99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ વિશે | જાણો કેવી રીતે સુવું જોઈએ |

મિત્રો આપણે કોઈ યોગા કે કસરત કરીએ છીએ ત્યારે તેની પ્રક્રિયા અને સ્થિતિ ખુબ જ મહત્વની હોય છે એ આપણે જાણીએ છીએ. તેવી જ રીતે રાત્રે સુતા સમયે પણ આપણી સુવાની સ્થિતિ પણ આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે ખુબ જ મહત્વની હોય છે. આપણી ઊંઘની ગુણવત્તા જેટલી મહત્વની છે એટલી જ સુવાની સ્થિતિ પણ મહત્વની છે. આપણી ઊંઘની સ્થિતિ આપણા શરીરને ખુબ પ્રભાવિત કરે છે. સારી અસર પણ કરે છે અને ખરાબ અસર પણ કરે છે. તે ખાસ કરીને આપણી પાચનક્રિયાને વધારે પ્રાભાવિત કરે છે. આ ઉપરાંત ગરદન, માથું તેમજ કમરનો દુઃખાવો પણ ઊંઘની ખોટી સ્થિતિના કારણે જન્મે છે.  આપણી સુવાની સ્થિતિથી મિત્રો આપણા વાળ, ત્વચા અને હૃદય પણ સારી કે ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

દરેક વ્યક્તિની સુવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જેમ કે કોઈ ડાબી બાજુ પડખું ફરીને સુવે છે, તો કોઈ જમણી બાજુ પડખું ફરીને સુવે છે. કોઈ પીઠના બળે સીધા સુવે છે તો કોઈ પેટના બળ પણ ઉંધા સુવે છે. પરંતુ આ સ્થિતિમાંથી એવી પણ સ્થિતિ છે જે આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ જ હાનીકારક છે.

તો આજે અમે તમને જણાવશું કે કંઈ સ્થિતિમાં સુવાથી ફાયદા થાય છે અને કંઈ સ્થિતિમાં સુવાથી નુકશાન થાય છે. આ માહિતી ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. આ વાતની જાણ ઘણા બધા તબીબોને પણ નથી હોતી. એટલા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. તમને અનેક લાભો જાણવા મળશે.

પેટના બળે સુવું એ સૌથી હાનીકારક માનવામાં આવે છે. કારણ કે, આ સ્થિતિમાં સુવાથી પેટની સાથે સાથે ફેફસા પણ દબાઈ છે. તેથી આપણે સુતા હોઈએ ત્યારે શ્વાસ લેવામાં આપણા શરીરને તકલીફ થતી હોય છે. તેની સીધી અસર આપણા ફેફસા પર પડે છે. જેના કારણે ગંભીર બીમારી થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત પેટના બળે સુવાથી આપણી કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે. તેથી જે લોકો વધારે પેટના બળે સુવે છે તેને કમરનો દુઃખાવો થઇ શકે છે. આ ઉપરાંત આ સ્થિતિમાં સુવાથી પાચનશક્તિ પર પણ દુષ્પ્રભાવ પડે છે.

મિત્રો જમણી બાજુ પડખું ફરીને સુવું, એ પણ યોગ્ય માનવામાં નથી આવતું. તેનાથી આપણી પાચન પ્રક્રિયા પર સીધી ખરાબ અસર પડે છે. ગુરૂત્વાકર્ષણ બળના કારણે પેટનું વિરુદ્ધ દિશામાં દબાણ થાય છે. એટલું જ નહિ પરંતુ પેટમાં રહેલું ભોજન પણ વિરુદ્ધ દિશામાં ટ્રાવેલ કરે છે. જેથી ભોજનને પર્યાપ્ત માત્રામાં પાચકરસ નથી મળતો. જેના કારણે એસીડીટી, ખાટા ઓડકાર, અપચો, પેટ ફુલાવું, કબજીયાત વગેરે જેવી પેટની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત તેનો અસર આપણી ત્વચા અને વાળમાં પણ જોવા મળે છે. એટલા માટે ક્યારેય પણ જમણી બાજુ પડખું ફેરવીને ન સુવું જોઈએ.

