એક અલૌકિક જગ્યા જ્યાં મહાદેવની શિવલિંગને ચડાવવામાં આવે છે ઝાડું .. દુર થાય છે શરીરની આ સમસ્યા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો એક એવી અલૌકિક જગ્યા જ્યાં મહાદેવની શિવલિંગને ચડાવવામાં આવે છે ઝાડું... 💁

💁 ભગવાન શિવજીનું એક એવું મંદિર આવેલું છે જ્યાં ભક્તો દૂધ અને ફૂલની સાથે સાથે ચડાવે છે ઝાડું. જેના વિશે સાંભળીને તમારા માટે વિશ્વાસ કરવો થોડો મૂશ્કેલ લાગે. આ મંદિરમાં આવેલ શિવલિંગને એક એવી વસ્તુ ચડાવવામાં આવે છે તે જાણીને તમને એવું લાગશે કે ભગવાન ભોળાનાથ તો ખરેખર ભોળા જ છે. ભગવાન શિવ પોતાને ચડનારા ભોગથી નહિ પરંતુ તેને ચડાવવાના ભાવથી ખૂશ થાય છે.Image Source :

💁 આમ તો ભગવાન શિવજીએ પોતાના દરેક ભક્તોની પુકાર સ્વીકારી છે કે જેણે ભગવાનની ભક્તિ સાચા દિલથી કરી છે અને તેમની તપસ્યા કરે પછી તે દેવ હોય, દાનવ હોય કે કોઈ માણસ હોય. તેની નજરમાં બધાજ ભક્તો એક સમાન છે. ભારતમાં એક શિવ મંદિર આવેલું છે જે પાતાલેશ્વર મહાદેવના મંદિરના નામે ઓળખાય છે. ત્યાં ભગવાન શિવજીની પૂજા થાય છે અને અહીં ભગવાન શિવજીના ભક્તોએ ચડાવેલ દૂધ અને ફળની સાથે સાથે ઝાડું નો પણ સ્વીકાર કરે છે.

💁 ત્યાંના સ્થાનિક લોકોનું તેવું માનવું છે તેમજ તેની આસ્થા છે કે અહીં જો ભગવાન શિવનેઝાડું ચડાવવામાં આવે તો વ્યક્તિના દરેક પ્રકારના ત્વચા  સંબંધી રોગો દૂર થાય છે. સદીઓથી અહીં એવા શ્રદ્ધાળુઓ આવે છે જે કોઈને કોઈ પ્રકારની ત્વચા સંબંધી બીમારીઓ ધરાવે છે. આ પ્રાચીન શિવજીના મંદિરમાં લોકો પોતાની ત્વચાની બીમારી દૂર કરવાના હેતુથી અને મનોકામના પૂર્ણ કરવાના હેતુથી આવે છે.

Image Source :

💁 ત્યાંના સ્થાનિક લોકોનું તેમજ પૂજારીનું કેહવું છે કે આ મંદિર લગભગ ૧૫૦ વર્ષ જુનું છે અને પ્રાચીન કાળથી જ અહીં ઝાડું ચડાવવાની પ્રથા ચાલી આવી છે. હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને લોકોની એવી શ્રદ્ધા છે કે આ મંદિરમાં એવી ચમત્કારિક શક્તિ છે. કોઈ ત્વચા સંબંધિત રોગથી પીડીત વ્યક્તિ જો અહીં  પૂરી આસ્થા અને શ્રદ્ધાથી ઝાડું ચડાવે તો તે રોગ દૂર થઇ જાય છે.

💁 આ આસ્થા પાછળ લોકો એક કથા પણ જણાવે છે કે ગામમાં ઘણા વર્ષો પહેલા એક ભીખારીદાસ નામનો વેપારી રહેતો હતો. તેનું નામ તો ભીખારીદાસ હતું પરંતુ ગામમાં સૌથી ધનવાન વ્યક્તિ હતો. તે વ્યક્તિને ત્વચા સંબંધી ગંભીર રોગ થઇ ગયો જેમાં તેના શરીર પર કાળા ડાઘ થવા લાગ્યા અને તેને તેનાથી પીડા પણ થવા લાગી. એક દિવસ તે બાજુના ગામમાં આવેલ વેદ પાસે ઉપચાર કરાવવા જઇ રહ્યો હતો ત્યાં રસ્તામાં ખુબ જ તરસ લાગી.

Image Source :

💁 તેને ત્યાં એક આશ્રમ દેખાયો. તેને વિચાર્યું કે આશ્રમમાં જઇ પાણી પીય લવ જેવો તે આશ્રમમાં પાણી પીવા ગયો. ત્યાં આશ્રમમાં એક મહંત આશ્રમ વાળી રહ્યા હતા અને અચાનક તેનું ધ્યાન ન રહેતા તેનું  ઝાડું ભીખારીદાસ નામના વેપારીને અડી ગયું . તો ચમત્કાર થઇ ગયો કે માત્ર તેના ઝાડું સ્પર્શથી જ તેનો ત્વચાનો રોગ જડમૂળમાંથી ગાયબ થઇ ગયો. તે મહંતને આ ચમત્કારનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે ભગવાન શિવનો પ્રબળ ભક્ત છે. તો ભગવાન શિવજીની કૃપાથી જ આ ચમત્કાર થયો અને મારૂ ઝાડું સ્પર્શ થતા તમારો ચામડીનો રોગ ગાયબ થઇ ગયો.

💁 ત્યારે આ ચમત્કારને લીધે ભીખારીદાસ પોતે બિલકુલ સાજો થઇ ગયો હતો. તેથી તેણે આશ્રમના મહંતને સોના મહોરો સ્વીકારવાનું કહ્યું. ત્યારે મહંતે તે સોના મહોરો ન સ્વીકારી અને તેણે કહ્યું કે જો તમે ખરેખર આ ચમત્કારના બદલામાં કંઈ કરવા માંગતા હોય તો અહીં ભગવાન શિવજીનું મંદિર બંધાવી દો અને થોડા સમય પછી ભિખારીદાસ નામના વેપારીએ ખુબ જ આસ્થા અને શ્રધ્ધા સાથે ત્યાં ભગવાન શિવજીનું મંદિર બંધાવ્યું. ત્યારથી ત્યાં તેવી માન્યતા પ્રચલિત થઇ કે આ મંદિરમાં જો કોઈ આસ્થા અને શ્રદ્ધાથી ઝાડું ચડાવે તો જો તેને કોઈ ચામડીનો રોગ હોય તો મટી જાય છે.

Image Source :

💁 આજે પણ ભગવાન ભોળાનાથના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી હોય છે. તેમજ લોકોનું કેહવું છે કે અહીં જે પણ ચામડીના દર્દથી પીડાતો વ્યક્તિ ઝાડું ચડાવીને ગયો છે તેને ચામડીના રોગોથી મૂકતી મળી ગઈ છે.

 💁 આ મંદિર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને આગ્રાના રાજમાર્ગ પર સ્થિત છે. આ મંદિર આ બંને રાજ્યમાર્ગની મધ્યમાં વસેલ સદતવરી ગામમાં આવેલું છે. તો તમે ક્યારેય પણ ઉત્તરપ્રદેશ જાવ તો આ મંદિરની મૂલાકાત અવશ્ય લેજો અને મિત્રો તમે જો ક્યારેય આ મંદિરમાં ગયા હોય અને આ દ્રશ્ય જોયું હોય તો તમારા અનુભવો કોમેન્ટ દ્વારા જરૂર શેર કરજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *