દૂધ અને મધમાંથી બનાવો હોમમેડ સાબુ.. જે બનાવશે તમારા ચેહરાને દૂધ જેવો ગોરો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁દૂધ અને મધમાંથી બનાવો હોમમેડ સાબુ… તેના ઉપયોગથી મેળવો સુંદર ત્વચા.. 💁

🛀 મિત્રો આપણે મધ, દૂધ, હળદર કે પછી કોઈ અન્ય ત્વચા માટે ફાયદાકારક હોય તેવી પ્રાકૃતિક વસ્તુઓના સાબુ બજારમાંથી ખરીદતા હોઈએ છીએ. કોઈ પણ સાબુ પર લખેલું હોય કે આ મિલ્કમાંથી બનેલો છે અથવા તો કોઈ એવી જાહેરાત જોઈ હોય કે “લગાવો આ મિલ્ક એન્ડ હની સાબુ અને મેળવો સુંદર ચહેરો” તો આપણે તરત જ તે પ્રોડક્ટ ખરીદી લેતા હોઈએ છીએ.

Image Source :

🥛 પરંતુ મિત્રો આપણે એ નથી જાણતા કે તે સાબુમાં કેટલું દૂધ છે અને કેટલું પાણી. કહેવાનું તાત્પર્ય છે કે તેમાં જેટલો દૂધ કે મધનો ઉપયોગ કર્યો હોય તેના કરતા વધારે તો એવા કેમિકલનો ઉપયોગ કર્યો હોય છે. જેનો સતત ઉપયોગ લાંબા ગાળે આપણી ત્વચાને નુકશાન પોંહચાડે. તો મિત્રો હવે જો તમે ખુબ જ સરળતાથી ઘરે જ પ્રાકૃતિક મિલ્ક એન્ડ હની સાબુ બનાવી શકતા હોવ તો તેનાથી સારો કોઈ વિકલ્પ નથી. આ સાબુ તમારા ચહેરાની રંગત વધારશે. તમારા ચહેરાને ગોરો અને ત્વચાને સ્મૂથ બનાવી તમારા ચહેરાને પ્રાકૃતિક સુંદર બનાવશે. તો ચાલો જાણીએ આ ખુબ જ મહત્વનો સાબુ બનાવવાની રીત જેનો ઉપયોગ કરવાથી ૧૦૦% પરિણામ મળશે.

Image Source :

🌿 માત્ર સાબુ જ નહિ પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે પણ જણાવશું કે જો તમે તે વસ્તુને આ સાબુમાં ઉમેરશો તો તે સ્ક્રબ જેવું કાર્ય કરશે.

મિલ્ક એન્ડ હની સાબુ બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:     

બે ચમચી મિલ્ક પાવડર,       મધ બે ચમચી,

Image Source :

🛀 બે ચમચી ઓલીવ ઓઈલ,

એક ચમચી પાણી,      ૨૫૦ ગ્રામ સોપ બેઝ,

મિલ્ક એન્ડ હની સાબુ બનાવવાની રીત:

🛀 સૌપ્રથમ તમારે એક નાનો વાટકો લેવાનો છે તેમાં તમારે બે ચમચી મિલ્ક પાવડર લેવાનો છે. ત્યારબાદ મિલ્ક પાવડરમાં મધ અને ઓલીવ ઓઈલ ઉમેરી તેને મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા બાદ તેમાં તમારે એક ચમચી પાણી ઉમેરવાનું છે જેથી મિશ્રણ બરાબર બની જાય.

🛀 હવે તમારે જે પ્લાસ્ટીકની ડબ્બી અથવા તો આઈસ્ક્રીમની ડબ્બીમાં સાબુ જમાવવાનો છે તેમાં વેસેલીન અથવા તો તેલ લગાવી લો.

🛀 હવે તમારે સોપ બેઝ લેવાનો છે અને તેના નાના નાના પનીરના ટૂકડા જેવા કટકા કરવાના છે અને ત્યારબાદ તેને ડબલ બોઈલર મેથડથી તમારે મેલ્ટ કરવાનો છે.

Image Source :

🛀 તેને મેલ્ટ કરવા માટે એક તપેલીમાં અડધી તપેલી જેટલું પાણી ભરી દો ત્યારબાદ તેને ગેસ પર ધીમા તાપે ગરમ થવા મૂકી દો. હવે તમારે એક એવો વાટકો અથવા તો નાની તપેલી લેવાની છે કે જે પાણીની તપેલી પર મૂકો તો તે ઢંકાઈ જાય અને તેની વરાળ મળી રહે. હવે વાટકો અથવા નાની તપેલીમાં સોપ બેઝના ટૂકડા નાખો. ત્યારબાદ તેને ગરમ પાણીની તપેલી પર મૂકો. પણ ગેસ ધીમો રાખવાનો છે. હવે સોપ બેઝને મેલ્ટ થવા દો.

🛀 સોપ બેઝ મેલ્ટ થાઇ અને લીક્વીડ ફોર્મમાં આવી જાય ત્યારે તેમાં આપણે પહેલા બનાવેલું મિલ્ક પાવડર અને હનીનું મિશ્રણ નાખ્યું છે તે નાખી દો અને ત્રીસથી ચાલીસ સેકંડ હલાવીને મિક્સ કરી દો.

બધું બરાબર મિક્સ થઇ જાય ત્યારબાદ ગેસને બંધ કરી દો. હવે આ મિશ્રણ તમે જે ડબ્બીઓ પહેલેથી જ તેલ અથવા વેસેલીન લગાવી રાખી છે તેમાં ભરી દો.

🛀 હવે તેને એક કલાક સુધી રૂમ ટેમ્પરેચર પર રાખશો એટલે જામી જશે. તમારે ઉતાવળ હોય તો ફ્રીઝમાં રાખી શકો ફ્રીઝમાં ૧૦ થી ૧૫ મિનીટમાં જ જામી જશે.

Image Source :

🛀 જામ્યા બાદ તેને બહાર કાઢશો એટલે જોશો કે ખુબ જ સુંદર અને બજાર જેવો જ સાબુ તૈયાર છે.

હવે તમે આ સાબુને એક સ્ક્રબનું ટચ પણ આપી શકો છો.  તેના માટે તમારે શું કરવાનું છે ઉપર જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી થોડા સાબુ સામાન્ય જ સેટ થવા મૂકી દો.  હવે બાકીનુ જે મિશ્રણ બન્યું હોય તેનો સ્ક્રબ સાબુ બનાવી શકીએ.  તેના માટે તમારે ઓટસ લેવાની છે એક ચમચી લઇ અને તેને મીક્ષ્યરમાં પીસી તેનો પાવડર બનાવી લેવાનો છે. (પાવડર ન બનાવવો હોય તો પણ તમે તેનો સીધો ઉપયોગ કરી શકો છો.)

🛀 હવે જે બાકીનું વધેલું મિશ્રણ છે તેને ફરી એક મિનીટ માટે આપણે આગળ જે રીતે ડબલ બોઈલરથી સોપ બેઝ મેલ્ટ કર્યો હતો તે રીતે ગરમ કરી લો અને ત્યારબાદ તેને ઉતારી લો. તેમાં એક ચમચી ઓટ્સ અથવા ઓટ્સ પાવડર ઉમેરી દો અને બરાબર રીતે હલાવીને મિક્સ કરો. અને ત્યારબાદ તેને કોઈ ડબ્બીમાં સેટ થવા માટે મૂકી દો.

Image Source :

🛀 મિત્રો તમારે દરેક વખતે આ રીતે બે પ્રકારના સાબુ બનાવવા કારણ કે સ્ક્રબ સાબુનો રોજ ઉપયોગ ન કરવું જોઈએ. તેથી અઠવાડિયામાં એક કે બે વાર તેનાથી ચહેરો સાફ કરીએ તો સ્ક્રબ થઇ જાય અને બાકી રોજ નિયમિત રૂપે તો ઓટ્સ વગરનો જ સાબુ વાપરવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *