વિક્રમ-વૈતાળ (વાર્તા- 5)… મોટો દોષી કોણ કહેવાય?…રાજા કે મિત્ર ?…. જાણો સમ્રાટ વિક્રમનો જવાબ.

મોટો દોષી કોણ કહેવાય?…રાજા કે મિત્ર ?  (વાર્તા- 5).

રાજા વિક્રમાદિત્ય વેતાળને પાછો પોતાની પીઠ પર ઉઠાવવા જાય છે. પોતાના બળથી ફરી વેતાળને ઉઠાવીને પોતાની પીઠ પર બેસાડ્યો. વેતાળે  ફરી રસ્તો કપાય જાય તેવી ખોટી લાલસાભરી વાત સાથે એક નવી વાર્તા શરુ કરી.

વાત છે  પવિત્ર નગરી કાશીની. કહેવાય છે કે, તે નગરીમાં ભગવાન શિવાજીના ત્રિશુલ પર વસેલી નગરી છે. તે નગરીનો રાજકુમાર હતો વ્રજવૈકુંઠ. રાજકુમાર વ્રજવૈકુંઠ અને તેના દિવાનનો દીકરો બંને ખાસ મિત્ર હતા. સાથે જમે, સાથે બેસે, સાથે જ શિકાર પર જાય તેટલા ગાઢ મિત્રો હતા. એક વાર બંને નદી કિનારે બેઠા હતા. અને પ્રકૃતિક આંનંદ માણી રહ્યા હતા. તેવામાં  રાજકુમાર થોડી વાર માટે ફરવાનું કહી ત્યાં ચક્કર લગાવતા હતા. ત્યાં તેણે જોયું કે ઘણી કન્યાઓ આંખે પાટો બાંધીને રમતી હતી. જેમાં એક સુંદર કન્યા આંખે પટ્ટી બાંધી અન્ય કન્યાને પકડવાનો પ્રયાસ કરી રહી હતી.

રાજકુમાર આ બધું ઉત્સાહ પૂર્વક નિહાળી રહ્યો હતો. તેવામાં તે કન્યા અન્ય કન્યાને પકડતા પકડતા અજાણતા રાજકુમાર સાથે ટકરાઈ ગઈ અને તેને આંખ પરની પટ્ટી ખોલી નાખી. પછી તો રાજકુમારને કન્યા મનોમન ગમી  ગઈ. તે સુંદરીના રૂપ પર અત્યંત મોહી ગયો. તેણે તે કન્યાને તેનું નામ, પિતાનું નામ તથા તેના નગરનું નામ પૂછ્યું. ત્યારે કન્યા હસવા લાગી. અન્ય કન્યાઓએ કહ્યું કે, તું જણાવી દે તારું નામ જો તે તને સાચો પ્રેમ કરતો હશે તો તે અવશ્ય તને  લેવા માટે આવશે.

પરંતુ તેણે તેનું નામ કહેવાને બદલે કમળ બતાવી કહ્યું કે, આ મારું નામ છે. પોતાના નગરનું નામ જણાવવાને બદલે પોતાના કાનનું આભુષણ જમીન પર ફેંક્યું અને પિતાની ઓળખમાં  દાંત કાઢીને ફેંક્યો. આમ પહેલીઓમાં તે કન્યાએ પોતાની ઓળખ આપી.

પરંતુ મિત્રો રાજકુમાર તો વિચારમાં પડી ગયો કે તેનો મતલબ શું થાય.તે વિચારતા વિચારતા પોતાના મિત્ર પાસે ગયો અને સમગ્ર ઘટના જણાવી. ત્યારે મિત્રએ તેનો ઉકેલ આપતા કહ્યું, કમળ બતાવ્યું તેનો મતલબ કાં તો પદ્દમાં હશે કાં તો કહ્યું પદ્માવતી હશે. આગળ તેના મિત્રએ કહ્યું કાન એટલે કર્ણ તેનું આભુષણ જમીન પર માટે તેની નગરીનું નામ કર્ણભૂ થશે. અને દાંત એટલે તેના પિતા દાંતની સમસ્યાનું કામ કરતા હશે. એટલે કે દંતવૈધ હશે.