તો મિત્રો હવે સવાલ એ થાય કે તો સુવાની સાચી સ્થિતિ કંઈ છે. જો તમે સીધા એટલે કે પીઠના બળે સુવો છો તો એ એટલું બધું નુકશાનદાયી સાબિત નથી થતું. પરંતુ સુવાની સૌથી સારી અને ફાયદાકારક સ્થિતિ છે ડાબા પડખે સુવું. મિત્રો તમે માત્ર ડાબા પડખે સુવાનું ચાલુ કરી દો તો તમે વિચારી પણ ન શકો તેટલા સ્વાસ્થ્ય લાભ આપણા શરીરને થાય છે.

ડાબી બાજુ સુવું તે પાચનક્રિયા માટે તો ખુબ જ ફાયદાકારક સાબિત થાય જ છે. પરંતુ તેની સાથે સાથે આ સ્થિતિમાં સુવું તે આપણા હૃદય, મગજ, ત્વચા, વાળ અને શરીરની નેચરલ ડીટોકસીટેશન પ્રક્રિયા માટે પણ લાભદાયી નીવડે છે. ડાબી બાજુ સુવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઝડપથી ઠીક થવા લાગે છે.

ડાબા પડખે સુવાથી ભોજન નાના આંતરડા માંથી મોટા આંતરડામાં સરળતાથી જાય છે. જેથી ભોજન સરળતાથી પચે છે. તેમજ તેને પર્યાપ્ત પાચક રસ પણ મળી રહે છે. જેથી જે લોકો નિયમિત ડાબા પડખે સુવે છે તેને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી નથી.

મિત્રો આપણું હૃદય આપણા શરીરમાં ડાબી બાજુ હોય છે. જેથી ડાબા પડખે સુવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. જેથી હૃદય સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે અને જો કોઈ હૃદય સંબંધી સમસ્યા હોય તો તેમાં રાહત પણ મળે છે.  

 

ગર્ભવતી મહિલાઓ માટે તો ડાબા પડખે સુવું ખુબ જ લાભદાયી સાબિત થાય છે. ગર્ભવતી મહિલાને સામાન્ય રીતે પેટનો આકાર મોટો થઇ જતો હોય છે. જેના કારણે લીવર અને કીડની પર દબાણ થતું હોય છે. પરંતુ ગર્ભવતી મહિલા ડાબા પડખે સુવે તો આ સમસ્યામાં રાહત રહે છે અને કીડની અને લીવર પર દબાણ પણ નથી પડતું.

ડાબા પડખે સુવાથી કમર, પીઠ કરોડરજ્જુ પર વધુ દબાણ નથી આવતું તેમજ પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે. જેથી કમરનો દુઃખાવો રહેતો નથી. તેમજ એક ખુબ જ ગાઢ અને લાંબી ઊંઘ આવે છે.

હવે સવાલ એ થાય કે આપણે પહેલેથી જે સ્થિતિમાં આપણે સુતા આવીએ છીએ એ સ્થિતિમાં સુઇએ તો જ ઊંઘ આવતી હોય છે. જેથી આપણને નુકશાન થાય છે. માટે ડાબા પડખે સુવાની ટેવ જો તમારે પાડવી હોય તો જમણી બાજુ તકીયું અથવા ઓશીકું રાખી દેવું જોઈએ. જેથી ઇચ્છવા છતાં પણ જમણા પડખે નહિ સુવો. આ ઉપરાંત જમણી બાજુ કોઈ નાનો લેમ્પ રાખી દેવો જેથી તમે ડાબી બાજુ પડખું ફરીને સુવા માટે મજબુર થઇ જશો.

સૌથી મહત્વની વસ્તુ કે રાત્રે ખુબ જ ભારે ખોરાક ન લેવો. કારણ કે, ભારે ખોરાક લેવાથી આપણે એ સ્થિતિમાં સુઈ જતા હોઈએ છીએ જેમાં આપણને સરળતા પડતી હોય, માટે રાત્રે ભારે ખોરાક ક્યારેય પણ ન લેવો જોઈએ.

જો મિત્રો તમે ભવિષ્યમાં થનારી ગંભીર સમસ્યાથી બચવા માંગો છો તો આજે જ સુવાની પદ્ધતિમાં ફેરફાર કરો. અને હા મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમે ક્યાં પડખે સુવો છો.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “99% લોકો નથી જાણતા સુવાની સાચી પદ્ધતિ વિશે | જાણો કેવી રીતે સુવું જોઈએ |”

Leave a Comment