તથ્યો અને હકીકતો ધાર્મિક સ્વાસ્થ્ય

જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? શું લસણ ડુંગળી ખાવી જોઈએ ? કે નહિ ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? 💁

👨‍👩‍👧‍👦 ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણા પ્રકારના ધર્મો અને માન્યતાઓ પાળનારા લોકો રહે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બધા ધર્મમાં એક ધર્મ છે હિંદુધર્મ. હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્ય પરંપરા કે રીતી-રીવાજ વગર કરવામાં આવતું નથી. અને આ જ કારણે બધા ધર્મના લોકો હિંદુધર્મ તરફ આકર્ષિત થાય છે. હિંદુધર્મમાં અનેક જાતી અને પેટા જાતિઓ છે.Image Source :

👨‍👩‍👧‍👦 દરેક જાતિના લોકોની પોતાની અલગ અલગ પરંપરા અને રીવાજો હોય છે જેમ કે ખાન-પાન વગેરેની પરંપરાઓ. તેમાંથી જ એક સમાજ છે બ્રામ્હણ સમાજ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય વગેરેમાં ડુંગળી અને લસણના ખાવાની ટેક હોય છે. તો તેની પાછળ બધા જ લોકો અલગ અલગ કારણો જણાવે છે. પરંતુ આજે અમે તમને જણાવશું ધાર્મિક અને અન્ય બાબતો દ્વારા કે શા માટે લોકો લસણ ડુંગળીની પરહેજ રાખે છે.

👨‍👩‍👧‍👦 મિત્રો આપણે તો સર્વપ્રથમ તેનાથી જોડાયેલી એક પૌરાણિક કથાની વાત કરીએ. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીકળેલ અમૃતને ભગવાન વિષ્ણુ દેવતાઓમાં વહેંચી રહ્યા હતા ત્યારે કપટથી બે રાક્ષસ રાહુ અને કેતુ પણ ત્યાં આવીને બેસી ગયા હતા. વિષ્ણુ ભગવાને તેમને પણ દેવતા સમજીને થોડું અમૃત આપ્યું. ત્યારે સૂર્ય અને ચંદ્રએ જણાવ્યું કે તે બંને દેવતા નથી પરંતુ રાક્ષસ છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેના કપટથી ખુબ જ ક્રોધિત થયા અને તેમના માથા ધડથી અલગ કરી દીધા.Image Source :

👨‍👩‍👧‍👦 પરંતુ માથું કપાય પહેલા તેમણે અમૃત ગ્રહણ કરી લીધું હતું પરંતુ તે અમૃત તેમના ગળા સુધી જ હતું ત્યાંથી આગળ શરીરમાં પહોંચ્યું ન હતું. જેના કારણે તેનું શરીર ત્યાં જ નષ્ટ થઇ ગયા પરંતુ તેમના મોઢા જીવિત રહી ગયા અમૃત ગ્રહણ કરવાને કારણે આજે પણ તે જીવિત છે.

👨‍👩‍👧‍👦 પરંતુ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસના માથાને ધડથી અલગ કરી રહ્યા હતા ત્યારે તે અમૃતના થોડા ટીપા જમીન પર પડ્યા અને તેમાંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઇ. માટે જ તે બંનેમાં રોગ વિરોધી લડવાના ગુણો રહેલા છે. પરંતુ આ બંને રાક્ષસોના મોં માંથી પડેલ અમૃતમાંથી લસણ અને ડુંગળી બન્યા હતા. તેથી તે બંનેમાં ખુબ તેજ ગંધ આવે છે. માટે જ તેમને દેવતાઓને અર્જિત કરવામાં નથી આવતી.Image Source :

👨‍👩‍👧‍👦 મિત્રો આ તો હતી પૌરાણિક કથા પરંતુ હજુ એક સામાજિક કારણ પણ છે. મિત્રો લસણ અને ડુંગળી બંનેનો સ્વભાવ ખુબ ગરમ હોય છે. તે બીમારીઓથી બચાવે છે તેમાં કોઈ શક નથી પરંતુ તેનું  સેવન શરીરને ગરમી આપે છે જેથી વ્યક્તિની કામવાસનાની ઈચ્છા વધે છે. જેના કારણે તે વ્યક્તિનું મન ભટકવા લાગે છે. આધ્યાત્મ તરફ ધ્યાન નથી રહેતું. આધ્યાત્મ અને ભક્તિ ટકાવી રાખવી હોય તો કામવાસના પર કાબુ મેળવવું ખુબ જ જરૂરી બની જાય છે. માટે લોકો આધ્યાત્મ અને ભક્તિથી જોડાયેલા રહેવા માટે ડુંગળી અને લસણથી દુર રહે છે.Image Source :

👨‍👩‍👧‍👦 મિત્રો ચુસ્ત વૈષ્ણવ અને જૈન ધર્મ પાળનારા લોકો માત્ર લસણ, ડુંગળી જ નહિ પરંતુ તે બધા જ કંદ મૂળોનો ત્યાગ કરતા હોય છે જેનાથી મનમાં કોઈ પ્રકારની વાસના મનમાં પ્રવેશ ન કરે. જેથી કોઈ પ્રકારની તામસી કે વાસના પ્રવૃતિ ઉતેજીત ન થાય અને આધ્યાત્મમાં પોરોવાયેલા રહે.

👨‍👩‍👧‍👦 આ ઉપરાંત ગીતામાં પણ ઉલ્લેખ કરેલો છે કે ડુંગળી અને લસણ તામસી ગુણ ધરાવે છે તેનાથી તામસવૃતિ જાગૃત થાય છે અને તેમાં આગળ કહ્યું છે કે જે વ્યક્તિ તામસ ગુણ સાથે મૃત્યુ પામે છે તેની આત્માનો પુનરજન્મ એક મૂર્ખ લોકોમાં થાય છે.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *