દેશી ઘી ની 3 અસરકારક બ્યુટી ટીપ્સ… ત્વચા માટે ચમત્કાર જેવું છે ઘી | જાણો કઈ રીતે લગાવવું

મિત્રો આજકાલ ત્વચા સંબંધિત સમસ્યાઓ ખુબ જોવા મળે છે. જેમ કે ત્વચા કાળી પડી જવી, આંખ નીચે ડાર્ક સર્કલ થવા, ત્વચા શુષ્ક પડી જવી વગેરે જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેના માટે લોકો અલગ અલગ પ્રકાર અને બ્રાંડના કોસ્મેટીક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે આ સમસ્યા એકમાત્ર દેશી ઘી નો પ્રયોગ કરવામાં આવે તો પણ દુર કરી શકે છે.

 

મિત્રો દેશી ઘીના પ્રયોગથી ચહેરાની ઘણી સમસ્યાઓને અમુક મિનીટોમાં જ દુર કરી શકાય છે. દેશી ઘીનો પ્રયોગ કરીને ત્વચાને નીખરી શકાય છે અને બેદાગ પણ કરી શકાય છે. પરંતુ તેના માટે પ્રયોગ કરવાની એક ખાસ રીત હોવી જોઈએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં થતી ત્વચાની સમસ્યા માટે દેશી ઘી ખુબ અસરકારક પ્રયોગ છે. જે અસરકારક રીતો વિશે અમે તમને આ લેખમાં જણાવીશું. તો જાણો કે દેશી ઘી કંઈ રીતે તમારી ત્વચાની સમસ્યાઓ દુર કરી શકે છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે જો દેશી ઘીનો યોગ્ય પ્રયોગ કરવામાં આવે તો તે તમારી સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. ઘીની મદદથી ત્વચામાં એક અલગ જ નિખાર લાવી શકાય છે. તેની સાથે સાથે ઘી ત્વચાને હેલ્ધી અને સુંદર પણ બનાવે છે.

 

ઘીનો પ્રયોગ ચહેરા પર પડતી કરચલીઓને દુર કરે છે. ઉમર વધતાની સાથે સાથે ત્વચામાં કરચલીઓ પાડવા લાગે છે જેનાથી વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. પરંતુ મિત્રો જો તેમાં તમે દેશી ઘીનો ઉપયોગ કરો તો તમે લાંબો સમય સુધી યુવાન દેખાઈ શકો છો. તો મિત્રો હવે એ પણ જાણી લઈએ કે કરચલીઓ માટે ઘીનો પ્રયોગ કંઈ રીતે કરવો.

કરચલીઓની સમસ્યા માટે ઘીના અમુક ટીપા હાથમાં લઈને તેને કરચલીઓની જગ્યા જેમ કે ચહેરા, હાથ વગેરે પર લગાવી તેને 15 થી 20 મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણીની મદદથી ત્વચાને ધોઈ લો. આવું રેગ્યુલર કરવાથી કરચલીની સમસ્યાઓથી છુટકારો મળશે પરંતુ તેની સાથે સ્કીનના સેલ્સ પણ હેલ્ધી રહેશે.

મિત્રો ત્વચાની બીજી સૌથી મોટી સમસ્યા હોય છે ત્વચા શુષ્ક પડવી. શિયાળામાં તો ખાસ આ સમસ્યા જોવા મળે છે. તો તેના માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. કારણ કે દેશી ઘીમાં મોઈચ્યુરાઈઝ કરવાનો ગુણ રહેલો હોય છે. તેના માટે ઘીના થોડા ટીપા મલાઈમાં મિક્સ કરી તેને ચહેરા તેમજ હાથ પર લગાવી દો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ત્વચાને સાફ કરી લો. આ રીતે અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પ્રયોગ કરવો. તેનાથી ડ્રાય સ્કીનની સમસ્યાઓ નહિ રહે.

 

આંખ નીચે પડતા કાળા કુંડાળા ચહેરાની શોભા બગાડતા હોય છે. તો મિત્રો દેશી ઘીના પ્રયોગથી તમે આ જીદ્દી કાળા કુંડાળાથી પણ છૂટકારો મેળવી શકો છો. રાત્રે સુતા પહેલા દેશી ઘીના બે થી ચાર ટીપા લઈને કાળા કુંડાળા પર મસાજ કરતા કરતા લગાવો. આ રીતે નિયમિત 20 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી કાળા કુંડાળા દુર થઇ જશે.

 

તો મિત્રો આ રીતે તમે દેશી ઘીની મદદથી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો મોંઘા બ્યુટી પ્રોડક્ટના ખર્ચા છોડી એક વાર અપનાવો આ ટીપ્સ ફાયદો જરૂર મળશે. પરંતુ આ પ્રયોગોમાં એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઘી બિલકુલ દેશી અને કોઈ પણ ભેળસેળ વગરનું હોવું જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment