જાણો મોબાઈલથી થતા ભયંકર નુકશાનથી બચવા આ 5 સ્ટેપ કરો… ૯૦% નુકશાન ઓછું થઇ જશે.. જાણો આ ૫ ઉપાયો.

જાણો મોબાઈલથી થતા ભયંકર નુકશાનથી બચવા આ 5 સ્ટેપ કરો… ૯૦% નુકશાન ઓછું થઇ જશે.. જાણો આ ૫ ઉપાયો.

મિત્રો આજના આધુનિક યુગમાં હર કોઈ પાસે પોતાનો એક પર્સનલ મોબાઈલ હોય છે. એટલું જ નથી અમુક બાળકો પાસે પણ આજે ખુદનો મોબાઈલ ફોન હોય છે. મિત્રો ધીમે ધીમે મોબાઈલ ફોન આપણી જિંદગીનો એક ખાસ ભાગ બની ગયો છે. એવું  100 % સાબિત નથી થયું કે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડીએશન આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે કે નહિ. પરંતુ એક ખાસ અધ્યયન બાદ પરિણામ સામે આવ્યું છે કે મોબાઈલમાંથી નીકળતા રેડીએશન આપણા શરીર માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

એ રેડીએશન આપણા શરીરને પ્રભાવિત કરે છે અને ખાસ કરીને આપણા DNA ને પણ પ્રભાવિત કરે છે. માટે જ ગર્ભવતી મહિલાઓને મોબાઈલથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ રેડીએશન નવજાત શિશુના DNA ને પણ પ્રભાવિત કરી શકે છે. તમને જણાવી દઈએ કે મોબાઈલમાંથી નીકળતા રેડીએશન એટલા મજબુત હોય છે કે તે સરળતાથી આનુવાંશિક રીતે પણ પ્રભાવિત કરી શકે છે.

તો મિત્રો આજે અમે મોબાઈલના રેડીએશનતથી બચવાના ઉપાયો લઈને આવ્યા છીએ જે દરેક વ્યક્તિએ જાણવા જોઈએ. નહિ તો આપણો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. તેમજ અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. માટે જો તમે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તેના રેડીએશનથી બચવા માટે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ.

મિત્રો એક ખાસ વાત યાદ રાખવી કે જ્યારે પણ તમારે કોઈનો ફોન ન ઉપાડવો હોય ત્યારે તમારે તમારા ફોનને એરોપ્લેન મોડમાં રાખી દેવો જોઈએ. આવું કરવાથી આપણે મોબાઈલના રેડીએશનથી બચી શકીએ છીએ.

ત્યાર બાદ આજ કાલ લોકો ફ્રી બેઠા હોય ત્યારે કાનમાં હેડફોન લગાવીને સોંગ સાંભળતા હોય છે અને આ સમયે જો કોઈનો ફોન આવે તો તેઓ હેડફોન સાથે જ ફોનમાં વાત કરી લેતા હોય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા તો બને એટલો હેડફોનનો  ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પણ કોઈ સાથે ફોનમાં વાત કરો તો ભૂલથી પણ હેડફોનમાં વાત ન કરવી જોઈએ. કારણ કે હેડફોનથી રેડીએશનનો વધારે ખતરો રહે છે. તમે હેડફોનની જગ્યાએ ઇયર ફોન કે બ્લુટુથ ડીવાઈસનો ઉપયોગ કરી શકો છો. તેમાં રેડીએશનનું જોખમ ઘટી જાય છે. તેમાં પણ બ્લુટુથ કરતા વાયર વાળા હેન્ડ્સફ્રી વધુ સારા કહેવાય.

જ્યારે નેટવર્ક સરખું ન પકડાતું હોય ત્યારે ક્યારેય ફોનમાં વાત ન કરવી જોઈએ. કારણ કે જ્યારે નેટવર્ક ડાઉન થાય છે ત્યારે તમારા મોબાઈલમાંથી વધારે પ્રમાણમાં રેડીએશન નીકળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે.

ઘણા લોકોને આદત હોય છે કે તે ફોનમાં કલાકો સુધી લાંબી વાતો કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ રીતે ફોન પર લાંબી વાતચીત કરવાથી રેડીએશન આપણા સ્વાસ્થ્યને વધારે પ્રભાવિત કરે છે. માટે જ્યારે પણ તમારે લાંબી વાત કરવાની હોય તો લેડ લાઈન ફોનનો ઉપયોગ કરવો અથવા તો જો શક્ય હોય તો તે વ્યક્તિને મળીને જ વાત કરી લેવી જોઈએ. મિત્રો તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોનમાં લાંબી વાતો કરવાથી તણાવ વધે છે તેમજ તેમાંથી નીકળતા રેડીએશન મગજને પ્રભાવિત કરે છે.

મિત્રો તમારા મોબાઈલને ખીચ્ચામાં રાખવાને બદલે કોઈ બેગ કે પર્સમાં રાખવો જોઈએ. કારણ કે આ ઉપાય દ્વારા તમે મોબાઈલના હાનીકારક રેડીએશનથી બચી શકો છો .

મિત્રો મેસેજમાં વધારે વાત ન કરવી જોઈએ. કારણ કે તેનાથી રેડીએશન વધારે પ્રભાવિત કરે છે માટે તમારે કોઈ કામ હોય તો કોલ કરીને વાત કરી લેવી.

ક્યારેય રાત્રે મોબાઈલ બાજુમાં રાખીને ન સુવું જોઈએ. તેનાથી પણ મોબાઈલમાંથી નીકળતા રેડીએશનનો ખતરો વધી જતો હોય છે. માટે જો તમારે એલાર્મ રાખવો હોય તો એલાર્મ વાળી ઘડિયાળમાં એલાર્મ સેટ કરી લેવો. પરંતુ મોબાઈલ રાત્રે બાજુમાં રાખીને ન સુવું જોઈએ. તેનાથી સમયાન્તરે કેન્સર થવાની સંભાવના રહે છે.

તો મિત્રો આ ઉપાયો દ્વારા તમે મોબાઈલના હાનીકારક રેડીએશનથી બચી શકો છો. પરંતુ મિત્રો બને ત્યાં સુધી મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરવો જ ન જોઈએ. તેનાથી આપણને શારીરિક અને માનસિક ઘણા બધા ગેરલાભો થાય છે. મોબાઈલ રેડીયેશનથી બચવા માટે સૌથી સારો ઉપાય છે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની માનસિક અને શારીરિક બંને સ્થિતિમાં સુધારો આવે છે.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારું શું કહેવું છે. આ વિષયમાં બીજું કાઈ સજેશન હોયતો કોમેન્ટમાં જણાવો..  અને તમે દિવસમાં અંદાજે કેટલા કલાક ફોનનો ઉપયોગ કરો છો એ કોમેન્ટમાં કહો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “જાણો મોબાઈલથી થતા ભયંકર નુકશાનથી બચવા આ 5 સ્ટેપ કરો… ૯૦% નુકશાન ઓછું થઇ જશે.. જાણો આ ૫ ઉપાયો.”

Leave a Comment