ક્રોધી”. અભિમન્યુ નામ પ્રમાણે જ નીડર ને ક્રોધી હતા. અભિમન્યુનું બાળપણ પણ દ્વારકામાં જ વીત્યું હતું. અને બાળપણમાં જ અભિમન્યુ એ મામા શ્રી કૃષ્ણ પાસેથી અનેક પ્રકારની વિદ્યા શીખી હતી. અમુક ઈતિહાસ કારો અને મહાભારતના વિદ્વાનો મને છે કે , અભિમન્યુએ માતાના ગર્ભમાંથી ચક્ર્વ્યુંહનું જ્ઞાન નથી મેળવ્યું, તેમને ચક્ર્વ્યુંહનું જ્ઞાન શ્રીકૃષ્ણ એ આપ્યું હતું.

અને આ વાતની સાબિતી આપતો વિડીઓની લીંક પણ અમે નીચે આપેલી જ છે. અભિમન્યુના લગ્ન મહારાજ વિરાટના પુત્રી “ઉત્તરા” સાથે થયા હતા. અને આ પુત્રએ અભિમન્યુના મુત્યુ પછી જન્મ લીધો હતો અને તેમના એક પુત્રનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યો પછી, તેમણે જ પાંડવોનો વંશ આગળ વધાર્યો હતો.

એવો સમય કોઈ દિવસ ન આવત જો અર્જુન ત્યાં ઉપસ્થિત હોત. જેણે પોતાના એકલા હાથે કૌરવોની સેનામાં હાહાકાર મચાવી દીધો હતો. ભીષ્મ પિતામહ ધરાશાઈ થઇ ચુક્યા હતા. અને હવે ગુરુ દ્રોણાચાર્યે સેનાપતિત્વ સાંભળ્યું હતું. દુર્યોધન પણ અર્જુનનું પરાક્રમ જોઈ ચિંતામાં હતો ત્યારે દુર્યોધનને ગુરુ દ્રોણાચાર્યથી વિચાર વિમર્શ કરી અર્જુનને યુદ્ધ ભૂમિથી દૂર લઈ જવા માટે વિચાર્યું.

તેણે બીજા લડવૈયાને  કહીને અર્જુનને કુરુક્ષેત્રથી દુર લડવાની ચુનોતી આપી. અને અર્જુનને ત્યાંથી હટાવ્યા. તેથી પાંડવોની ઈજ્જત અને રક્ષા માટે અભિમન્યુ આગળ આવ્યું હતું.

યુધિષ્ઠિરે અભિમન્યુને સમજાવતા કહ્યું તારા પિતા સિવાય કોઈ ચક્રવ્યૂહને ભેદવાની કળા જાણતું નથી. તો પછી તું આ કઈ રીતે કરી શકીશ. અભિમન્યુએ કહ્યું કે, મને તમે અયોગ્ય ના સમજો. હું ચક્રવ્યૂહ તોડી નાખીશ એવું સાહસ છે મારામાં. મને પિતાજીએ અને મામા શ્રીકૃષ્ણએ મને ચક્ર્વ્યુહની શિક્ષા આપી છે. હું સાહસ અને પરાક્રમ વડે ચક્રવ્યૂહ તોડી નાખીશ. માટે હે આર્ય, કૌરવો દ્વારા આપવામાં આવેલી ચુનોતી સ્વીકાર કરો.

યુધિષ્ઠિરે અભિમન્યુને સમજાવવાની કોશિશ કરી પણ અભિમન્યુ કોઈ પણ વાત સમજવા તૈયાર ના હતો. અંતે નિર્ણય લેવામાં આવ્યો કે, અભિમન્યુને ચક્રવ્યુહમાં મોકલવામાં આવ્યો. અને અભિમન્યુની સહાયતા માટે ધૃષ્ટધ્યુમ્ન અને સાત્યકિને મોકલવામાં આવ્યા.

