આ બે વસ્તુ દૂધ માં મેળવી પીવો થશે ચમત્કારિક ફાયદા… જાણી લો દૂધ માં મિક્સ કરવાની રીત

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍯 દૂધમાં મિક્સ કરો તજ અને મધ, પછી જૂઓ તેના અદ્દભુત ફાયદાઓ.. 🍯

🍯 મિત્રો સામાન્ય રીતે લોકો રાત્રે ગરમ દૂધ પીધા બાદ સૂતા હોય છે અને ખરેખર ગરમ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું ખુબ જ હિતાવહ હોય છે તેના ઘણા બધા ફાયદાઓ થાય છે આ ઉપરાંત ઊંઘ પણ સારી આવે છે. પરંતુ મિત્રો જો તમે દૂધમાં એક તજ અને થોડું મધ મિક્સ કરી પછી તે દૂધનું સેવન કરો તો તેના અદ્દભુત ફાયદાઓ તમને મળી શકે છે. તે દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ત્વચાથી શરૂઆત કરીને ડાયાબીટીસ  અને  કેન્સર સુધી ફાયદાકારક છે. આ દૂધનું સેવન તમને અનેક લાભો પ્રદાન કરે  છે જે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઇ રહ્યા છીએ.

Image Source :

🍯 રાત્રે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે કારણ કે દૂધમાં એમીનો એસીડ હોય છે જેના કારણે મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે પરંતુ જો તેમાં તજ અને મધનો ઉપયોગ કરી ત્યાર બાદ તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ વધી જાય છે. જે આપણી ત્વચા અને વાળ બંને માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

🍯 તજ અને મધ વાળા દૂધના ફાયદા જાણતા પહેલા આપણે તેને બનાવવું કંઈ રીતે તે જાણી લઈએ.

🍯 તજ અને મધ વાળું દૂધ બનાવવાની રીત: 🍯

🍯 આ દૂધ બનાવવા માટે એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દો. હવે જ્યારે તમે દૂધને ગરમ કરવા માટે મૂકો ત્યારે તમારે તેમાં એક મધ્યમ કદનું તજ નાખી દેવાનું છે. ત્યાર બાદ દૂધને ગરમ કરીને ઉકાળી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને દૂધ એક ચમચી મધ ઉમેરી દો. ત્યાર બાદ દૂધને હલાવીને પછી ગાળી લો અને ત્યાર બાદ તેનું સેવન કરવાનું રહેશે. તમારે તેને ગાળ્યા વગર સેવન કરવાનું નથી.

🍯 આ ઉપરાંત જો તમારે આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજને મીક્ષ્યરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેની અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી તે દૂધનું સેવન પણ તમે કરી શકો છો.

Image Source :

🍯 તજ અને મધ વાળા દૂધના સેવનથી થતા ફાયદાઓ:-

મિત્રો તમે આખા દિવસ દરમિયાન કરેલા  કામને કારણે થાકી ગયા હોય તો આ દૂધનુ સેવન તમારો થાક દૂર કરે છે. તેમજ થાક દૂર કરી તમને આરામ આપે છે. તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.

🍯 તજ અને મધ વાળા દૂધનું સેવન આપણા હાડકા પણ મજબૂત બનાવે છે તેમજ નિષ્ણાંતોનું કેહવું છે કે જો રોજ નિયમિત રીતે તજ અને મધ વાળા દૂધનું સેવન કરવામાં આવે તો સંધિવાનો રોગ પણ મટી જાય છે.

🍯 તજ અને મધમાં એવા કેમિકલ રહેલા છે કે જો તે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાંથી ડાયાબીટીસ  પણ કંટ્રોલમાં આવે છે કારણ કે આ દૂધનું નિયમિત સેવન કરવાથી સૂગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. ખાસ કરીને જેને હાઇપર ડાયાબીટીસ છે તેના માટે સૌથી ઉત્તમ ગણાય છે.

Image Source :

🍯 તજ વાળા  દૂધમાં અમૂક એવા કમ્પાઊંડસ છે કે જે કેન્સર સામે રક્ષણ આપે છે એટલે કે જો તમે નિયમિત રીતે તજ અને મધ વાળું દૂધ પીવો તો કેન્સર થવાના ચાન્ચીસ નહિવત થઇ જાય છે.

🍯 ઉપર જણાવ્યું તે પ્રમાણે જો દૂધમાં તજ અને મધ ઉમેરી દેવામાં આવે તો તેમાં એન્ટીબેકટેરીયલ ગુણ પણ આવી જાય છે. માટે તે આપણા વાળ અને ત્વચાની લગભગ બધી જ સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત ત્વચા અને વાળને ઇન્ફેકશનથી બચાવે છે.

 🍯 આ દૂધનું સેવન આપણી પાચન શક્તિ સુધારે છે. તેમજ જો કોઈને ગેસની સમસ્યા રહેતી હોય તો તેને આ રીતે બનાવેલું તજ અને મધ વાળા દૂધનું સેવન કરવું જોઈએ તેના સેવનથી ગેસની સમસ્યા ગાયબ થઇ જાય છે.


Image Source :

🍯 રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. મિત્રો પ્રાચીન કાળમાં પણ આ રીતે દૂધનું સેવન કરવામાં આવતું જો બાળકને તજ અને મધનું દૂધ પીવડાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી બીમાર નથી પડતા.

🍯 તેમજ ગળાની સમસ્યા માટે પણ આ દૂધ ઉત્તમ ગણાય છે ગાળામાં ઇન્ફેકશન લાગ્યું હોય કફ જેવું તેમજ બેસી ગયેલું લાગતું હોય તો તજ અને મધ વાળા દૂધનું સેવન તેમાં રાહત આપે છે.

🍯 તો આ રીતે હવેથી માત્ર સાદું દૂધ નહિ પરંતુ તજ અને મધના ઉપયોગથી ગરમ કરીને બનાવેલ દૂધનું  જ સેવન કરજો. આમ કરવાથી તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

Image Source: Google
(નોંધ )-ગુજરાતી ડાયરો ની આ જાણકારી, દેશી ઉપચાર અને આયુર્વેદ પર આધારિત છે આ માહિતી નેટ , બુક્સ અને લેખકો દ્વારા સંકલિત કરવામાં આવી છે , કોઈ પણ દવા કે સુજાવ તમારા શરીર અને તાસીર પર આધાર રાખે છે તો લેતા પેહલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી એ જવાબદારી તમારી રહેશે .

 

Leave a Comment