દાંતનો સડો અટકાવશે આ વસ્તુ અને આપશે તરત જ આરામ… ડોક્ટર પાસે જતા પહેલા જરૂર અજમાવો.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👅 હવે દાંતનો સડો અટકાવવા ડેન્ટીસ્ટ પાસે જાવાની જરૂર નથી અપનાવો આ ઘરેલું ઉપચાર.. 👅

💁 હા મિત્રો હવે તમે ઘરેલું ઉપચાર થી જ તમારા દાંતને સડો  થવાથી બચાવી શકો છો.શું તમને ખબર છે તમારા દાંતમાં ધીરે ધીરે કઈ રીતે સડો ફેલાઈ રહ્યો છે.દરેક વ્યક્તિએ આ આર્ટીકલ જરૂર વાંચવો જેથી તે લાંબી અને ખર્ચાળ દાંતની ટ્રીટમેન્ટથી બચી શકે. મિત્રો તમે બ્રશ કરો નિયમિત રીતે તો પણ તમારા દાંતમાં સડો ફેલાય છે. કઈ રીતે તો ચાલો સૌપ્રથમ આપણે તેની વિસ્તારથી માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી જાણીએ એ ક્યાં ઘરેલું ઉપચાર છે તેને અટકાવવા માટે.

Image Source :

👩‍⚕️ બ્રશ કરવું ખૂબજ જરૂરી છે.જેથી દાંત પીળા નાં થઇ જાય. આપણે બધા જાણીએ છીએ કે રોજ દાંતમાં તમે બ્રશ તો કરતા જ હશો નિયમિત રીતે પણ તમારી બ્રશ કરવાની રીત ખોટી હશે તો સડો થવાના ચાન્સ સૌથી વધારે છે.ઘણા બધા લોકો માત્ર ઉપર ઉપર થી જ કરે છે બ્રશ કરે છે.

મતલબ તે બ્રશ તો ઘસી ઘસી ને કરે છે પરંતુ અંદરની સાઈડ વ્યવસ્થિત બ્રશ નથી કરતા અમૂક લોકો ઉતાવળને કારણે નથી કરતા તો અમૂક લોકો કરે છે પણ વ્યવસ્થીત નથી કરતા તેથી સડો થાય છે.અથવા તો તમે ગમે તેટલું ઘસી લો પરંતુ તમારા દાંતમાં સફેદ પદાર્થ રહીજ જાય છે તેમજ આપને જે કાઈ ખાતા હોય તે બરાબર સાફ નથી થતું અને અંતે બેક્ટેરિયા તો રહીજ જશે.જેના કારણે દાંતમાં દૂખાવા જેવી સમસ્યા પણ થઇ શકે છો.

Image Source :

👩‍⚕️ હા મિત્રો તમારા સડા ની શરૂઆત તો અહીંથી થાય છે.કઈ રીતે તે જાણીએ મિત્રો તમે જ્યારે અંદરની સાઈડ સરખું બ્રશ નાં કરો ત્યારે તેમાં એક સફેદ કલરની પરત જમા થઇ જાય છે જે શરૂઆતમાં તમને ખબર પણ નથી પાડવા દેતી કે તેમાંથી સડો થઇ શકે છે. તે સફેદ પરતને ટારટર કહેવાય છે. તે ટારટર જ સડામાં પારીવાર્તિત થાય છે.ધીમે ધીમે તે ટારટરનું સ્તર વધતું જાય છે.ત્યાર બાદ જ્યારે તમે ચોકલેટ અ મીઠા પદાર્થો ખાવ છો ત્યારે તેમાંથી કેવીટી થાય છે અને તે પદાર્થ નો કલર પણ પીળો થઇ જાય છે.અને તે તમારા દાંતને ખોખલા કરી નાખે છે.

👩‍⚕️ તેની શરૂઆત થાય છે પાછળના દાંતથી એટલે કે દાઢ થી.ત્યાર બાદ તેમાં સડો થાય છે જે તમને ડેન્ટીસ્ટ પાસે જવા માટે મજબૂર કરે છે અને ત્યાર બાદ તો પૈસાનો વ્યય અને ક્લીનીકના ચક્કર.એટલુજ નહિ પરંતુ અમૂક લોકોને તો દાઢ પણ કઢાવવી નાખવી પડે છે એટલી હદે સડો ફેલાઈ ગયો હોય છે.તો અમૂક લોકોની દાઢ તે પદાર્થ ધીમે ધીમે એટલી ખોખલી કરી નાખે છે કે તે જાતે જાતે જ પડી જાય છે.પરંતુ મિત્રો તમે આજ્થીજ સૌપ્રથમ તો ભલે વધારે સમય લાગે સવારે પરંતુ બ્રશ અંદરની સાઈડ પણ બરાબર ઘસીને કરવાનું ચાલુ કરો અને તેમ છતાં પણ જો થોડો પણ ટારટર એટલેકે સફેદ પદાર્થ રહે છે તો તમે અમે બતાવેલા ઘરેલું ઉપચાર થી તેને દૂર કરી શકો છો.જેથી તમારા દાંતનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તે લાંબો સમય સુધી ચાલે.