અભિમન્યુએ પહેલા દ્વાર પર બાણોની વર્ષા કરતા તેને તોડી દઈને ચક્ર્વ્યુહની અંદર ઘુસ્યો.  તેમની સાથેના સાત્યકિ અને ધુશ્ત્ધુમ્ન તો અંદર ના જઈ શક્યા  પણ અભિમન્યુ કોઈ પ્રચંડ અગ્નિની જેમ બધાને જલાવતા આગળ વધી રહ્યો હતો. બધા મહારથીઓ પોતપોતાના દરેક બળપ્રયોગ કરી ચુક્યા હતા પરંતુ કોઈ પણ તેને રોકવામાં સમર્થ ન હતા.

અભિમન્યુ દરેક દ્વારને રમકડાની જેમ તોડતો તોડતો કોઈ પણ સમસ્યા વગર આગળ વધી રહ્યો હતો.  જેનાથી દુર્યોધન અને કર્ણ પણ ચિંતિત થયા હતા. તેમણે દ્રોણાચાર્યને કહ્યું કે, અભિમન્યુ તો અર્જુનની જેમ જ પરાક્રમી છે. જો તેને જલ્દી રોકવામાં ન આવ્યો તો તે આપણી બધી યોજનાઓ પર પાણી ફેરવી દેશે.

અત્યારસુધીમાં અભિમન્યુએ બૃહ્દલ અને દુર્યોધનના પુત્ર લક્ષ્મણને યમલોકમાં પહોંચાડી ચુક્યો હતો. કર્ણ, દુ:શાસનને પરાજિત કરી દીધા હતા. જ્યારે કૌરવોએ જોયું કે કોઈ પણ પ્રયત્નો સફળ નથી થઇ રહ્યા તેથી તેમને અભિમન્યુ સાથે છળ કરવાનું વિચાર્યું.

અને યોજના મુજબ બધા મહારથીઓ જેવા કે, અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા, કર્ણ અને દુર્યોધન વગેરેએ તેના પર આક્રમણ કરી નાખ્યુ. આટલા મહારથીઓની વચ્ચે પણ અભિમન્યુ તેનું રણ કૌશલ દેખાડતો રહ્યો હતો.

કર્ણએ બાણથી તેનું ધનુષ તોડી નાખ્યું. ભોજે તેનો રથ તોડ્યો. આમ અભિમન્યુ હવે કૌરવોની વચ્ચે એકલો નિસહાય થઈને રહી ગયો હતો. અને કૌરવોએ ઘણા નિયમોના ઉલંઘન કરીને અભિમન્યુ જેવા મહાવીર યોદ્ધાને હરાવ્યો. જો કૌરવોએ છળ ના કર્યું હોત તો અભિમન્યુ ચક્રવ્યૂહ તોડીને બહાર આવી જાત.

આમ એક વીર અર્જુનપુત્ર અભિમન્યુના જીવનનો અંત આવ્યો. અભિમન્યુ જતા જતા આપણને એ શીખવતા ગયા કે, પરિસ્થિતિ કેટલી પણ વિકટ કેમ ના હોય પણ માણસે ધૈર્ય સાથે તેનો સામનો કરવો જોઈએ.

આ સંસારમાં કોઈ યુદ્ધ જીતનાર યોદ્ધા જ શ્રેષ્ઠ નથી ગણાતો પણ યુદ્ધમાં શૌર્ય અને કૌશલ દેખાડનાર યોદ્ધા પણ શ્રેષ્ઠ ગણાય છે. અને વીર યોદ્ધાને પણ સન્માનની નજરોથી જોવામાં આવે છે. લક્ષ્યની પ્રાપ્તિ કરો.

આ હતી સાહસી અર્જુન પુત્ર અભિમન્યુની કહાની. થેન્ક્સ ભારત ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અભિમન્યુની ઉંમર ચક્રવ્યૂહની લડાઈ વખતે 50 વર્ષ જેટલી હતી તે વાત પૂરી જાણવા નીચેનો વિડીઓ જોઈ લો. આ વીડીયોમાં અભિમન્યુની ઉંમર 50 વર્ષ હતી એમ મહાભારતના શ્લોક અને તથ્યો દ્વારા કહેવામાં આવી છે. 

થેન્ક્સ ભારત ચેનલની લીંક ..

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Leave a Comment