તરસ લાગે ત્યારે કુવો ના ખોદાય…. ટાઈફોઈડ થાય ત્યારે દવાખાને ના દોડો.. અગાઉ જ આ ટેપ્સ અપનાવો..

0
1534
views

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤒 વર્ષા ઋતુમાં બચો ટાઈફોડથી…. 🤒

Image Source :

🤒 મિત્રો લગભગ બધા લોકો ટાઈફોડ તાવથી પરિચિત હશો . તાવ લાંબા સમય સુધી ચાલતો તાવ છે. જે દર્દીને ચીડચીડા સ્વભાવનું બનાવે છે. રોગ એસ ટાઈફી તેમજ પેરાટાઈફી નામના રોગાણુંથી ફેલાય છે. જંતુ મળમૂત્ર દ્વારા, દુષિત ભોજન તેમજ પાણી દ્વારા મનુષ્યો સુધી પહોંચી જાય છે. તેનું કારણ આપણે પોતે છીએ.

Image Source :

🤒 મનુષ્યએ ફેલાવેલી ગંદકી જેના કારણે થતા જીવજંતુઓ. મિત્રો ખાસ કરીને ચોમાચાની ઋતુમાં ગંદકી દુષિત ભોજન તેમજ પાણી દ્વારા રોગો ફેલાવવાનું પ્રમાણ ખુબ વધી જાય છે. રોગ આંતરડા પર પ્રભાવ પડે છે. જંતુ સ્વસ્થ શરીરના મોં થી પ્રવેશ કરે છે. અને આંતરડા સુધી પહોંચી શકે છે. તે પોતાની વિષતાનો પ્રભાવ વિવિધ અંગો સુધી ફેલાવાનું શરૂ કરી દે છે.

Image Source :

🤒 દુષિત પાણી તથા ભોજનનું સેવન કરવાથી ટાઈફોડના જંતુ આંતરડામાં પ્રવેશી ત્યાર બાદ રક્તમાં પ્રવેશે છે. સફેદ રક્ત કોશિકાઓ દ્વારા બેક્ટેરિયા લીવર અસ્થીમજ્જા વગેરે સુધી ચાલ્યા કરે છે. ત્યાર બાદ તાવના લક્ષણો પ્રણાલી પર તેજીથી  આક્રમણ કરે છે. બેક્ટેરિયા આંતરડાને રસ્તે મળમાં  ચાલ્યું જાય છે. શરૂઆતમાં 5ml સામાન્ય રહે છે. પરંતુ થોડા દિવસો પછી મળમાં પણ લોહી આવવાલાગે છે. અને ટાઈફોડ ત્યારે ગંભીર રૂપ ધારણ કરી લે છે.

Image Source :

👩‍⚕️ ટાઈફોડના કારણે નીચેના લક્ષણો જોવા મળે છે.

🤒 ટાઈફોડ થવાનું મુખ્ય કારણ છે વ્યક્તિને 103F – 104F થી વધારે તાવ આવી શકે છે. તાવ થોડા દિવસ સુધી હલ્કો રહે છે. ત્યાર બાદ ધીમે ધીમે વધવા લાગે છે.

🤭 ભૂખ ઓછી લગાવી.

 🤦‍♂️ માથામાં સામાન્ય દુઃખાવો થવો.

 🤕 સુસ્તી.

Image Source :

🤒104 ડીગ્રી થી વધુ તાવ આવવો.

🤮 ડાયેરિયા થવા.

😬 પેટમાં દુઃખાવો થવો.

😓 હૃદય તેમજ નાડીની ગતિ ધીમી પડવી, બેચેની, નબળાઈનો અનુભવ થવો.

👅 મોં અને હોઠ સુકાઈ જવા જીભ પણ સુકાઈ જવી.

Image Source :

😵 ગળામાં સોજો આવવો તથા દુઃખાવો થવો.

😵 ઘણી વાર ટાઈફોડમાં પેટ પર અને તેની આસપાસ ગુલાબી કે લાલ રંગની ફો.

👨‍⚕️ ટાઈફોડથી બચવાના ઉપાયો :

👨‍⚕️ તમારા દ્વારા જો થોડી સાવચેતી રાખો તો ટાઈફોડથી બચી શકાય છે. તેમજ નિયંત્રણમાં પણ  લાવી શકાય છે.

Image Source :

👩‍🔬 આ બીમારીથી બચવા માટે વધારે ગંદકી વાળા તથા જોખમ ભરેલા વિસ્તારમાં જવાનું ટાળવું.

🥛ટાઈફોડથી બચવા શુદ્ધ પાણી પીવું જોઈએ. તેના માટે બોટલ બંધ પાણી પીવું તથા પાણી ઉકાળ્યા બાદ તેને  પીવા માટે ઉપયોગમાં લેવું.

🍲 વ્યવસ્થિત રાંધેલું ભોજન અને ગરમ ભોજન કરવાથી બીમારીથી બચી શકાય છે. વધારે સમયથી કાપેલા ફળ પડ્યા હોય તો તેને ખાવામાં સાવધાન રહો.

Image Source :

🌮 બહારનું ભોજન તેમજ ખાદ્યપદાર્થો ખરીદીને ખાવા ન જોઈએ. ઘરે રાંધેલું જ જમવું.

🤕 તાઈફોડમાં જ્યારે વધારે ડીગ્રી તાવ આવે ત્યારે નળના ઠંડા પાણીમાં એક ચોખ્ખા કપડાને પલાળી લો. વધારાનું પાણી નીચોવી અને માથા પર રાખો. આ ઉપચારનું ત્યાં સુધી પાલન કરવું જ્યાં સુધી તાવનું તાપમાન ઓછું ન થાય. ખુબ જ ઠંડા કે બરફ વાળા પાણીનો ઉપયોગ ન કરવો.

Image Source :

 🥛 ટાઈફોડમાં ડાયરિયા થયા હોય ત્યારે ડીહાઈડ્રેશનની સમસ્યાનું સમાધાન કરવા માટે ors નું સેવન કરવું. તેનાથી મદદ મળે છે. who દ્વારા સ્વીકૃત ors ને જ ઉપયોગમાં લેવું.

Image Source :

🍶 વધારે ડીગ્રી તાવ તેમજ ડાયરિયાના કારણે નીર્જલીકરણ પેદા થાય છે. માટે તે પરિસ્થિતિમાં શરીરને હાઈડ્રેટ  રાખવા માટે વધારે પાણી પીવું. વધારે પાણી પીવાથી વિષાણુંજન્ય પદાર્થો શરીરમાંથી બહાર નીકળે છે. રોજ લગભગ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવું. પાણીની સાથે નાળીયેર પાણી, તાજા ફળનો રસ, સૂપ અને ગ્લુકોઝ પાણીનું પણ સેવન કરવું.

Image Source :

🌱 તુલસીનો પ્રયોગ પણ લાભદાયી નીવડે છે. ટાઈફોડમાં બેક્ટેરિયાથી છુટકારો મેળવવા માટે તુલસી ફાયદાકારક છે. એક કપ પાણીમાં 20 તુલસીના પાંદ અને એક ચમચી પીસેલું આદુ મિક્સ કરો. હવે તેનો ઉકાળો બનાવો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી અડધું ન થઇ જાય. આ પાણીનું સેવન 2 થી ૩ વાર પીવું.

આ ઉપરાંત 5 થી 7 તુલસીના પાંદડાનો રસ કાઢી તે રસમાં એક ચપટી મરીનો ભૂકો ઉમેરી થોડા અઠવાડિયા સુધી રોજ 2 થી ૩ વાર તેનું સેવન કરવું.

Image Source :

 🗣 લવિંગ પણ ફાયદાકારક સાબિત થાય છે. લવિંગમાં રહેલ ગુણો ટાઈફોડના બેક્ટેરિયાને મારી શકે છે. આ ઉપરાંત તે ઝાડા ઉલ્ટીમાં રાહત આપે છે. તેના માટે પાંચથી સાત લવિંગ ને 8 કપ પાણીમાં ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ તેને ઢાંકીને ઠંડુ થવા દો. ત્યાં બાદ દિવસ દરમિયાન આ મિશ્રણ પિતા રહો. ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી પ્રયોગ કરવો.

Image Source :

🥗 આ ઉપરાંત સ્વસ્થ આહારનું સેવન કરવું. ઉર્જા પ્રદાન કરવા માટે કેલેરીનું સેવન પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ અને સોડીયમ યુક્ત આહારનું સેવન કરવું.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here