આ જેલમાં કેદીઓ પર થયેલી યાતનાઓ સાંભળીને તમે પણ કંપી ઉઠશો…. ભારતના ઈતિહાસની સૌથી ખતરનાક જેલ….

આ જેલમાં કેદીઓ પર થયેલી યાતનાઓ સાંભળીને તમે પણ કંપી ઉઠશો…. ભારતના ઈતિહાસની સૌથી ખતરનાક જેલ…

મિત્રો આજે અમે એવી એક જેલ વિશે જણાવશું જ્યાં આપણા ભારતના હજારો કેદીઓએ યાતનાઓ અને સજા ભોગવી છે. અંગ્રેજોનસ સાશન કાળ દરમિયાન આપણા સ્વતંત્ર સેનાનીઓને અંગ્રેજો દ્વારા સજા માટે ત્યાં મોકલી દેવામાં આવતા હતા. તો ચાલો જાણીએ તે જેલ વિશે અને ત્યાંના કેદીઓની સ્થિતિ વિશે. જાણીને તમને પણ આપણા ભારતીય સેનાનીઓ માટે ગર્વ અનુભવાશે.

img source

મિત્રો આજે અમે જે જેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમે પણ કંપી જશો. હજારો લોકોના મૃત્યુની કહાની યાદ અપાવતી આ એવી જેલ છે જ્યાં ઘણા કેદીઓને તોપના મોઢે બાંધીને  મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ જેલમાં હજારો કેદીઓને ફાંસી આપવામાં આવી છે અને લાખો કેદીઓ પર ઘણી બધી યાતનાઓ પણ કરવામાં આવી છે. મિત્રો પહેલા સમયમાં ઘણી બધી આવી કષ્ટદાયક અને ખતરનાક જેલો હતી. જેમાં કેદીઓ પર ખુબ જ યાતનાઓ કરવામાં આવતી હતી. જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિના રુંવાડા ઉભા થઇ જાય.

img source

મિત્રો જેલનું નામ પડતાની સાથે જ દરેક વ્યક્તિને પહેલા કાળા પાણીની સજાનું નામ યાદ આવે છે. કાળા પાણી એક એવો કાળો શબ્દ છે જેણે પોતાના શબ્દમાં જ ઘણા દર્દોને સમેટી રાખ્યા છે. 18 મી સદીના અંતથી જ કાળા પાણીની સજા ભારતીય લોકો માટે એક એવો શબ્દ હતો, જેને સાંભળીને લોકોના હોંશ ઉડી જતા હતા. એ સમયમાં જેલની આ જેલની સજાઓને નર્ક સમાન માનવામાં આવતી હતી. આજે અમે ભારતીય ઈતિહાસના એક એવા કાળા અધ્યાય વિશે જણાવશું કે જેના ઘાવ આજે પણ ભારતીય લોકોના દિલમાં જીવંત છે. જે કેદીઓએ તેમાં સજા ભોગવી છે તે લોકો આજે પણ એ જેલના નામથી જ કંપી ઉઠે છે.

કાળા પાણી અથવા સેલ્યુલર જેલ નામે ઓળખાતી જેલ. ભારતની જમીનથી હજારો કિલોમીટર દુર સ્થિત સેલ્યુલર જેલનું નિર્માણ વર્ષ 1790 માં કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવેશ અનુકુળ ન હોવાના કારણે તે સમયે તે જેલને બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ  1857 ના વિપ્લવે અંગ્રેજોની જડને હલાવી દીધી હતી. તેથી અંગ્રેજોએ તે જેલને ફરીથી વસાવી હતી. ત્યારે અંદમાન નિકોબાર આઈલેન્ડ પર સેલ્યુલર જેલનું નિર્માણ કરવામાં આવ્યું.

આ જેલમાં 698 કાળ કોઠરી અને સાત ખંડ હતા. જેમાંથી હાલ ત્રણ જ બચ્યા છે. આ જેલના દરેક ખંડ કોઈ સાઈકલના પૈડા સમાન સ્થિત હતા. જેની વચ્ચે એક ટાવર હતો જ્યાંથી અંગ્રેજો દરેક કેદીઓ પર નજર રાખતા હતા. આ જેલમાં  ખાસ કરીને સ્વતંત્રતા સેનાનીઓને જ રાખવામાં આવતા હતા. તેમને ત્યાં રાખવાનો મુખ્ય હેતુ તેમનો આપસી મેળાપ ન થવા દેવાનો હતો. કારણ કે જ્યારે કોઈ બે સ્વતંત્ર સેનાની ભેગા થાય તો તે આઝાદી વિશે કંઈકને કંઈક તો જરૂર પ્લાન કરતા હતા અને ત્યાંથી જેલ તોડીને ભાગી જતા હતા.

img source

આ જેલમાં દરેક કેદીને અલગ અલગ કોઠરીમા રાખવામાં આવતા હતા અને આ જેલની ચારેય દીવાલો એવી હતી કે તેને પાર કરવી ખુબ જ મુશ્કેલ હતી. આ જગ્યા સજા આપવા માટે ખુબ જ અનુકુળ મનાતી હતી. અહીં કેદીઓને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવી હતી. જેલના બધા કેદીઓ હંમેશા બેડીઓમાં ઝાકડાયેલા જ રહેતા હતા. તેમને નિર્દય રીતે મારવામાં પણ આવતા હતા અને તેના પર વિવિધ પ્રકારનાઅત્યાચારો પણ કરવામાં આવતા હતા. આ જેલ ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલી હતી. તેથી જેલમાંથી આઝાદ થવું ખુબ જ મુશ્કેલ હતું.

img source

અહીં કેદીઓ પાસે ઘાણી ચલાવીને તેલ કઢાવવામાં આવતું હતું. જો તેઓ એ કામ ન કરે તો તેમને સજા આપવામાં આવતી હતી અને તેની પર યાતનાઓ કરવામાં આવતી હતી. ત્યાં જેટલી ભયાનક અંગ્રેજોની યાતનાઓ હતી એટલી જ ભયાનક ત્યાંની એકલતા પણ હતી. જેના કારણે કેદીઓને માનસિક કષ્ટ તેમજ અન્ય બીમારીઓનો સામનો કરવો પડતો હતો. ત્યાં કેટલા કેદીઓનું મૃત્યું થયું તે વાતનો કોઈ રેકોર્ડ નથી. પરંતુ ત્યાંથી એક વખત 238 કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દુર્ભાગ્ય વશ તેઓ અંગ્રેજોના હાથે પકડાઈ ગયા. તેમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી અને બાકીના કેદીઓને ફરી જેલ લઇ જવામાં આવ્યા હતા. જેલ પહોંચ્યા બાદ જેલરે 87 કેદીને ફાંસી આપવાનો આદેશ આપી દીધો. આ ઘટના વર્ષ 1930 ની છે જ્યારે સરદાર ભગતસિંહના એક મિત્રએ અત્યાચાર વિરુદ્ધ ભૂખ હડતાલ કરી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું.

img source

ત્યાર બાદ અંગ્રેજોએ તેના શબને પથ્થર સાથે બાંધીને સમુદ્રમાં ફેંકી દીધું હતું. જાપાનીઓએ વર્ષ 1942 માં આ જેલ પર કબજો કરી લીધો અને ત્યાં રહેલ બધા અંગ્રેજ ઓફિસરોને ભગાવ્યા હતા. એટલું જ નહિ પરંતુ કેટલાક બ્રિટીશરોને પોતાની જ બનાવેલી જેલમાં કેદ કરી લીધા. જ્યારે રવીન્દ્રનાથ ટેગોર અને ગાંધીજીના આંદોલન દ્વારા ભારતીય કેદીઓ આઝાદ થઇ ગયા.

પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હારી ગયું અને અંગ્રેજોએ ફરી એ જેલ પર કબજો કરી લીધો હતો. પરંતુ વર્ષ 1947 ના રોજ ભારત પણ આઝાદ થઇ ગયું. ત્યાર બાદ 1989 માં સેલ્યુલર જેલને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવ્યું હતું. આજે ત્યાં એક મ્યુઝીયમ છે જેમાં કેદીઓની બેડીઓ અને શહીદોના નામ પણ લખાયેલા છે. આજે પણ તે જેલની મુલાકાતે જશો તો ક્રાંતિકારીઓની વીરગાથા જીવંત થઈને મનમાં ગુંજવા લાગશે.

મિત્રો ભારતના તે ક્રાંતિકારીઓ અસહ્ય યાતનાઓમાં પણ “ભારત માતા કી જય” નો નારો લગાવવાથી અચકાયા ન હતા. તેવા ક્રાંતિવીરોને સલામ કે તેમણે દેશ માટે આટલી યાતનાઓ ભોગવી. ક્રાંતિકારીઓના સાહસ માટે કોમેન્ટમાં જય હિન્દ, ભારત માતા કી જય લખવાનું ભૂલશો નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment