જો આ ૧૦ ધંધાના સુત્રો યાદ રાખી લેશો તો ક્યારેય મંદી નહિ આવે તમારા ધંધામાં.. યુવાનો માટે જરૂરી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👨‍💼 જાણો વેપાર માટે ચાણક્યની ૧૦ નીતિઓ, ક્યારેય નહિ પાછા પડો… 👨‍💼💁‍♂️ મિત્રો ઘણા બધા લોકો પોતાના વેપારમાં અસફળ રહેતા હોય છે અને હારીને પછી પ્રયત્નો છોડી દેતા હોય છે. પણ મિત્રો આજે અમે ચાણક્યની એવી ૧૦ નીતિ જણાવવા જઇ રહ્યા છીએ કે જે તમે જાણી લેશો તો ક્યારેય તમારે વેપારમાં પાછા પડવાનો વારો કદાચ નહિ આવે.

💁‍♂️ મિત્રો ચાણક્યની નીતિઓ એવી હતી કે તે કોઈ દિવસ દુશ્મન ન તો જાણી શકતા ન તો સમજી શકતા. આ કુટિલ ચાલોના કારણે તેમને કૌટિલ્ય કેહવાતા. અર્થશાસ્ત્રમાં પારંગત હોવાના કારણે તેઓ રાજા ચંદ્રગુપ્તના સલાહકાર હતા. અને આજે પણ વેપારના સિદ્ધાંતો ચાણક્યની નીતિઓ સાથે મેચ થાય છે. મિત્રો આજે અમે એવી કંપનીના ઉદાહરણો પણ આપશું કે જાણતા અજાણતા ચાણક્ય નીતિના કારણે સફળ થઈ છે.

🗣 1.મિત્રો ચાણક્યનું માનવું છે કે વેપારનો આધાર વેપારીની બોલી પર નિર્ભર હોય છે. માટે જે વેપારી સારી ભાષાનો ઉપયોગ નથી કરતો તેનો વેપાર બરબાદ થઇ જાય છે. મિત્રો આ વાતને સરળતાથી સમજવા એક વાર્તા સંભાળીએ. એક ગામમાં બે વ્યક્તિઓ મધ વેચી રહ્યા હતા. જેમાં એક વ્યક્તિના મધની ગુણવત્તા ખૂબ જ સારી હતી પરંતુ તેની ભાષા ખૂબ કડવી અને તોછડી હતી. જ્યારે બીજો વ્યક્તિ હતો તેના મધની ગુણવતા ખૂબ સારી ન હતી. પરંતુ તેની ભાષા ખૂબ જ સારી અને મીઠી હતી. આ બંનેમાંથી બીજા વ્યક્તિના મધની ગુણવત્તા સારી ન હતી તો પણ તેનું મધ પેલા વ્યક્તિ કરતા ખૂબ જ વધુ વહેંચાતું હતું. કારણકે તેની ભાષા સારી હતી. માટે હંમેશા સારી અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો.📱 2. બીજી નીતિ છે પૈસા કરતા નામને જાળવવી રાખવું. તેના માટે સેમસંગની એક વાત સાંભળીયે તેના પરથી ખૂબ જ સારી રીતે સમજાઈ જશે. મિત્રો સેમસંગ 7 મોડેલની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સાઓ બન્યા હતા. ત્યારે તેને પોતાની બ્રાન્ડની ગુડવિલ એટલે કે નામના જાળવવા માટે તેને પૈસાનું નુકસાન ન વિચારતા તે બધા મોડલ માર્કેટમાંથી પાછા લઇ લીધા. આ રીતે તમારા વેપારમાં ક્યારેય પૈસા અને ગુડવિલ બંનેમાંથી જ્યારે એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે ગુડવિલને જ પસંદ કરવી.

🤷‍♂️ ૩.જરૂરતથી વધારે પ્રામાણિક ન બનો થોડી ચાલાકી વાપરો. ચાણક્યનું કહેવું છે કે ક્યારેય બધી વાત પ્રમાણિકતાથી બધાને ન કહેવી. મિત્રો તમને ચાણક્ય અપ્રમાણિક થવાનું નથી કેતા પણ વધારે પડતું પ્રામાણિક થવાની નાં પાડે છે. કારણ કે સૌથી વધારે સીધું અને પ્રમાણિક વૃક્ષ સૌથી પહેલા કપાય છે.🙎 4.ક્યારેય તમારા સિક્રેટ કોઈ સાથે શેર ન કરવા. મિત્રો કોકોકોલા કંપની વાળાએ પાણીમાં માત્ર થોડા તત્વો ઉમેરીને તે કોલ્ડ્રીંકસ બનાવી અને તેને વેંચીને ખૂબ જ નફો મેળવ્યો. મિત્રો કોકની સફળતાનું કારણ છે તેની સિક્રેટ ફોર્મ્યુલા જે માત્ર બેજ વ્યક્તિને ખબર છે. ઘણી અન્ય બ્રાન્ડે તેની કોપી કરવાનો પ્રયત્નો કર્યા પરંતુ તે સફળ થયા નહિ. માટે તમારા સિક્રેટને ક્યારેય કોઈને કેહવા નહિ તે તમને તબાહ કરી શકે છે.

