મોડે સુધી ઊંઘ નથી આવતી ત્યારે અપનાવો આ ઉપાય .. બીજી દવાઓ લઈ ને કીડની ના બગડો અજમાવો આ ઉપાય

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી 

આજે તમને એવો ઉપાય જણાવશું જેનાથી તમારી રાત્રીની નીંદર જલ્દી આવી જશે અને ઊંઘ લાવવા માટે દવાઓ પણ નહિ લેવી પડે તો આ લેખ અંત સુધી વાંચજો ..

મિત્રો અમુક લોકોને બસ અથવા ટ્રેન અથવા મુસાફરી કરતા સમયે કે ઓફીસની ખુરશી પર બેઠા બેઠા પણ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ અમુક લોકોને રાત્રે ઘરે પોતાની પથારીમાં પણ સુવાના સમયે પણ ઊંઘ આવતી નથી હોતી. આજે અમે તમને જણાવશું કે અનિંદ્રા આપણા જીવન પર શું અસર કરે છે અને કંઈ રીતે તેનાથી છુટકારો મેળવવો. એટલા આ લેખને ખાસ વાંચો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

અનિંદ્રા એક એવી સમસ્યા છે જેણે દુનિયાભરના લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. આ બીમારીથી પીડિત લોકોને ઊંઘ આવવી અને સુઈ રહેવું મુશ્કેલ હોય છે. આ સમસ્યામાં રાત્રે ઊંઘ ખુબ જ મોડી મોડી આવે છે અને વારંવાર ઊંઘ ઉડી જતી હોય છે. અથવા વચ્ચે રાત્રે ઊંઘ ખુલે ત્યાર બાદ આવતી જ નથી હોતી. આ નાની સમસ્યા લાંબા સમય દરમિયાન આપણા શરીર પર સામાન્યથી લઈને ભયંકર પ્રભાવ પાડે છે. જેમ કે તણાવ, ડીપ્રેશન, ચિંતા, સ્વભાવમાં ચીડિયાપણું થઇ જવું અને રોજ બેચેની જેવું લાગવા લાગે છે. આ બધી સમસ્યાઓ આપણને મોટાભાગે અનિંદ્રાના કારણે જ થાય છે.

ભોજન કર્યા બાદ જલ્દી સુઈ જવું, રાત્રે ભારે ખોરાક લેવો, સુવાનો સમય ફિક્સ ન હોવો, દિવસ દરમિયાન સુવું, સુતા પહેલા ફોન કે ગેમ, ટીવી જોવાથી, સુતા પહેલા ઓફીસ, સ્કુલ કે પરિવારથી જોડેલ સમસ્યાઓ વિશે વિચારવાથી આપણો મગજ રાત્રે સુવા માટે સારી રીતે તૈયાર નથી થતો અને જો આપણે સુઈ જઈએ તો પણ આપણું મગજ એક્ટીવ જ હોય છે એટલે તેને આરામ નથી મળતો. જેના કારણે આપણને બીજા  દિવસે થાક અને તણાવ રહે છે.

રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા ભલે ગમે એટલી ગંભીર હોય પણ અમુક આસાન ઘરેલું એવા નુસ્ખાના ઉપયોગથી અનિંદ્રાની સમસ્યાથી ખુબ જ આસાનીથી છુટકારો મળી શકે છે. જે લોકો સુવા માટે ઊંઘની ગોળીઓનો સહારો લે છે તેને એ સમયે તો ઊંઘ આવી જાય છે પણ દવાઓની અસર મગજ અને કીડની ઉપર ગંભીર અસર પાડે છે અને તે દવા આપણને એક વ્યસન જેવી લત કરાવે છે.

 

જો રોજ ઊંઘ આવવાની દવા લેવામાં આવે તો જ ઊંઘ આવે. તે દવા આપણી કીડની પર ખુબ જ ભાર આપે છે. જેના કારણે લાંબા સમય દરમિયાન આપણી કીડની ફેલ થઇ જાય છે. એટલા માટે આજે અમે એવા ઘરેલું નુસ્ખા જણાવશું જેના દ્વારા તમને અનિંદ્રા ગમે એટલી ગંભીર બીમારી હોય તો પણ તેમાંથી છુટકારો તરત જ મળી જશે.  તો ચાલો જાણીએ કે આ ગંભીર અનિંદ્રા બીમારીનો ઉપચાર ઘરેલું નુસ્ખાથી કેવી રીતે કરવો જોઈએ.

જો તમે રાત્રે મોડેથી ભોજન કરો છો તો તમારી પાચનક્રિયા મોડે સુધી સક્રિય રહે છે. એટલે તમારું મગજ પણ શાંત નથી થતું અને તમને ઊંઘ પણ આવતી નથી. તો સુતા પહેલા 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે પીવું જોઈએ. તેનાથી ભોજન જલ્દી પછી જાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને સવારે તમારું પેટ પણ એકદમ સાફ થઇ જાય છે. તેનાથી આપણી પાચન ક્રિયા પણ ખુબ સારી બની જાય છે. એટલે તમારો ખોરાક પણ જલ્દી પચવા લાગે તો તમને ઊંઘ પણ જલ્દી આવે છે.

 

અનિંદ્રાના ઉપચારમાં કેળા ખુબ જ લાભદાયક રહે છે. કેળા ઊંઘને વધારે છે કારણ કે કેળામાં પ્રાકૃતિક રીતે માંસપેશીયોને શાંત કરવાના તત્વો એટલે કે પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. રાત્રે સુતા પહેલા 2 થી 3 કેળા ખાવાથી ભૂખ શાંત થાય છે અને સારી ઊંઘ પણ આવે છે. અને મોડી રાત્રે ઉઠીને ભોજન કરવાથી પણ છુટકારો મળે છે.

વરિયાળી ગરમીમાં સારી ઊંઘ પ્રદાન કરે છે. 1 ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું. પાણી ઉકાળ્યા પછી અડધો કપ દૂધ સાથે મિક્સ કરી સેવન કરવું જોઈએ. તેનું સેવન કર્યા બાદ તમને ઊંઘ પણ સારી આવશે અને એકવાર સુતા બાદ નીંદર પણ ખુલશે નહિ. વરિયાળીથી પાચન શક્તિ ખુબ જ સારી બની જશે. તે પણ તમને જલ્દી ઊંઘ લાવવામાં મદદરૂપ થશે.

તો મિત્રો આ હતા આસાન ઘરેલું નુસ્ખા જેને અજમાવી તમે અનિંદ્રા જેવી સમસ્યાઓથી બચી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment