ગોળનું સેવન કર્યા પહેલા આ આર્ટિકલ જરૂર વાંચવો…..નહી તો ગોળ અમૃતને બદલે ઝેર થઇ જશે.

0
6626
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ગોળનું સેવન કર્યા પહેલા આ આર્ટિકલ જરૂર વાંચવો. નહિ તો ગોળ ઝેર થઇ જશે.

મિત્રો આજે અમે તમને મહત્વપૂર્ણ જાણકારી આપીશું. આજે અમે તમને ગોળ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપીશું. તો ચાલો જાણીએ કે જો તમે ગોળનું વધારે સેવન કરો છો તો તમારા શરીરમાં શું શું નુકશાન થઇ શકે છે અને કેટલું ઘાતક સાબિત થઇ શકે છે.

Image Source :
જો તમને ગોળ ખાવનો શોખ છે અને સેહત બનાવી રાખવી છે તો ગોળનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. પરંતુ એક માર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણા બધા અનુસંધાન બાદ વિશેષજ્ઞોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગતું હોય તો તેણે રોજ ગોળ સેવન કરવું જોઈએ. જે આપણા માટે ખુબ જ લાભકારી છે.

Image Source :
ગોળ ખાવામાં મીઠાસ વાળો હોય છે અને તે ગરમીથી બને છે. ગોળનું ઉત્પાદન આફ્રિકા અને ભારતમાં વધારે માત્રામાં થાય છે. ગોળનો ઉપયોગ આપણી ભારતીય ઘણી બધી મીઠાઈમાં કરવામાં આવે છે.

હવે આપણે જાણીએ કે આયુર્વેદ ગોળ વિશે શું કહે છે. આયુર્વેદનું માનવું છે કે ગોળમાં મૌજુદ તત્વો શરીરના એસીડને ખતમ કરે છે. પરંતુ જો ગળપણ તરીકે ખાંડનો ઉપયોગ તમારા શરીરમાં એસીડની માત્રા વધારે છે અને એ એસીડની માત્રાથી અનેક રોગ ઉદ્દભવે છે. પ્રાચીન સમયથી જ ગોળનો ઉપયોગ આપણા માટે અમૃત સમાન માનવામાં આવ્યો છે અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવ્યું છે.

Image Source :
નીરોગી કાયા અને દીર્ઘાયુ માટે ભોજન બાદ નિયમિત રીતે 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળના સેવનથી આપણી પાચન ક્રિયામાં સુધાર આવે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ પચવામાં ગોળ કરતા પાંચ ગણો સમય વધારે લે છે. પરંતુ જો અમૃત સમાન ગોળનો ઉપયોગ હદથી વધારે સેવન કરવામાં આવે તો શરીરમાં વિપરીત પ્રભાવ પણ પડે છે અને નુકશાન પણ થઇ શકે છે.

આયુર્વેદનું કહેવું છે કે 20 ગ્રામ ગોળ ભોજનમાં લઇ શકો છો. પરંતુ જો તમે 20 ગ્રામથી વધારે ગોળ ખાશો તો થઇ શકે છે નુકશાન. તો ચાલો જાણીએ કે ગોળ શું નુકશાન કરે છે. ગોળ ખાવાથી ઘણા ફાયદાઓ છે તો તેની સામે તેના નુકશાનો પણ છે.

જો તમે ગરમીના સમયમાં ગોળનું સેવન વધારે માત્રામાં કરવામાં આવે તો નાક માંથી લોહી નીકળવા લાગે છે. આપણે તેને નસકોરી ફૂટી એવું પણ કહીએ છીએ. જો તમને ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા રહેતી હોય તો તમારે ગરમીમાં ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નહિતર તમારા માટે ગોળ ખુબ જ નુકશાનદાયક સાબિત થઇ શકે છે.

Image Source :
મિત્રો ડાયાબીટીસ વાળા લોકોએ ગોળનું અધિક માત્રામાં સેવન ન કરવું જોઈએ. આનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે. જો તમે વધારે માત્રામાં ગોળનું સેવન કરશો કે વધારે સમયથી ગોળનું સેવન કરતા હોવ તો તમારું વજન વધી શકે છે. મિત્રો ગોળ વજન વધારવાનું કામ કરે છે.

ગોળની પ્રકૃતિ મીઠી હોય છે એ જ કારણે તમારો વજન વધી જાય છે જો તમારા શરીરમાં કોઈ અંગ ઉપર સોજો હોય તો પણ ગોળનું સેવન ન કરવું જોઈએ.Image Source :
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google