ઉકેલ શોધ્યા બાદ રાજકુમારે કહ્યું તો ચાલો આપણે બંને મિત્ર ત્યાં જઈએ. અને તેઓ કર્ણભૂ નામની અજાણી નગરીમાં પહોંચ્યા. ત્યાં સામે તેમને એક ડોશીમાં મળ્યા. તેમણે જોયું અને પૂછ્યું કે તમે આ નગરમાં અજાણ્યા લાગો છો. બંને મિત્રએ હા માં જવાબ આપતા કહ્યું કે અમે અહીં અજાણ છીએ વેપાર માટે આવ્યા છીએ. ત્યારે ડોશીમાએ પ્રસ્તાવ મુકતા કહ્યું કે તમે નગરમાં કોઈ અન્ય જગ્યા શોધો રહેવા માટે તેના બદલે મારે ત્યાં જ રહો. હું તમારું બધું કામ કરી આપીશ તમે જે વેતન તેને ચૂકવવાના છો તે મને આપી દેજો. બંને મિત્રો ડોશીમાંની વાતથી સહેમત થયા અને ત્યાં જ રહ્યા.

ત્યાં જમતા જમતા તેમણે ડોશીમાને પદ્માવતી વિષે પૂછ્યું  ત્યારે ડોશીમાએ કહ્યું, “હા તે આજ નગરમાં રહે છે હું તો તેને સારી રીતે ઓળખું છું.” પદ્માવતીના માતા નાનપણથી જ સ્વર્ગવાસ સિધાવી ગયા હતા. ત્યારે હું ત્યાં આયા તરીકે પદ્માંવતીની સંભાળ લેતી પરંતુ હવે તો તે યુવાન થઇ ગઈ છે. અને અત્યંત સુંદર થઇ ગઈ છે. બંને મિત્રોએ પણ રાજકુમારની વાત જણાવી ડોશીમાં કન્યા પાસે ગયા અને અને તેણે કહ્યું કે, જે રાજકુમારને તારી સાથે આંખ આંખમાં પ્રેમ થયો હતો તે તને મળવા માટે આવી ગયો છે. પરંતુ પદ્માંવાતીએ કહ્યું, આમ નહિ તેને કહ્યું હજુ એક પહેલીનો ઉકેલ લાવવો પડશે. આમ કહી તેણે ડોશીમાના ગાલ પર ચાર આંગળી વડે ચંદન લગાવ્યું અને કહ્યું તેને બતાવજો.

બંને મિત્રો આ જોઈ વિચારમાં પડી ગયા કે તેનો મતલબ શું થતો હશે. પરંતુ રાજકુમારના  મિત્રના ચતુર મગજે વિચાર્યું કે ચાર ચંદનના નિશાન મતલબ ચાર દિવસ પછી ચાંદની રાત છે. તો તે તને ત્યારે મળશે માટે રાજકુમારને કહ્યું તું ચાંદની રાત એટલે કે પુનમના દિવસે તેના ઘરે જજે.

ચાર દિવસ બાદ ચાંદની રાત્રે રાજકુમાર બારીએથી કન્યાના કક્ષમાં પ્રવેશ્યો અને તેને મળ્યો. કન્યાને તો વિશ્વાસ જ હતો કે તે આવશે અને અંતે તે આવ્યો. બંનેએ એક બીજા સાથે મન ભરીને વાત કરી. પરંતુ  બીજી બાજુ તેનો મિત્ર ચિંતામાં હતો કે ત્રણ દિવસ થઇ ગયા હજુ રાજકુમાર શા માટે ના આવ્યો. તે તેને લાવવા માટે કન્યાના ઘરે ગયો. જોયું તો રાજકુમાર અને પદ્માવતી બંને વાતો કરતા હતા. મિત્રએ તેને પાછું આવવા કહ્યું ત્યાં કન્યાના પિતા આવ્યા અને તેમણે કહ્યું કે, આ બંનેના વિવાહ હવે શક્ય નથી. કારણ કે, નગરના રાજા આ કન્યા સાથે વિવાહ કરવા ઈચ્છે છે. માટે તે રાજાની વિરુદ્ધમાં નહિ જાય.

