એકવાર આ વાતને જાણી લેશો તો જિંદગીમાં ક્યારેય નહિ આવે હાર્ટએટેક… અને જીવન બની રહેશે તંદુરસ્ત…

મિત્રો આજના સમયમાં હાર્ટએટેકની સમસ્યાઓ ખુબ વધવા લાગી છે. ભારતમા દર 33 સેકેંડમાં એક વ્યક્તિની મૃત્યુ હાર્ટએટેકના કારણે થાય છે. અને દર વર્ષે લગભગ 3 કરોડ લોકો હાર્ટએટેકના કારણે મુત્યુ પામે છે. તો મિત્રો આપણે સમય રહેતા આ સમસ્યાના લક્ષણને સમજવા જ પડશે નહિ તો હાર્ટએટેકથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધતી જ રહેશે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ છે  કે હજુ પણ ઘણા લોકોને નથી ખબર હોતી કે હાર્ટએટેક શા માટે આવે છે !

તો મિત્રો આજે અમે અમારા આ લેખમાં હાર્ટએટેક વિશેની માહિતી આપવા જઈ રહ્યા છીએ અને કોઈ પણ વ્યક્તિ આ વાતને પોતાના જીવનમાં ઉતારશે તો તેને જિંદગીમાં ક્યારેય હાર્ટએટેક નહિ આવે. તો હાર્ટએટેકથી બચવા માટે આ લેખ પૂરો વાંચો.

મિત્રો હાર્ટએટેક એ હૃદયની બીમારી છે. આ સમસ્યા આપણા લોહીમાં ગંદકી વધવાને કારણે થાય છે. લોહીમાં ગંદકી વધતા લોહી ખુબ ઘાટુ થઇ જાય છે અને ત્યાર બાદ તે લોહી હૃદયની નળીઓમાંથી વહી નથી શકતું. જેના કારણે હૃદયને લોહી પહોંચાડવામાં વધારે જોર લગાવવું પડે છે. જ્યારે લોહી વધારે ઘાટું થઇ જાય છે ત્યારે નસોમાં બ્લોકેજ થઇ જાય છે એટલે કે હૃદયની નસોમાં રક્ત જમા થવા લાગે છે જેના કારણે હૃદય પર દબાણ વધે છે અને તે લોહીને આગળ નથી પહોંચાડી શકતુ. જેના કારણે વ્યક્તિને હૃદયમાં દુઃખાવો થવા લાગે છે અને તે સમસ્યા વધતા હાર્ટએટેક આવે છે.

હાર્ટએટેક આવેલ વ્યક્તિને જ્યારે ડોક્ટર પાસે લઇ જવામાં આવે છે ત્યારે ડોક્ટર ઓપરેશન કરીને તેની સારવાર કરે છે અને તે ઓપરેશનને એન્જીયો પ્લાસ્ટી ઓપરેશન કહે છે. જે ઓપરેશનમાં લોકો બ્લોકેજ થયેલ જગ્યાયે એક સ્પ્રિંગ જેવું સ્ટંટ નાખે છે. જેથી લોહી પાછું સરળતાથી હરી ફરી શકે પરંતુ ત્યાર બાદ આગળનું ગણિત શું છે તે ડોક્ટર આપણને ક્યારેય નથી જણાવતા. જે જગ્યાએ સ્પ્રિંગ દ્વારા ઓપરેશન કરેલું હોય તે જગ્યાની આગળ અને પાછળ ફરીથી લોહી જમા થવા લાગે છે અને ફરી બ્લોકેજ થવાની સમસ્યા થાય છે અને ફરી હાર્ટએટેક આવે છે અને આપણે આ વસ્તુ સમજી નથી શકતા અને લાખો રૂપિયા ડોક્ટર પાસે જઈને ખર્ચતા હોઈએ છીએ.

મિત્રો કોઈ પણ સમસ્યા આવે તો તેનો ઉપચાર કરતા પહેલા તેનું કારણ અવશ્ય જાણી લેવું જોઈએ. ડોક્ટર લગભગ તમને સામેથી નહિ જણાવે કે તમને શા માટે હૃદયની સમસ્યા થાય છે. તે વાત તમારે સામેથી પૂછવી જોઈએ. પરંતુ આજે અમે તમને જણાવશું કે હૃદયની સમસ્યા શા માટે થાય છે.

હાર્ટએટેક પર એક આયુર્વેદ ગ્રંથ અષ્ટાંગ હૃદયમમાં કહેવાયું છે કે જ્યારે રક્તમાં અમ્લતા વધે છે. ત્યારે વ્યક્તિને હૃદય રોગ, ડાયાબીટીસ અને લકવા જેવી ગંભીર બીમારીઓ થાય છે. રક્તમાં અમ્લતા વધવી એટલે કે આપણા લોહીમાં એસીડીટી વધવી. આપણા લોહીમાં એસીડીટીનું પ્રમાણ વધે છે ત્યાર જ આપણને હૃદય રોગ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણું શરીર ખુબ અદ્દભુત છે. આપણું શરીર આપણને કોઈ ગંભીર સમસ્યા થવાની હોય તે પહેલા લક્ષણો જણાવતું હોય છે. કોઈ વ્યક્તિ સમય રહેતા આ લક્ષણો ઓળખી જાય અને પોતાના ખાનપાનમાં બદલાવ લાવે તો તે સમસ્યાથી બચી શકે છે. તો આ લેખ દ્વારા તમે પણ હાર્ટએટેક પહેલા જોવા મળતા લક્ષણોને જાણો અને તેનાથી હંમેશા માટે બચીને રહો.

