જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું.  માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર આવે પણ, મુશ્કેલી અને સારા સમયને કઈ રીતે સાચવવો તે આપણે આજે જાણીશું. અને દરેક સમયમાં એકાગ્રતા કેવી રીતે મેળવવી?

દરેક મનુષ્યને પોતાના અંગત જીવનમાં એવો સમય આવે જયારે તેને સાચું અને ખોટું બંનેને પરખ કરવાનો સમય આવે છે. ત્યારે વ્યક્તિ ખુબ મનથી ભાંગી પડે છે, અને ત્યારે તે પુસ્તકો અને જ્ઞાની પુરુષો ને સલાહ અથવા તો સત્સંગ કે કથાઓ નો સહારો લેતા હોય છે. જેનાથી તેને જીવનમંત્ર મળી રહે છે.આવું લોકો માનતા હોય છે જયારે એ બધી વસ્તુઓ આપણા જ શરીર, વિચાર, બુદ્ધિ અને હૃદયમાં જ હોય છે.

૧] ભગવાન શિવે પાર્વતીજીને સરળ જીવનના પહેલા રહસ્યમાં ધર્મ અને પાપની વિષે જણાવ્યું. મનુષ્ય જીવનમાં ધર્મ અને અધર્મ વિષે કહ્યું કે, મનુષ્યે પેલા તો ક્યારેય ખોટું ન બોલવું જોઈએ જેનાથી જીવનમાં ઘણા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઓટોમેટીક થઇ જાય છે. અસત્ય વાતનો સાથ જયારે માણસ આપે ત્યારે તે સૌથી મોટું પાપ કરે છે. અને અસત્ય બોલે ત્યારે પણ પાપ માનવામાં આવે છે. એટલા માટે મન, વિચાર અને પોતાના કામમાં સત્યનું પાલન કરનારા વ્યક્તિને મહત્વ આપવું. કેમકે, સત્ય બોલવું એક મોટો ધર્મ જ ગણાય છે.

૨]  બીજું રહસ્ય શિવજીએ પાર્વતીજી ને એ કહ્યું કે, કોઈ પણ કામ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિએ જીવનમાં કોઈ પણ કામ કરતી વખતે એક સાક્ષી રાખવો પણ, એ સાક્ષી બીજું કોઈ નહિ, પરંતુ આપણે ખુદ જ હોવા જોઈએ. તેનાથી આપણને ખરાખોટાનું મહત્વ સમજાય છે. કોઈ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ત્યારે તેને એવું લાગતું હોય છે કે, મને કોઈ જોતું જ નથી પણ તે તેનો ખરેખર ભ્રમ હોય છે તે ખુદ પોતાના આત્માની સાથે તે દગો કરી રહ્યો હોય છે. અને એક સમયે ખોટું સમાજની સામે બહાર આવી જાય છે એટલા માટે મનુષ્ય પોતાના જીવનના દરેક ભાગનો સાક્ષી ખુદ જ હોય છે. માણસ એક ભાવ રાખે તો ખુદ જ પાપ કર્મ કરતો અટકી જાય છે. કારણ કે તે પોતે ખરું ખોટું શું કહેવાય તેની તેને સમજણ હોય છે.

3] ભગવાન શિવજી દ્વારા પાર્વતીજી ને કહેલું ત્રીજું રહસ્ય આ છે… ક્યાં ત્રણ કામ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ.શિવજી કહે છે કે, કોઈ પણ મનુષ્યે મન, વાણી અને સંભોગથી પાપ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. કારણ કે, આ બધા પાપો માણસને ક્યારેય છોડતા નથી. માણસે ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાંથી મનને ક્યારે વિચલિત ન થવા દેવું જોઈએ, વાણી ક્યારેય વિમુખ ન બોલવી જેનાથી કોઈને પણ ખોટું લાગે. કામ ક્યારેય પર સ્ત્રીની વાસનામાં ન હોવું જોઈએ. આ બાબતો થી આપણી ધ્યાનેન્દ્રી શક્તિ વધે છે. જેનાથી આપણું મન કાબુમાં આવે છે. અને ભગવાન શિવજીએ કહેલી આ ત્રણ વસ્તુ ઉપર મનુષ્યમાં અંકુશ આવી શકે છે.

૪] ચોથું રહસ્ય એ છે કે, સંસારમાં કોઈ મનુષ્યને કોઈને કોઈ બાબતમાં આસક્તિ રાખતો હોય છે. પરંતુ મનુષ્યે વસ્તુ, કોઈ પણ સમય, વ્યક્તિ, વાસના અને આકર્ષણ આ બધી બાબતો અમુક સમયે તમારા માટે દુઃખદાઈ સાબિત થાય છે જેનાથી આપણા જીવનના લક્ષને આપણે ખોઈ બેસીએ છે. જો આપણે જીવનમાં કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પણ વસ્તુની આસક્તિ આપણે આપણા જીવન લક્ષ માંથી રસ્તો ભુલાવી ને ભટકતા કરે છે. જેના કારણે આપણે સફળતા મેળવી શકતા નથી. કોઈ પણ વસ્તુ નો લગાવ કે વ્યક્તિનું આકર્ષણ થાય અને તમને અભાસ થતો હોય કે તે વ્યક્તિ તમારા જીવનની સફળતા રુકાવટ લાવે છે તો તેને છોડીને આગળ વધવું તેનાથી તમારું લક્ષ ચોકકસ નિશાન ઉપર જશે.

૫] પાંચમું રહસ્ય ભગવાન જણાવે છે કે માણસના જીવનની સૌથી મોટી સમસ્યા તૃષ્ણા છે. તૃષ્ણા એટલે આશા, ઈચ્છા. માનવી પોતાના જીવન દરમિયાન ક્યારેય તૃપ્ત નથી થતો. તે દુનિયાના દરેક સુખ મેળવવામાં જીવનના અંતે ખુદ દુઃખી હોય છે. મનુષ્યનું મન ધ્યાનથી કેન્દ્રિત થાય છે. માણસ પોતાના જીવનમાં મન ઉપર કાબુ મેળવે તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી. મનને કંટ્રોલ કરવું એ એક કલા સમાન અઘરું અને કઠીન કાર્ય છે. પણ વ્યક્તિના જીવનમાં મનને સંતોષના વૃક્ષ નીચે વાવીને વૃક્ષના ફળો સમાન જીવન જીવવું જોઈએ જેનાથી વ્યક્તિગત જીવનમાંથી દરેક સુખોની પળોને શોધી કાઢે છે.

લેખક – ગુજરાતી ડાયરો ટીમ.

 l

 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

 

 

Leave a Comment