તમારી આ સિક્રેટ વાતો ભૂલથી પણ કોઈ ને ના કહો .. નહિતર પડી શકો છો દુવિધામાં

0
629
views

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤫 સફળ થવું હોય તો કદી શેર ના કરો આ ૪ વાત…. 🤫

💁 મિત્રો આપણી સામે સમાજ તથા દુનિયામાં ઘણા એવા વ્યક્તિઓને આપણે જોતા હોઈએ છીએ અને મળતા હોઈએ છીએ. તેને જોઈને આપણને મનમાં એવું થાય છે કે આ લોકોનું પણ કંઈક સિક્રેટ હશે. પરંતુ એવું કંઈ હોતું નથી. હકીકતમાં કેટલીક એવી બાબતો હોય છે જેનું તે લોકો ધ્યાન રાખતા હોય છે. જે દરેક મોટા તથા સામાન્ય માણસે ધ્યાનમાં રાખવું જોઈએ.Image Source :

💁 આજે આ આર્ટીકલમાં અમે તમને એવી બાબતો વિશે જણાવવાના છીએ જેને શેર કરતા પહેલા વિચારવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો કદાચ આ બાબતો આપણી પ્રગતીમાં અડચણરૂપ બનતી હોય છે. જેના કારણે સફળતા નથી મળતી અથવા તો મોડી મળે છે.

🎯 ૧. તમારા ગોલ કે પ્લાનિંગ દરેકને શેર ન કરવા જોઈએ : 🎯

🎯 હા મિત્રો, આપણે આપણા ભવિષ્યના પ્લાનિંગ કે ગોલ ક્યારેય કોઈને કહેવા જોઈએ નહિ. કારણ કે, દુનિયાના ૯૦% લોકો એવી પ્રકૃતિ ધરવતા હોય છે જે તમને મોટીવેટ કરવાને બદલે ડીમોટીવેટ જ કરતા હોય છે. તે લોકો આપણને હંમેશા ઉલટી સલાહ જ આપતા હોય છે. અથવા તો ઘણા લોકોની પ્રકૃતિ એવી હોય છે જે બીજા લોકોની પ્રગતિ જોઈ નથી શકતા. બધા લોકો એવા નથી હોતા માટે જો તમે બીઝનેસમેન હોવ તો તમારા આગળના પ્લાનિંગ તમારી ટીમ સાથે શેર કરવા જ પડતા હોય છે. પરંતુ બહારના વ્યક્તિને ક્યારેય તમારા ગોલ શેર ન કરો.Image Source :

👫૨. તમારી પર્સનલ લાઈફ ને બહાર શેર ન કરવી જોઈએ:

👫 હા મિત્રો, આપણે આપણી પર્સનલ લાઈફને લઈને કોઈ સાથે ડિસ્કસ ન કરવી જોઈએ. દરેકની લાઈફમાં કંઈકને કંઈક પ્રોબ્લેમ તો ચાલતા જ હોય છે. આપણને એવું લાગતું હોય છે કે આપણા પ્રોબ્લેમ બીજા સાથે શેર કરવાથી તે આપણને સહાનુભુતિ આપશે. પરંતુ બધા લોકો એવા હોતા નથી. મોટા ભાગના લોકો આ વાત કર્યા પછી આપણી પીઠ પાછળ આપણી મજાક કરતા હોય છે. અથવા તો બીજા લોકો ની સામે આપણને હાસ્યનું પાત્ર બનાવી બેસતા હોય છે. માટે આપણી પર્સનલ લાઈફની ડિસ્કશન કોઈની સાથે ન કરવી જોઈએ.Image Source :

✋ ૩ આત્મપ્રશંસા ન કરવી જોઈએ : ✋

✋ જી હા મિત્રો, આત્મપ્રશંસાને મહાભારતમાં પણ આપઘાતનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કદી પોતાની જાતની પ્રશંસા બીજા લોકો પાસે ન કરવી જોઈએ. કદાચ આપણે કોઈની હેલ્પ કરી હોય અથવા તો કોઈ સારું કામ કર્યું હોય તો કદી એ કામની પ્રશંસા ન કરવી જોઈએ. કારણ કે દુનિયા પર જેટલા મહાન માણસો ભૂતકાળમાં થઇ ગયા અથવા તો હાલ માં છે  તેમના એક પણ કામની પોતે પ્રશંસા નથી કરતા હોતા.Image Source :

✋ કારણ કે પોતાની જાતની પ્રશંસા કરવાથી કોઈ મહાન નથી ગણાતું. પરંતુ તેનો સમાવેશ અભિમાનમાં થઈ જાય છે. જેના લીધે ભલે આપણે કોઈ સારું કામ કરતા હોઈએ છતાં લોકો આપણને નકારે છે. માટે આત્મપ્રશંસા કદી ન કરવી.Image Source :

🏛 ૪. કદી પોતાની સંપતિ ના વિષે કોઈને ન કહેવું જોઈએ : 🏛

🏛 હા મિત્રો, આપણી પાસે ભલે ગમે તેટલી સંપત્તિ હોય પણ એના વિશેની વાત આપણે કોઈને કરવી જોઈએ નહિ. કારણ કે લોકો આપણી સંપત્તિ વિશે સાંભળીને ખુશ થવા કરતા ઈર્ષા વધારે કરતા હોય છે. અને આપણને નીચા પાડવાના પ્રયત્ન કરતા હોય છે. માટે કદી પોતાની સંપત્તિ વિશેની વાતો શેર ન કરવી જોઈએ.

🏛 તો મિત્રો આ હતી એ ૪ બાબતો જેનું ધ્યાન રાખવાથી તમારી સફળતામાં આવતી મુશ્કેલીઓને દુર રાખી શકો છો માટે આં બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google