કોઈ પણ વ્યક્તિને હાર્ટએટેક આવવાનો હોય છે તેના શરીરમાં વીસ કે ત્રીસ દિવસ પહેલા શરીરમાં ઘણા બદલાવો આવતા હોય છે. તેમાં પહેલું લક્ષણ છે કે કોઈ શારીરિક શ્રમ કર્યા વગર તમને શારીરિક થાક અનુભવાય. કારણ કે હૃદયની ધમની ખરાબ કોલેસ્ટ્રોલના કારણે બંધ થઇ જાય છે અથવા તો સંકોચાવા લાગે છે. જેના કારણે હૃદય પર દબાણ વધી જાય છે અને પરિણામે હૃદયને રક્ત પંપ કરવામાં વધારે જોર લગાવવું પડે છે. તેથી કોઈ શારીરિક શ્રમ કર્યા વગર થાક લાગવાનો શરૂ થઇ જાય છે.

ત્યાર બાદ ઘણા દિવસો સુધી કોઈ વ્યક્તિને છાતીમાં દુઃખાવો થતો હોય અથવા તો થોડા થોડા સમયના અંતરે છાતીમાં ચુભન મહેસુસ થતી હોય તો તે પણ હાર્ટએટેકનું એક લક્ષણ છે. તો આ લક્ષણને પણ નજર અંદાજ ન કરવું જોઈએ.

મિત્રો હાર્ટએટેકની શરૂઆત સૌથી પહેલા શરીરમાં અમ્લતા વધવાથી થાય છે અને શરીરમાં જ્યારે અમ્લ વધે છે ત્યારે પેટમાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, મોં માં પાણી આવવું, બેચેની થવી અને પરસેવો વળવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે તમારા શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તેનો ઈલાજ તરત કરાવી લેવો જોઈએ અને તેને નજર અંદાજ ન કરવા જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા લક્ષણો દેખાવાનું સૌથી મોટું કારણ છે ભોજનમાં અમ્લ્ય વસ્તુનું વધારે માત્રામાં સેવન કરવું. ખાવાની જે વસ્તુમાં અમ્લ એટલે કે એસીડ વધારે હોય છે તો તે વસ્તુનું સેવન કર્યા બાદ તે રક્તમાં ભળે જ છે અને રક્તને ઘાટું બનાવે છે અને તેના કારણે જ આપણે હાર્ટએટેક જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે કંઈ કંઈ વસ્તુથી અમ્લ સૌથી વધારે પ્રમાણમાં રક્તમાં ભળે છે. તો તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચા. ચામાં કેફીન, નિકોટીન અને ટેનીન જેવા લગભગ 18 પદાર્થ હોય છે. જે શરીરમાં અમ્લનું પ્રમાણ તો વધારે જ છે પણ તેની સાથે સાથે અન્ય સમસ્યાઓને પણ જન્મ આપે છે. અમ્લને વધારનાર બીજી વસ્તુ છે આયોડીન યુક્ત મીઠું. આયોડીનયુક્ત મીઠાનું સેવન શરીરમાં અમ્લ વધારે છે માટે તેનું સેવન વધારે ન કરવું જોઈએ. તેની જગ્યાએ સિંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ.

ત્રીજી વસ્તુ છે રીફાઈન્ડ ઓઈલ. મિત્રો રીફાઈન્ડ ઓઈલના કારણે હાર્ટએટેક આવવાનું સૌથી વધારે જોખમ હોય છે. માટે રીફાઈન્ડ ઓઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત તળેલા પદાર્થ જેમ કે કચોરી, નમકીન, કોફી, શરાબ, તંબાકુ, ડેરી પ્રોડક્ટ્સ, માંસ, ખાંડ, મીઠાઈ ચાસણીયુક્ત ફળ, ગરમ દૂધ વગેરે જેવી વસ્તુના વધારે પડતા સેવનથી પણ શરીરમાં અમ્લતાનું પ્રમાણ વધે છે.

તો મિત્રો આ બધી વસ્તુઓ એવી છે જેના કારણે શરીરમાં અમ્લતા વધે છે. માટે આ વસ્તુનું સેવન ખુબ ઓછું કરવું અથવા તો જો શક્ય હોય તો તેનું સેવન ટાળવું જ જોઈએ. જો તેવું કરવામાં આવે તો હાર્ટએટેકની સમસ્યા રહેતી નથી.

હવે મિત્રો મહત્વની વાત એ કે એવી કંઈ વસ્તુનો પ્રયોગ કરવાથી શરીરમાં રહેલ અમ્લતાનું પ્રમાણ ઘટાડી શકાય અને હૃદયની નળીઓના બ્લોકેજને દુર કરી હૃદય રોગથી બચી શકાય. આ બાબત જો જાણવી હોય તો અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. તેના પર અમે એક અલગથી આર્ટીકલમાં જણાવશું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “એકવાર આ વાતને જાણી લેશો તો જિંદગીમાં ક્યારેય નહિ આવે હાર્ટએટેક… અને જીવન બની રહેશે તંદુરસ્ત…”

Leave a Comment