👩‍⚕️ દાંતનો સડો અટકાવવા માટેના ઘરેલું ઉપચાર:- 👩‍⚕️

Image Source :

🍋 આ ઘરેલું ઉપચાર માટે જોઈએ તમારે ટમેટું,સંતરાની છાલ,મીઠું.એક સંતરાની છાલ અને અડધા ટામેટાને મીક્સ્ચરના ઉપયોગથી એક પેસ્ટ બનાવી લો.હવે તે પેસ્ટમાં ત્રણ ચપટી મીઠું નાખી તેને હલાવી લો અને હવે તેને બ્રશમાં ટુથપેસ્ટની જેમ લઇ લો અને તમારા દાંતની અંદર અને બહારની સાઈડથી બરાબર રીતે બ્રશ કરો.વધારે દબાણ નાં લગાવવું માત્ર હળવા હાથે બ્રશ કરવું.જ્યાં પીળો પદાર્થ છે ત્યાં વધારે ઘસવાનું છે.અને ત્યાર બાદ પાણીના કોગળા કરી લો અને ત્યાર પછી એક મિનીટ પછી તમે જે ટુથ્પેસ્તનો ઉપયોગ કરી બ્રશ કરતા હોય તેનાથી બ્રશ કરી લો.આ પ્રયોગ રોજ કરવાથી તમે જોશો કે જમા થયેલો પદાર્થ ધીરે ધીરે ગાયબ થવા લાગશે.

Image Source :

🥥 બીજા ઉપચારમાં જરૂર પડશે ત્રણ સામગ્રીની નારીયેળ નું તેલ,બેકિંગ સોડા અને મીઠું.એક ચમચી નારિયેળના તેલમાં અડધી ચમચી સોડા અને બે ચપટી મીઠું ઉમેરી દો.અને તેને બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ આંગળીની મદદથી તે મિશ્રણને દાંત પર લગાવી ઘસીને દાંત સાફ કરી લો.તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.આ પ્રયોગ જામેલા પદાર્થ માટે સૌથી બેસ્ટ છે આ ઉપચારનો પ્રયોગ અઠવાડિયા માં માત્ર એક વાર અથવા તો મહિનામાં બે વાર જ કરવો.બેકિંગ સોડા નો  સતત ઉપયોગ કરવાથી દાંતને નુકસાન થાય છે માટે આ વાત ધ્યાન રાખવી.

Image Source :

🍢 હવે જે ઉપચાર છે તેના માટે જરૂર પડશે કાળા તલ અને લવિંગનું તેલ.આ ઉપચાર માટે સૌથી પહેલા ત્રણ ચમચી કાળા તલને ચાવી લો અને તેને ગળે ઉતારવાના નથી પરંતુ મોઢાંમાજ રાખવાના છે.હવે એક સૂકા બ્રશમાં લવિંગનું તેલ લગાવી તેને દાંતમાં હળવા હાથે ઘસીને બ્રશ કરી લો.મિત્રો તલ આપના દાંત માટે એક પ્રાકૃતિક સ્ક્રબનું કામ કરે છે માટે ખાસ ધ્યાન રાખવું કે તેને ચાવ્યા બાદ તેને ગળે ઉતારી નથી જવાના પરંતુ મોઢાંમાજ રાખવાના છે.આ ઉપચાર તમારા દાંતની બધી ગંદકી તો દૂર કરશેજ પણ સાથે સાથે તમારા દાંત ની સેન્સીટીવીટી પણ દૂર કરશે અને દાંતને મજબૂત બનાવશે.તેનો ઉપયોગ કરવાથી તમને થોડા દીવસ માં જ ફેરફાર જોવા મળશે.

👨‍⚕️ તો મિત્રો હવે તમારા દાંતને આ સરળ ઘરેલું ઉપચાર કરીને તેની ગંદકી સાફ કરો અને દાંત ને મજબૂત બનાવો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

1 thought on “દાંતનો સડો અટકાવશે આ વસ્તુ અને આપશે તરત જ આરામ… ડોક્ટર પાસે જતા પહેલા જરૂર અજમાવો.”

Leave a Comment