🤦‍♂️ 5.દુઃખી લોકોથી દૂર રહો. મિત્રો એક બગડેલું સફરજન આખી ટોકરીના સફરજનને બગાડે છે. તેજ રીતે એક દુઃખી વ્યક્તિ આખી ઓર્ગેનાઈઝેશનના વ્યક્તિના મૂળને ખરાબ કરી નાખે છે. ચાણક્ય એવું નથી કહેતા કે દુઃખી લોકોને મદદ ન કરવી. પરંતુ તેનાથી દૂર રહેવું કારણ કે એક જ્ઞાની વ્યક્તિ પણ જો દુઃખી વ્યક્તિના સંપર્કમાં આવે તો તે તેને પણ દુઃખી કરી શકે છે.👸 6.દુનિયાની સૌથી મોટી તાકાત છે યુવાનો અને સૂંદર સ્ત્રીઓ તેવું ચાણક્યનું માનવું છે. મિત્રો તમે જોયું હશે કે કોઈ રીસેપ્શનીષ્ટ કે ઐર હોસ્ટેસ સૂંદર  હશે અને લોકો યુવાનોને જ પોતાની ઓર્ગેનાઈઝેશનમાં લેશે માત્ર ઊંચા હોદા પર જ અનુભવી અને મોટા વ્યક્તિને રાખશે તો જાણતા અજાણતા આ લોકો પણ ચાણક્ય નીતીને જ અનુસરી રહ્યા છે. તો આ નીતિને ધ્યાનમાં રાખીને લોકો કામ પર રાખવા.

👳 7.વેપારીએ ઘણા પ્રકારના લોકો સાથે સંપર્કમાં રહેવાનું હોય છે. તેનાથી મોટા એટલે કે આર્થિક બાબતે મોટી કંપની અને નાના પણ. જેમ કે એક મોટી કંપનીએ રો મટીરીયલ માટે નાની કંપનીનો સંપર્ક કરવો પડે છે તો ક્યારેય તેની સામે તેને પોતાની કંપનીના ઈશ્યુ ન જણાવવા. એક સાપમાં જેર ન હોયને તોય લોકોને એવુ જ કહેવું કે તે ઝેરીલો સાપ છે.🙅 8.મિત્રો અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ રીતે વર્તવું જોઈએ. કારણ કે કંપનીમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ખૂશ રાખવાના હોય છે. અને કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે વેપારીને ખબર હોવી જોઈએ. ચાણક્યનું તેના પર કેહવું છે કે એક ઘમંડી માણસને તમે માન આપીને દિલ જીતી શકો છો. એક મૂરખ માણસને મૂર્ખતા કરવા દો તે તેમાં ખુશ રહેશે અને એક સાચા વ્યક્તિ સામે સાચું બોલીને જ જીતી શકાય છે આ વાત બરાબર યાદ રાખવી.

🎀 .9 ચાણક્યનું  કહેવું છે કે વેપારમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે  કોઈ મિત્ર ગીફ્ટ આપે તો તેની પાછળ તેનું કોઈને કોઈ સ્વાર્થ રહેલું હોય છે. આ વાત દરેક વેપારીએ સમજી લેવી જોઈએ જેથી કોઈ મિત્રતાની આડમાં તમારો ફાયદો ના ઉઠાવી લે.

💴 10. મિત્રો ચાણક્યનું માનવું છે કે જે વ્યક્તિ આર્થિક વ્યવહાર કરવામાં, જમવામાં અને જ્ઞાન મેળવવામાં શરમાતો નથી તે હંમેશા સુખી રહે છે. તો આ વાત દરેક વેપારીએ પોતાના મગજમાં રાખવી જોઈએ.

💁 તો આ રીતે આ ચાણક્ય નીતિઓને અપનાવીને તમે તમારા વેપારને સફળતા તરફ લઇ જઇ શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “જો આ ૧૦ ધંધાના સુત્રો યાદ રાખી લેશો તો ક્યારેય મંદી નહિ આવે તમારા ધંધામાં.. યુવાનો માટે જરૂરી.”

Leave a Comment