રાજકુમાર ચિંતામાં પડી ગયો. પરંતુ મિત્રએ એક યુક્તિ બનાવી. તેમણે થોડા દિવસ પહેલા એક ઘટના જોઈ હતી કે, એક સ્ત્રીને જબરદસ્તી નગરની બહાર કાઢવામાં આવી. કારણ કે, તેવું જાણવા મળ્યું કે તેના ચરિત્ર પર શંકા હોય તેને નગરની બહાર કાઢી  મુકવામાંની સજા છે. માટે આ ઘટના પરથી તેના મિત્રએ એક યુક્તિ બનાવેલી હતી.

મિત્ર રાત્રે પદ્માવતીના ઘરેણા ચોરી ગયો. કન્યાના પિતા રાજા પાસે ફરિયાદ  લઈને ગયા. રાજાએ સિપાહીઓને ચોરને શોધી કાઢવા આજ્ઞા કરી તેટલામાં એક સાધુ સભામાં આવ્યા તે સાધુ બીજો કોઈ નહિ પરંતુ રાજકુમારનો મિત્ર જ હતો. વેશ પલટો કરી તે સાધુના વેશમાં આવ્યો. અને કહ્યું કે, હું ઘરેણા વૈચવા આવ્યો છું તે ઘરેણા જોઈ કન્યાએ કહ્યું તે ઘરેણા તો મારા છે. સાધુને રાજાએ કારણ પૂછ્યું કે કઈ રીતે ઘરેણા તેમની પાસે આવ્યા.

કારણ જણાવતા યોગીએ કહ્યું કે “હું નગરમાં સ્મશાનમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે આ કન્યા આ આભૂષણો પહેરી મારું તપ ભંગ કરવા આવી હતી. મને રીજવવા લાગી. પરંતુ હું તેની આ હરકતથી તંગ આવી ગયો અને મેં તેના આભુષણ લઇ લીધા પરંતુ આ કુલટા કુલક્ષાની અને ચરિત્રહીન કન્યાના આભુષણ મારી પાસે શા માટે રાખવા માટે તમને આપવા આવ્યો હતો.”

રાજાને આ વાત ન ગમી તેને આદેશ આપ્યો કે આ ચરિત્રહીન કન્યાને દંડ રૂપે ગામની બહાર કાઢી મુકો. અને સિપાહીઓએ તેને જબરજસ્તી બહાર કાઢવા ગયા ત્યારે કન્યાના પિતાએ કહ્યું હું થોડે સુધી તેને છોડી આવું ત્યાં રાજકુમાર અને તેનો મિત્ર ઉભા હતા અને તે કન્યા ને લઇ ગયા. આમ, તેના મિત્રે એક યુક્તિ દ્વારા બે પ્રેમીઓનો ભેટો કરાવ્યો.

વેતાળે વિક્રમને અહીં વાર્તા પૂર્ણ કરતા એક પ્રશ્ન પૂછે છે કે, અહી બે લોકો દોષ કરે છે એક તો વજ્રવૈકુંઠ નો મિત્ર દોષી છે કેમ કે, તેને પદ્માવતીના ઘરેણા ચોર્યા અને તેને એક ખરાબ સ્ત્રી ગણાવીને રાજ્યની બહાર કાઢવી નાખી, અને બીજો દોષી રાજા કહેવાય કે જેને નિર્દોષ પદ્માવતીને રાજ્યની બહાર કાઢી મૂકી…

વેતાળે ફરી વિક્રમને સવાલ કર્યો અને કહ્યું કે, “હે રાજા વિક્રમ તું કહે આ બંને માંથી મોટો દોષી કોણ ? રાજા કે મિત્ર ? હે રાજન, તારા જવાબની  દેવો અને ગંધર્વો બધા રાહ જોવે છે.

અંતે રાજા વિક્રમ બોલ્યા …. “મિત્રએ તો માત્ર તેના મિત્ર વ્રજવૈકુંઠની મદદ કરવા માટે થોડું કપટ કર્યું હતું પરંતુ તેનાથી મોટો દોષી તો રાજા ગણાય કેમ કે જેને પદ્માવતી પર આરોપ લગાવતા પહેલા વિચાર્યું પણ નહિ અને તપાસ પણ ન કરી અને સીધો દંડ સંભળાવી દીધો. વિચાર્યા વગર સાબિતી વગર કોઈ પર આરોપ લગાવવો તે અપરાધ સમાન ગણાય માટે રાજાનું પાપ સૌથી મોટું ગણાય.”

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *