શિયાળામાં બનાવો આ રીતે ગોળની સ્પેશિયલ ચા અને તે પણ સ્વાદિષ્ટ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક તો ખરી જ ..

શિયાળામાં બનાવો આ રીતે ગોળની સ્પેશિયલ ચા અને તે પણ સ્વાદિષ્ટ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક તો ખરી જ ..

મિત્રો તમે ચાના નુકશાન વિશે તો જાણતા જ હશો. આ ઉપરાંત ચામાં ઉપયોગમાં લેવાતી ખાંડ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક વસ્તુ છે. આપણી વધતી જતી ચરબી અને વજનનું એક કારણ આ ખાંડ જ છે. આ ખતરનાક ખાંડનો આપણે સૌથી વધારે ઉપયોગ ચામાં જ કરતા હોઈએ છીએ. તો મિત્રો આજે અમે તેનો જબરદસ્ત તોડ લાવ્યા છીએ. જેમાં તમે ગોળની મદદથી આ રીતે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ચા બનાવી શકો છો અને શિયાળામાં તો અનેક સમસ્યાઓથી બચાવશે આ ચા.

img source

હવે તમને એવું થશે કે ચા બનાવતી વખતે જો દુધમાં ગોળ નાખવામાં આવે તો દૂધ ફાટી જાય છે. પરંતુ જો તમે આ રીતે ચા બનાવશો તો એ સમસ્યા નહિ રહે. આ રીતે ચા બનાવશો તો સૌથી ખાસ વાત તો એ છે કે તમને ખબર પણ નહિ પડે કે ચામાં ખાંડ ઉમેરેલી છે કે ગોળ.

img source

ગોળની ચા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ :

👉  એક ચમચી ચાની ભૂકી,    👉 ત્રણ ચમચી ગોળ,    👉 અડધા ઇંચ થી થોડા વધારે કદનું આદુ અને તે પણ જીણું છીણેલું,  👉 ત્રણ એલચી,    👉 ચારથી પાંચ તુલસીના પાંદડા,   👉 એક કપ દૂધ,  👉 એક કપ પાણી,

ગોળની ચા બનાવવાની રીત :

સૌપ્રથમ એક તપેલીમાં ગેસ પર એક કપ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળી જાય ત્યાર બાદ તેમાં એક ચમચી ચાની ભૂકી, છીણેલું આદુ નાખી દો અને તેની સાથે એલચીને થોડી પીસીને તેમજ તુલસીના પાંદડાના ટુકડા કરીને તેમાં ઉમેરી દો.

અને ત્યાર બાદ તેમાં ત્રણ ચમચી ગોળ ઉમેરી દો. (ગોળ તમે સ્વાદ અનુસાર વધારે કે ઓછો લઇ શકો છો.) અને ત્યાર બાદ હલાવીને બધું મિક્સ કરી દો. હવે બે મિનીટ માટે ધીમા તાપે ઢાંકીને ઉકળવા દો જેથી બધા મસાલાનો સ્વાદ અને સુગંધ તેમાં ભળી જાય.

હવે જ્યાં સુધી પાણી ઉકળે છે ત્યાં સુધી બીજી બાજુ દુધને ગરમ કરીને ઉકાળી લો. દૂધ ઉકળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

હવે તે બાજુ દૂધ ઉકળી ગયું હશે ત્યાં સુધી પાણી પણ બરાબર ઉકળી  ગયું હશે અને બધા મસાલા પણ તેમાં ભળી ગયા હશે અને તમે જોશો તો કપના ચોથા ભાગનું પાણી થઇ ગયું હશે.

img source

હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમારે દુધને થોડું થોડું કરીને પાણીમાં નાખવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જ્યારે થોડું દૂધ ઉમેરો ત્યાર બાદ તેને હલાવવાનું છે ગરણી કે કોઈ અન્ય સાધનની મદદથી નહિ પરંતુ તપેલીને પકડીને તમારે તપેલીને એવી રીતે હલાવવાની છે કે અંદર દૂધ પાણીમાં મિક્સ થતું જાય.

ત્યાર બાદ તૈયાર છે ગરમાગરમ અને સુગંધિત સ્વાદિષ્ટ ગોળની ચા.

img source

મિત્રો આ રીતે તમે ગોળની ખુબ જ સ્વાદિષ્ટ ચા બનાવી શકો છો. જે સ્વાદ અને સુગંધ બંનેમાં ઝાયકેદાર હશે. જેની સુગંધ માત્રથી જ તમારું માથું ઉતરી જશે અને તેનું સેવન કર્યા બાદ અનેક ફાયદાઓ થશે જે તમને સ્વસ્થ અને સુંદર બનાવશે તેમજ તમારો દિવસ પણ સારો જશે.

તો આ રીતે જરૂર એક વાર ખાંડની જગ્યાએ ગોળની ચા બનાવજો અને તમને અમારી આ ચા બનાવવાની રીત ગમી હોય તો લાઈક  તેમજ કમેન્ટ જરૂર કરજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *