તમે જો દૂધ પિતા હોય તો આ વાત તમને ખબર હોવી જ જોઈએ… નહીતો દૂધ થશે ઝેર સમાન

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥛 દૂધ....🥛

💁 મિત્રો દૂધ મનુષ્યના જીવનમાં સૌથી મહત્વ પૂર્ણ આહાર માનવામાં આવે છે. કેમ કે બાળકનો જન્મ થાય તરત જ તેને સૌથી પહેલા દુધ આપવામાં આવે છે. બાળકનો સૌથી પહેલો ખોરાક તરીકે દૂધ જ તેના પેટમાં જાય છે. દૂધ એક એનિમલ પ્રોડક્ટ એટલે કે પશુઓ પાસેથી પ્રાપ્ત થાય છે. અને દરેક તે વસ્તુ આપણને જે જીવિત પશુ પાસેથી પ્રાપ્ત થાય છે તેમાં ઘણા બધા હોર્મોન્સ, એમીનો એસિડ, એન્ઝાઈમની માત્રા વધારે હોય છે. તેના માટે આ બધી વસ્તુઓનું સેવન કરવા માટે એક સમય છે. તેને તે પ્રમાણે ગ્રહણ કરવામાં આવે તો આપણને ખુબ જ ફાયદો થાય છે. કેમ કે ભોજન અને પશુ દ્વારા આવતી પ્રોડક્ટમાં કેમિકલ્સની એક અલગ અસર કરે છે.

Image Source :

💪 દૂધ એક સંપૂર્ણ આહારના રૂપમાં હોય છે. દુધમાં એવા ઘણા બધા જરૂરી પોષકતત્વ હોય છે જે આપણને તે માત્ર દૂધ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાય છે કે જે લોકો રોજ દૂધ નથી પિતા તેવા લોકોને 40 વર્ષ પછી ઘણી બધી બીમારીઓ સામે લડવું પડે છે. અને વધતી ઉમરના બાળકોએ તો દૂધ અવશ્ય પીવું જોઈએ. પરંતુ દુધનો આપણા શરીર પર પ્રભાવ કરવા માટે દૂધનું  સેવન કેવી રીતે અને કયારે કરવું જોઈએ તેની આપણને ખબર હોવી જોઈએ. ઘણા લોકોને દૂધ પીધા પછી પણ તેની અસર નથી થતી કેમ કે તેને ખરેખર ખબર નથી હોતી કે ક્યાં સમયે દૂધનું સેવન ન કરવું જોઈએ.

🥛 આપણે દૂધનું સેવન કરીએ ત્યારે આપણે ઘણી વાર એવા ખોરાક ખાતા હોઈએ છીએ કે તે ખોરાક દૂધ વિરુદ્ધનો ખોરાક હોય છે. તેવાખોરાકને આપણે દૂધનું સેવન કરતા પહેલા કે પછી પણ ન ખાવો જોઈએ. અને દૂધ સાથે તો બિલકુલ પણ ન ખાવો જોઈએ. અને જો દુધની સાથે તેની વિરુદ્ધનો ખોરાક ખાવામાં આવે તો કેમિકલ રીએક્શન પણ આવી શકે છે અને આપણા શરીરમાં ઘણી બધી બીમારીને પણ લાવે છે. અને ઘણી બીમારીઓ પણ છે જેનું કારણ દુધનું ખોટા સમયે સેવન કરવાથી આવે છે. પેટ, પાચન, પેશાબ અને ત્વચાના રોગો મોટા ભાગે દુધનું ખોટી રીતે સેવન કરવાથી જ થાય છે. એટલા માટે જેટલું જરૂરી આપણા માટે દૂધ છે એટલું  જરૂરી છે તેનાથી પણ વધારે તેની સાથે જોડાયેલા નિયમો પણ ખુબ જ જરૂરી છે.

Image Source :

💁 જો દૂધનું સેવન તેના નિયમ પ્રમાણે કરવામાં આવે તો માત્ર દૂધ જ શરીરમાં બધા જ પોષકતત્વની કમીને પૂરી કરીને વ્યક્તિને લાંબી ઉમર સુધી નીરોગી અને તાકાતવર રાખે છે.

💁 આજે આપણે આ લેખમાં આપણે જોઈશું કે દૂધ વધારેમાં વધારે લાભ લેવા માટે, ક્યાં સમયે અને કેવી રીતે કરવું, કંઈ કંઈ વસ્તુ સાથે દૂધનું સેવન ન કરવું, અલગ અલગ બીમારીમાં પણ દુધને દવાની જેમ ઉપયોગમાં લેવું અને જો દૂધ પચતું ન હોય તો તેના માટે આપણે શું કરવું.

