જાણો ભારતના આ સાચા દેશભક્ત વિશે…. પોતાની સાઈનમાં પણ લખે છે ઇન્કલાબ જિંદાબાદ….

1
4954
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો ભારતના આ સાચા દેશભક્ત વિશે…. પોતાની સાઈનમાં પણ લખે છે ઇન્કલાબ જિંદાબાદ….

આજે અમે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેની વાત જાણીને તમે પણ દંગ રહી જશો. આ લેખને અંત સુધી વાંચીને આજે તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિએ દેશ માટે ઘણું બધું બલિદાન આપ્યું છે અને હજુ તેમની દેશ સેવા નિરંતર ચાલતી જ રહે છે. તો ચાલો જાણીએ એક સાચા અને બાહોશ દેશભક્ત વિશે.

તે સાચા અને બાહોશ દેશ ભક્તનું નામ છે શિફુજી શોર્ય ભારદ્વાજ. જેને આજે લગભગ દરેક વ્યક્તિ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીના નામ ઓળખે છે. જે એક સાચા અને ખુબ બહેતરીન માર્શલ આર્ટ ગુરુની સાથે સાથે એક સારા દેશ ભક્ત પણ છે. જેના લોહીનું એક એક ટીપું ભારત અને માત્ર ભારતની ધરતી માટે સમર્પિત કરી દીધું છે. તો ચાલો મિત્રો એક સાચા દેશ ભક્ત અને માર્શલ આર્ટ ગુરુ શિફૂજી વિશેની ખુબ જ મહત્વની જાણકારી જાણીએ. તેના વિશે જાણીને તમને પણ ખુબ જ ગર્વ અનુભવાશે.

શિફૂજીનો જન્મ 23 માર્ચ 1973 માં ગુરુદાસપુર પંજાબમાં થયો હતો. પંજાબનું આ પરિવાર, જ્યાં મોટા ભાગના પુરુષો પહેલવાની જ કરતા હતા અને તેના પરિવારનું કુસ્તીની રમતમાં ખુબ જ મોટું નામ હતું. તેનાથી પણ મોટી અને ગર્વની વાત એ છે કે શિફૂજીના દાદા એક સાચા દેશભક્ત હતા. જેણે ભગતસિંહ સાથે મળીને કાકોરી ટ્રેન હુમલાને અંજામ આપ્યો હતો.

શિફૂજીની માતા એક સારા ટીચર છે જેણે આખી જિંદગી ગરીબ બાળકોના અભ્યાસ અને તેના ભવિષ્યને બનાવવામાં લાગવી દીધી. શિફૂજીનો મોટાભાગનો સમય પોતાના દાદા સાથે જ વીતતો હતો. જે તેને દેશ ભક્ત ભગતસિંહની વાત કરતા હતા અને ત્યાંથી જ શિફૂજીના મનમાં પણ દેશભક્તિ જાગી ગઈ અને તેણે પોતાનું જીવન દેશસેવામાં સમર્પિત કર્યું.

શિફૂજીએ બાળપણમાં જ માર્શલ આર્ટની ટ્રેનીંગ શરૂ કરી દીધી હતી. તેણે ચીની ગુરુ શી ડી યાંગ પાસેથી ખુબ જ કઠીન પ્રશિક્ષણ લીધું. ત્યાર બાદ તે ઇન્ડિયન આર્મી સાથે જોડાયા અને ભારત સરકાર સાથે મળીને ઘણા બધા મોટા મોટા મિશનોને અંજામ આપ્યો. મિશન ભગતસિંહ, મિશન મેરી મીટ્ટી, મિશન વિશ્વગુરુ, મિશન પ્રચંડ ભારત, મિશન ભારત માં. આ બધા તમણે મિશનો કરેલા છે અને તેમાં તે સફળ પણ રહ્યા છે.

તેની સાથે સાથે શિફૂજી દુનિયા બધા જ કમાન્ડર ટ્રેનરમાંથી એક જ એવા વ્યક્તિ છે જે ઘણા બધા દેશોના  કમાન્ડરોને ટ્રેનીંગ આપી રહ્યા છે. મુંબઈના સૌથી મોટા આંતકી હુમલો 26/11 પછી શિફૂજી ભારતના એન્ટી ટેરીસ્ટ સ્કોડ કમાન્ડરોને અને મુંબઈ પોલીસને પર્સનલી ટ્રેનીંગ આપે છે.

શિફૂજીએ ભારતની પ્રગતી માટે પણ ખુબ જ યોગદાન આપ્યું છે.  શિફૂજીએ અત્યાર સુધીમાં 31 લાખ છોકરીઓને સેલ્ફ ડીફેન્સની ટ્રેનીંગ આપી છે. જે આજે એક વર્લ્ડ રેકોર્ડ છે. તેનાથી પણ ખાસ વાત એ છે કે ગુગલની સર્ચ રીપોર્ટ અનુસાર 2008 થી શિફૂજી બેસ્ટ કમાન્ડોના લીસ્ટમાં નંબર 1 પર છે. તેના સિવાય શિફૂજી બોલીવુડમાં પણ ખુબ જ લોકપ્રિય છે. માસ્ટર શિફૂજીએ ટાઇગર શ્રોફની ફિલ્મ બાગીમાં 75 વર્ષના ગુરુના રૂપમાં રોલ પ્લે કર્યો હતો. તેની સાથે સાથે ગ્રાન્ડમાસ્ટર શિફૂજી ટાઇગર શ્રોફના ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન ગુરુ પણ છે.

મિત્રો તેનાથી પણ ખાસ વાત તો એ છે કે જેને સાંભળીને તમે ચોંકી જશો. શિફૂજી ભારતની 125 કરોડની આબાદીમાં પહેલા એવા વ્યક્તિ છે જેના આધાર કાર્ડમાં પુરા નામની જગ્યાએ માત્ર “ગ્રાન્ડમાસ્ટર શિફૂજી” લખ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે શિફૂજી એવા દેશભક્ત છે જે પોતાની સાઈનમાં પણ “ઇન્કલાબ જિંદાબાદ” લખે છે. અને એ ખુબજ કડકાઈ થી દેશના ગદ્દારો ને ધમકાવે છે…

તો મિત્રો આ છે હાલના ભગતસિંહ. જે પોતાના જીવનને દેશ માટે જ માને છે તો મિત્રો એવા દેશભક્ત માટે કોમેન્ટમાં લખો જય હિન્દ અને જય ભારત…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here