💁 આપણે સૌથી પહેલા વાત કરીએ કે આપણે દૂધ ક્યારે ન પીવું જોઈએ. દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે તેના માટે આપણે જમ્યા પછી ક્યારેય દૂધનું સેવન ન કરવું જોઈએ. એટલે આપણે ભોજન કર્યા પછી પણ જો  પીવામાં આવે તો ફરી વખત ભોજન કર્યા બરાબર ગણવામાં આવે છે. કેમ કે દુધને પચવામાં ઘણો બધો સમય લાગે છે. અને ભોજન પછી જો દૂધ પીવામાં આવે તો શરીર ખુબ ભારે લાગવા લાગે છે. પેટ આપણું વધારે ભરેલું લાગે છે. અને ભોજન પચાવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. અને જો ભોજન પછી દૂધ પીવું જ હોય તો ભોજન અને દુધની માત્રા અડધી અડધી કરી લેવી જોઈએ. તેનાથી આપણો સમકક્ષ થઇ જાય.

💁 આપણે જો ત્રણ રોટલી અને એક ગ્લાસ દૂધ પિતા હોઈએ તો આપણે રોટલીની માત્રા દોઢ કરી નાખવાની અને અડધો ગ્લાસ દૂધ જ પીવાનો. જો આવું કરવામાં આવે તો જ ભોજન બરાબર પચે છે. પરંતુ તેનાથી પણ સારો રસ્તો એ છે કે ભોજન કરવા અને દૂધ પીવાની વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનો સમય રાખવો જોઈએ.

Image Source :

💁 ખાટ્ટાફળ અને નમકીન : દૂધ પીધા પહેલા અથવા દૂધ પીધા પછી ખાટ્ટી વસ્તુ જેમ કે લીંબુ, અથાણું, ચટણી વગેરે પણ ઘણી બધી ખાટ્ટી વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. અને સાથે સાથે નમકીન અને મસાલેદાર ચટપટા ફરસાણ પણ દૂધ પીવા પહેલા અને પછી ખાવાનું ટાળવું જોઈએ. કેમ કે દૂધનો આ બધી વસ્તુ સાથે મેળ નથી બેસતો. આપણા શરીરમાં જઈને અંદર તે ખોરાક ભેગો થાય છે તો કેમિકલ કમ્પાઉન્ડ અલગ હોવાને કારણે પેટમાં ગડબડ થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. પેટમાંથી આવાજ આવવા, ખાવાનું પચવું નહિ, ગેસ, એસીડીટી, પેટ ફૂલી જવું અને પેટમાં દુઃખાવા જેવી સમસ્યા દુધની સાથે ખાટ્ટી વસ્તુ અને નમકીન વસ્તુનું સેવન કરવાથી થાય છે.

💁 રીંગણ અને ડુંગળી : દૂધનું કેમિકલ કમ્પાઉન્ડ રીંગણ અને ડુંગળીની પણ વિરુદ્ધ છે એટલા માટે તેનું પણ સાથે સેવન ન થાય તેનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આપણે રીંગણ અને ડુંગળીનું સેવન કરીએ તો ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પછી દૂધનું સેવન કરવું જોઈએ. આ બંનેની સાથે દૂધનું મિશ્રણ થવાથી અલગ અલગ સ્કીન એલર્જી  અને ત્વચા રોગ થવાની સંભાવના વધી જાય છે.

Image Source :

💁 માછલી અને નોનવેજ : એવું માનવામાં આવે છે માછલીનું ભોજન કર્યા પછી દૂધ પીવામાં આવે તો ત્વચા પર સફેદ દાગ અને કોડ જેવી બીમારી થઇ શકે છે. માછલી અને નોનવેજની સાથે દૂધનું સેવન કરવું તે યોગ્ય નથી કારણ કે દૂધ ખુબ જ કેલ્શિયમ અને ભરપુર પ્રમાણમાં પ્રોટીન હોય છે. અને સાથે નોનવેજ અને માછલીમાં પણ પ્રોટીનની માત્ર ખુબ જ વધારે હોય છે. માંસ અને દૂધ ખુબ જ વિરુદ્ધ ખોરાક પણ હોય છે એટલે તેને એક સાથે પચાવવું તે મુશ્કેલ છે. અને આપણા આંતરડા પર પણ વધારે ખરાબ અસર પડે છે. ત્વચા રોગ થવાની સંભાવના સાથે તેનાથી પાચન રોગ થવાની સંભાવના વધારે થાય છે.

🥛 દહીંની સાથે પણ દૂધનું સેવન ન કરવું જોઈએ. જ્યારે દૂધ સાથે દહીંને મેળવવામાં આવે ત્યારે દહીં દૂધની સાથે કેમિકલ રીએક્શન કરીને દુધને પણ દહીં બનાવી નાખે છે. અને જ્યારે આપણે તે બંનેનું એક સાથે સેવન કરીએ છીએ તો તે પ્રક્રિયા આપણા પેટમાં શરૂ થઇ જાય છે. જેનાથી આપણા પાચનમાં ગરબડ થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.

🤷‍♀️ હવે વાત કરી દૂધ ક્યારે અને કેમ પીવું જોઈએ. 🤷‍♀️ 

🥛 આયુર્વેદના હિસાબે દૂધ પીવાનો સાચો સમય રાત્રીનો માનવામાં આવે છે. દુધની અંદર ટ્રીપટોફેન નામનું એમીનો એસિડ હોય છે. જે દિમાગ અને બોડીને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. આખી રાતભરના લાંબા સમય સુધી આપણે કંઈ પણ નથી ખાતા તેના માટે આપણા શરીરમાં દુધની અસર વધારે થાય છે. જે લોકો રાત્રે દૂધ પિતા હોય છે તે લોકોનું સવારે પેટ પણ આરામથી સાફ થઇ જાય છે. દિવસમાં દૂધ પીવાથી તેમાં રહેલા બધા ન્યુટ્રીશન આપણને પૂરી રીતે નથી મળતા. રાત્રે દુધનું સેવન કરતી વખતે ભોજનની માત્ર ઓછી રાખવી જોઈએ. અને ભોજન કર્યાના ઓછામાં ઓછા બે કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઈએ.

Image Source :

🤷‍♀️ કેવી રીતે દૂધ પીવું જોઈએ. ? 🤷‍♀️

🥛 જો આપણું વજન વધારે હોય અથવા સામાન્ય હોય તો તો ગાયનું દૂધ પીવું ખુબ જ જરૂરી છે. અને જો આપણે વજન વધારીને થોડા શરીરને વધારવા માંગતા હોઈએ તો આપણે ભેંસના દૂધનું સેવન કરવું જોઈએ. તાકાત અને પોષકતત્વની નજરથી જોવામાં આવે તો ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા વધારે ઉત્તમ છે.

કેમ કે તેની અસર આપણા મગજ પર, હાડકા, સ્કીન, વાળ પર જોવા મળે છે. ભેંસનું દૂધ સામાન્ય દૂધ કરતા આપણા શરીરમાં કફની માત્રા વધારે છે અને તે માત્ર વજન વધારવા માટે જ લેવામાં આવે છે. એટલા માટે આપણે હંમેશા ગાયનું દૂધ જ પીવું જોઈએ. અને તેમાં પણ જો ગીર ગાયનું દૂધ મળી જાય તો તે એક અમૃત સમાન જ ગણવામાં આવે છે.

ગીર ગાયનું દૂધ સૌથી હેલ્દી, લો ફેટ, એનર્જી અને ઘણી બધી શક્તિઓથી ભરપુર હોય છે. ગીર ગાયનું દૂધ થોડું મોંઘુ હોય છે. કેમ કે  ગીર ગાયના એક ગ્લાસ દુધમાં સામાન્ય ગાયના પાંચ દુધના ગ્લાસ બરાબર હોય છે. અને ગીર ગાયનું દૂધ વજન ઘટાડવા માટે પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

🥛 દૂધ ક્યારેય ઠંડુ ન પીવું જોઈએ. કેમ કે દુધને પચવાની ગતિ ધીમી હોય છે. અને જ્યારે આપણે ઠંડા દૂધનું સેવન કરીએ ત્યારે તે વધારે ધીમી ગતિએ પચે છે અને તે ગેસ બનવા લાગે છે. દુધને હંમેશા થોડું ગરમ કરી લેવું અથવા અથવા સામાન્ય તાપમાન પર તેનું સેવન કરવું જોઈએ. અને દુધને મીઠું બનાવવા માટે મધ, દેશી ખાંડ અને મીસરીનો જ ઉપયોગ કરવો જોઈએ.  

માત્ર ખાંડ નાખીને મીઠું કરવામાં આવેલું દૂધ બિલકુલ લાભ નથી કરતુ. ખાંડ દુધના બધા જ પોષક તત્વને નષ્ટ કરી નાખે છે. અને સાથે સાથે ખાંડ વાળું દૂધ પચાવવામાં પણ આપણને મુશ્કેલી પડે છે. દૂધ માત્ર બાળકોને જ નહિ દરેક ઉમરના લોકોએ પીવું જોઈએ. અને દરેક વખતે દૂધનું સેવન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તો ક્યારેય પણ બીમારી નહિ આવે.

Image Source :

👉  આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉   તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment